ભગવાન મૂળ પુરૂષોની દ્રષ્ટિએ
બધા ભગવાને એમ જ કહ્યું કે, 'આત્માને ઓળખો, તમામ દુ:ખોથી છુટો અને મોક્ષે ચાલ્યા જાવ'. જ્ઞાનીઓ પણ આજે એજ રસ્તો બતાવી રહ્યા છે કે તમારી મહીં ભગવાન ખરા સ્વરૂપે છે.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
આપણે બાળપણથી જ ભગવાન અને દેવ-દેવીઓને પ્રાર્થના કરતા હોઈએ છીએ, ભક્તિ કરીએ છીએ અને ઘણી જુદી જુદી રીતે ભગવાન અને ધર્મની સાથે સંકળાયેલા છીએ, છતાં આપણે પૂછીએ છીએ કે: ભગવાન કોણ છે? શું ભગવાન ખરેખર અસ્તિત્વ ધરાવે છે? શું ખરેખર ભગવાન છે? ભગવાન ક્યાં છે? શું કોઈએ ભગવાનને જોયા કે અનુભવ્યા છે? ભગવાનનું સરનામું શું છે? આ બ્રહ્માંડ કોણે બનાવ્યું? શું ભગવાનના અસ્તિત્વનો કોઈ પૂરાવો છે? શું ભગવાન આ જગતને ચલાવે છે? ભગવાનનો ન્યાય શું છે? આપણે ભગવાન સાથે અભેદ કેવી રીતે થઇ શકીએ? શું હું ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી શકુ? શું આપણી ભગવાનને કરેલ પ્રાર્થનાઓનો જવાબ મળે છે? એક જ ભગવાન છે કે અનેક ભગવાન છે? શું ભગવાનનો પ્રેમ અનુભવી શકાય? શું ભગવાન અને વિજ્ઞાન વચ્ચે કોઈ સંબંધ છે? એમાં શંકાને કોઈ સ્થાન નથી કે, આપણા બુદ્ધિશાળી દિમાગમાં આવા ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. આખરે ભગવાનને જાણવાની તમારી જિજ્ઞાસા તમને અહીં લઈ આવી!
જ્યારે આપણે વિશાળ બ્રહ્માંડને જોઈએ છીએ, ત્યારે આપણે એક અદ્ભૂત શક્તિનો અનુભવ કરીએ છીએ, જે બધાને સૂમેળ ભર્યુ રાખતી હશે એવું લાગે છે. બીજુ, જ્યારે આપણે સુંદર કુદરતને જોઈએ છીએ, ત્યારે આપણે તેના વખાણ કરીએ છીએ અને એક આત્મીયતાની લાગણીનો અનુભવ થાય છે. છતાં, આપણે કોઈવાર કુદરતી આફતો, બિમારીઓ, ગરીબી, દુઃખો, અન્યાય અને હિંસા જોઈને વિચલીત થઈ જઈએ છીએ. એક તરફ આપણે જોઈએ છીએ કે મનુષ્ય જાતિએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે; જ્યારે બીજી તરફ આપણે જોઈએ છીએ કે, કેવી રીતે વધારે અને વધારે લોકો તણાવ, ડિપ્રેશન અને ચિંતાઓથી પીડાય છે. આવુ દ્વંદ્વ જગત ઉપર દર્શાવ્યા પ્રમાણે ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે, જેમકે: ભગવાન ક્યાં છે? પ્રાર્થનામાં શકિત ક્યાં છે? ભગવાનનો પ્રેમ ક્યાં અલોપ થઈ ગયો? આ બધો અન્યાય શા માટે? શા માટે સત્કર્મો કરનાર લોકોને સહન કરવું પડે છે, જ્યારે દુષ્કર્મો કરનાર લોકો આરામથી ફરે છે?
તો, શું ભગવાન છે? હા, ખરેખર ભગવાનનું અસ્તિત્વ છે! તદુપરાંત, તે ભગવાન તમારી અંદર જ છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “ગોડ ઈઝ ઇન એવરી ક્રીએચર, વેધર વિઝીબલ ઓર ઈનવિઝીબલ.”
ઘણાં લોકો પરમ પૂજ્ય દાદાશ્રી પાસે આવા પ્રશ્નો લઈને આવતા અને માત્ર સંતોષકારક જવાબો જ નહી પરંતુ મહીંલા ભગવાનનો અનુભવ પણ પ્રાપ્ત કરતા. અમે ઇચ્છીએ છીએ કે તમે પણ આવોજ અનુભવ પ્રાપ્ત કરશો જ્યારે તમે ભગવાનને શોધવા અને અનુભવવા માટે આગળ (નીચે) વાંચશો!
subscribe your email for our latest news and events