બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?

આ જગતમાં બે વસ્તુ ન વેડફવી જોઈએ. એક લક્ષ્મી અને બીજું વીર્ય. બ્રહ્મચર્ય બને ત્યાં સુધી પાળવું જોઈએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનો છેલ્લો અર્ક વીર્ય છે અને એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. આ શરીરમાં અમુક નસો હોય છે, તે વીર્ય સાચવે છે અને વીર્ય આ શરીરને સાચવે છે. એટલે બને ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચવવું જોઈએ.

બ્રહ્મચર્યના પરિણામ અને બ્રહ્મચર્ય પાળવાનાં ફાયદા દરેકે જાણી લેવા જોઈએ.

જો મન-વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળે તો મનોબળ, વચનબળ તેમજ દેહમાં પણ જબરજસ્ત ફેરફાર થઇ જાય છે !

બ્રહ્મચર્ય શારીરિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે ઉત્તમ સાધન છે. જો યથાર્થ સમજણ સાથે બ્રહ્મચર્ય પળાય તો પરમ શાંતિ અને મોક્ષ પમાય. કોઈ પણ વ્યકિત યથાર્થ સમજણ સાથે, બ્રહ્મચર્ય પાળવા તરફ વળશે અને વિષયનો (અબ્રહ્મચર્યનો) બધા પાસાથી વિરોધ કરશે.

બધાજ બ્રહ્મચર્ય પાળવું તે બાબતમાં સહમત થાય છે પરંતુ કેવીરીતે? એનો રસ્તો જ આજ સુધી કોઈએ  બતાડ્યો નથી.

પ્રસ્તુત પેઈજ પર, તમને અહીં બ્રહ્મચર્ય કેવીરીતે પાળવું તેનો સ્પષ્ટ અને ક્લીયર રસ્તો મળશે. તે વાંચીને લોકો વિચારશે કે "આટલું બધું આમાં નુક્સાન થાય છે  અરે, આવું તો આપણે જાણતા જ ન હતા !"

 

બ્રહ્મચર્ય સમજણથી

માત્ર વિષયથી દુર રહેવું તે ખરું બ્રહ્મચર્ય નથી પણ તેની માટે તેને લગતી આખી સમજણ કેળવવી પડે. દાદાના અક્રમ જ્ઞાનથી માત્ર અપરણિત લોકો જ નહી પણ પરણિત લોકો પણ બ્રહ્મચર્ય પાળી શકશે સાચી સમજણથી. સાચી સમજણ માટે વીડિયો નિહાળો.

Spiritual Quotes

  1. એવું છે, જેને સંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતાં હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં.
  2. વિષયો એ વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે.
  3. અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !!!
  4. થઈ ગયાં હોય તેને લેટ ગો કરીએ પણ નવું તો થવા ના દઈએ ને ! થઈ ગયાનો કંઈ ઉપાય છે પછી. અહીં દ્રષ્ટિ બગડે ત્યારે એ ખોટું કહેવાય. અહીં તો બધા વિશ્વાસથી આવે ને ! અને આ તો બીજે પાપ કર્યું હોય ને, તે અહીં આવે તો ધોવાઈ જાય, પણ અહીંનું પાપ કરેલું નર્કગતિમાં ભોગવાય. થઈ ગયાં હોય તેને લેટ ગો કરીએ પણ નવું તો થવા ના દઈએ ને ! થઈ ગયાનો કંઈ ઉપાય છે પછી.
  5. પૈણવું નહીં ને ખોટા ચેનચાળા કરવા, એ તો ભયંકર પાશવતા કહેવાય, નર્કગતિના અધિકારી !
  6. કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામમાર્ગી કહેવાય. પહેલાના કાળમાં વામમાર્ગી હતા, વિકાર સાથે બ્રહ્મ ખોળવા નીકળેલા.
  7. આ વ્યવહાર તો, તમારે પત્ની હોય તો પત્ની જોડે બંનેને સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ કરજો. અને આપણાથી સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ.
  8. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય !
  9. જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે.
  10. જે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરે.

Related Books

×
Share on
Copy