Related Questions

મૂર્તિપૂજાનું મહત્વ શું છે?

આપણે શા માટે ભગવાનની મૂર્તિપૂજા કરવી જોઈએ?

મૂર્તિપૂજા એ જીવનનો બહુ જ મોટો આધાર છે! તેના પાછળ ઘણા કારણો અને જબરદસ્ત ફાયદાઓ રહેલા છે. તો જોઈએ એમાંના થોડાક કારણ અને ફાયદાઓ:

  1. આખો દિવસ, પોતે વધારે લક્ષ્મી (પૈસા), ઘરેણાની વધુ પડતી ખરીદી, મોટું ઘર અને સુંદર કાર કેવી રીતે લેવી, ખરીદવી તેના વિચારોમાં જ સતત રહીએ છીએ. પરંતુ, જ્યારે તે ભગવાનની મૂર્તિને જુએ છે, ત્યારે પોતાને કંઈક વધારે ચઢિયાતી વિચારણા કરવા માટેનું સાધન પ્રાપ્ત થાય છે. તેનું મન પોતાના જીવન અને ભૌતિક વસ્તુઓ વિશે વિચારવાનું બંધ કરી દે છે. અને ચિત્ત ભગવાનમાં ચોંટી જાય છે અને તેથી જ તેને સુખ અને શાંતિનો અનુભવ થાય છે. ધર્મધ્યાન ઉત્પન્ન થાય છે અને આ જ બાબત તેને પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટેની શક્તિ પ્રદાન કરે છે.
  2. જ્યારે કોઈને જીવન મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે ત્યારે તેની ભગવાનમાં અતૂટ અને અડગ શ્રદ્ધા પોતાને તે મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ પૂરી પાડે છે. તે પોતાના માર્ગમાં આવનાર કોઈ પણ પ્રકારની કટોકટી પોતાને કે બીજાને નુકસાન પહોંચાડ્યા વિના વટાવી જાય છે અને તરી પાર ઉતારી જાય છે.
  3. જ્યારે કોઈ ભગવાનને શુદ્ધ પ્રેમ અને ભક્તિથી અંતરમાં ભજના કરે છે, ત્યારે પુણ્યકર્મના બીજ રોપાય છે. આ બીજ બીજા ભવમાં સારી વાઈફ, સારી લાઈફ, સારા માતા-પિતા, સારા બાળકો, સારો પૈસો, સારું ભાગ્ય, સારું ઘર, સારો ધર્મ અને એક સારું વાતાવરણના સ્વરૂપમાં સાંસારિક સુખમાં પરિણમે છે. આ બધું ખૂબ જ સરળતા અને વિના પ્રયત્ને પ્રાપ્ત થાય છે.
  4. જ્યારે કોઈને આવું સારું વાતાવરણ આજુબાજુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિચારો પરિપક્વ થાય છે. પોતાના આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં આગળ પ્રગતિ થાય છે અને તે વધુ અસાધારણ પુણ્યકર્મ બાંધે છે, જેનાથી તેને વધુ સારા રિઝલ્ટ (પરિણામ) પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ બહુ ઊંચું પુણ્યકર્મ બંધાય ત્યારે તે જ્ઞાની પુરુષને પ્રત્યક્ષ મળી શકે છે. જેનાથી મોક્ષનો માર્ગ તેના માટે ખૂલી જાય છે.
  5. જ્યાં સુધી નિરાકાર ભગવાનની ઓળખાણ ના થાય ત્યાં સુધી, મૂર્તિપૂજા એ જીવનમાં બહુ જ અગત્યનું અને જરૂરી સાધન છે. મૂર્તિની મદદથી, પોતે ભગવાનના ખરા સ્વરૂપ અને ગુણોને યાદ રાખી શકે છે. અને જ્યારે પોતે એવા સ્ટેજ પર પહોંચે છે, ત્યારે પોતે નિરાકાર ભગવાનનો અનુભવ કરે, ત્યારે તે આધાર એની મેળે જ ખસી જશે.

આપણે ભગવાનની મૂર્તિઓ શા માટે શણગારીએ છીએ અને આકર્ષક બનાવી છીએ?

મનુષ્યનું એવું છે કે તેને બધી આકર્ષક વસ્તુ જ જોવાનું ગમે છે અને તે ત્યાં ચોંટી જાય છે. એથી જ જ્યારે સુંદર વસ્ત્રો, ઘરેણાઓ અને હારથી શણગારેલા ભગવાનની મૂર્તિને પોતે જુએ ત્યારે તેનું ચિત્ત ત્યાં ચોંટી જાય છે અને તે વિચારે છે કે, ‘વાહ, ભગવાન કેટલા સુંદર લાગે છે’ અને આમ પોતાની મહીં ભગવાન માટે ભક્તિ ઉત્પન્ન થાય છે. આ ભક્તિનું પરિણામ એવું છે જેથી કે પુણ્યકર્મના બીજ રોપાય છે.

આવું ભગવાનની મૂર્તિ બહુ જ સુંદર રીતે કોતરેલી હોય છે તેના કારણે થાય છે. લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચવા અને તેમના માટે લોકોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તે માટે તેમને દરરોજ બહુ જ સુંદર રીતે વસ્ત્રો પહેરાવાય અને શણગાર્યા હોય છે. આવું ભક્તિના શરૂઆતના સ્ટેજમાં આ બહુ જ મદદરૂપ છે. પછી જ્યારે, ભક્તિ પરિપક્વ થાય છે ત્યારે બહારના કોઈ પણ બાહ્ય સંજોગોના અવલંબન વિના પણ શ્રદ્ધા હંમેશાં રહે જ છે.

‘મૂર્તિ તો પથ્થરની બનેલી હોય છે, તો પછી પથ્થરની ભક્તિથી કોઈને કેવી રીતે લાભ થાય?’

આપણને ખબર નથી કે ભગવાન જીવતા હશે ત્યારે કેવા દેખાતા હશે. ભગવાનની મૂર્તિ તો મૂર્તિકારની કલ્પના પ્રમાણે બને છે, તો પછી શું આ મૂર્તિની આપણે ભજના કરીએ તો આપણને ફાયદો કરી શકે?

પથ્થર પણ પોતાને પોતાની શ્રદ્ધા અને ભક્તિનું ફળ આપે છે. એ આપણી મહીંની શ્રદ્ધા જ છે જે પરિણામ આપે છે. આપણી શ્રદ્ધા એવી હોવી જોઈએ કે જાણે આપણે મૂર્તિ દ્વારા સાચા ભગવાનને જ પ્રાર્થના કરતા હોઈએ, તેઓ જ્યાં પણ હોય. આપણે ભગવાનને પ્રત્યક્ષ મળી નથી શકતા તો આપણે તેમની સાથે મૂર્તિના માધ્યમથી કનેક્ટ થઈએ છીએ. જ્યારે આપણને ભગવાન મળી જશે ત્યારે આપણને માધ્યમની જરૂર નહીં પડે.

મહાભારતમાંથી પાંચ પાંડવોમાંના એક ભીમ કે જેમને તીર્થંકર ભગવાન નેમિનાથ પર શ્રદ્ધા હતી. તેમની એક બહુ જ રસપ્રદ વાર્તા છે, તેમના સંજોગો એવા હતા કે તેઓ ભગવાનની ભજના નહોતા કરી શકતા કે નો’તી તેમની પાસે ભગવાનની કોઈ મૂર્તિ કે જેની તેઓ ભક્તિ કરી શકે. તો તેમણે એક માટલું લીધું અને તેના પર લખ્યું ‘નેમિનાથાય નમઃ’ અને દરરોજ માટલાને જ ભગવાન માનીને તેની ખૂબ જ અહોભાવથી ભક્તિ શરૂ કરી. તેઓ ભગવાન નેમિનાથની પ્રત્યક્ષ ભક્તિનું જ ફળ પ્રાપ્ત કરી શક્યા!

તો, આખરે તો આપણી શ્રદ્ધાની જ ગણતરી થાય છે અને એ જ રિઝલ્ટ (ફળ) આપે છે!

જો ભગવાન નિરાકાર છે તો, પછી આપણને શા માટે મૂર્તિની જરૂર પડે છે?

મૂર્તિપૂજા એ હિન્દુસ્તાનનું મોટામાં મોટું વિજ્ઞાન છે.

કોની મૂર્તિની ભજના કરવાની? એમની મૂર્તિની કે જેમના મહીં ભગવાન પ્રગટ થયા હોય, જેમને પોતાના આત્માનો અનુભવ કર્યો હોય અને પૂર્ણ જ્ઞાની હોય. તો તમે એ મૂર્તિને નમસ્કાર કરો તો તે ખરા મહીંવાળા ભગવાનને પહોંચે છે. આ મૂર્તિઓની ભજના કરવાથી વિતરાગતાના બીજ રોપાય છે.

મનુષ્ય જન્મનો હેતુ મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે, કે જ્યાં પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે છે, અકર્તા પદમાં. આ પદ પ્રાપ્ત કરવા હેતુ મૂર્તિપૂજા કરવી પડે.

કઈ મૂર્તિની આરાધના કરવી જોઈએ?

આ જગતમાં ઘણા બધા પ્રકારના દેવી-દેવતાઓની મૂર્તિઓ હોય છે. દરેક મૂર્તિની ભજના તેની જગ્યાએ કરેક્ટ છે. દરેક વ્યક્તિ કોઈ એક ચોક્કસ દેવની, પછી એ માતાજી હોય કે ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર, ભગવાન શિવ, જીસસ કે અલ્લાહ વિગેરેની ભજના દરેકના પોતાના ડેવલપમેન્ટ પ્રમાણે કરે છે, તે મુજબ તેનું આધ્યાત્મિક ડેવલપમેન્ટ ઊંચું આવતું જાય છે. ડેવલપમેન્ટના અંતિમ સ્ટેજમાં, તે પૂર્ણ વીતરાગ ભગવાનની ભક્તિ કરે છે જે આત્યંતિક મુક્તિમાં પરિણમે છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on