
આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો ઘણીવાર આપણને ઊભા થાય છે.
દુનિયામાં ડગલે ને પગલે આપણે કહીએ છીએ કે, “રામ રાખે તેને કોણ ચાખે?” અથવા “જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે!” અથવા “ભગવાનની મરજી વિના પાંદડું પણ ન હલે.” તો શું ખરેખર ભગવાન જ બધું કરતા હશે?
ધાર્મિક માન્યતા અનુસાર આ દુનિયા એ ઈશ્વરની લીલા છે, તેને સર્વશક્તિમાન ઈશ્વરે બનાવી છે. તો આપણને પ્રશ્ન થાય કે કયા ભગવાને દુનિયા બનાવી? રામ ભગવાને, શ્રીકૃષ્ણ ભગવાને, મહાવીર ભગવાને કે બીજા કોઈએ?
જો ભગવાને જ દુનિયા બનાવી હોય તો ભગવાન રામચંદ્રજીને પોતાના જ જીવનમાં આટલાં દુઃખો કેમ આવ્યાં? તેમણે પોતાની પત્નીનું હરણ કેમ થવા દીધું? કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ કેમ ના અટકાવી શક્યા? પારધીનું ઝેરી તીર વાગતાં તેમનું મૃત્યુ કેમ થયું? મહાવીર ભગવાનને જીવનમાં આટલાં દુઃખો અને ઉપસર્ગો કેમ આવ્યા? જો ભગવાન બધું કરતા હોય તો આવો વિરોધાભાસ કેમ? એવો પ્રશ્ન આપણને ઊભો થાય.
આપણે માતા-પિતા હોઈએ તો આપણાં સંતાનોને સુખી કરીએ કે દુઃખી? જો મા-બાપ તરીકે આપણે બાળકોના સુખ માટે જીવતાં હોઈએ, તો ભગવાન તો આખી દુનિયાના મા-બાપ છે. એ આપણને દુઃખી કેમ કરે? કેમ દુનિયામાં ચિંતા વગરનો એક માણસ નથી જોવા મળતો? આપણાં સંતાનની નોકરી જતી રહી હોય અને આપણે સમર્થ હોઈએ તો એમને મદદ કરીએ જ. તો પછી જે ભગવાનની આપણે રોજ દિવસ-રાત આરતી, ભક્તિ, પૂજા કરીએ છીએ, તે આપણી સામે પણ ન જુએ એવું કેમ? જેમણે આખી જિંદગી ભગવાનની ભક્તિમાં ગાળી હોય, કોઈ દિવસ કશું ખરાબ ન કર્યું હોય, તોય એમને દુઃખ કેમ પડે છે?
આપણે એમ કહીએ કે ભગવાન એટલે જગતની સુપ્રિમ ઓથોરિટી, સર્વોચ્ચ સત્તા. જો ભગવાન આખી દુનિયાના સંચાલક કે ગવર્નર હોય તો પૃથ્વી ઉપર પાર્લામેન્ટની જરૂર જ શી હોત? અને ભગવાન સંચાલક હોય તો બધા સાથે સરખું કેમ નથી કરતા? કોઈને ગરીબ બનાવે તો કોઈને ત્યાં પૈસાના ઢગલા આવે, એવું ઓછુંવત્તું શા માટે કરે? જો ભગવાન દુનિયા ચલાવતા હોય તો અત્યાચાર, દુરાચાર, બળાત્કાર, ગર્ભપાત આ બધું કેમ થવા દે? જન્મથી મંદબુદ્ધિ બાળક કેમ જન્મે? દુનિયામાં હોસ્પિટલો કેમ દર્દીઓથી ઊભરાય?
ભગવાન કહે કે, “તું મારી ભક્તિ કર ને મારી પાસે આવ.” જો ભગવાને જ આપણને જન્મ આપ્યો, આપણે એમની સાથે જ હતા અને છેવટે આપણે ભગવાનની પાસે જ પહોંચવાનું હતું, તો અહીં પૃથ્વી પર આપણને મોકલ્યા જ શું કામ? આવી દુનિયામાં જ્યાં એક-એક માણસને ચિંતા, ઉપાધિ ને દુઃખ છે. ભગવાને એમની પાસે જ કેમ ન રાખ્યા? કોઈ હેતુ તો હોવો જોઈએ ને? ભગવાનની લીલા, એમની મજા આપણા માટે સજા? અને ચાલો, ભગવાનની બધી વાત આપણે માનીએ, ચોર્યાશી લાખ યોનિઓમાં ફરવા તૈયાર થઈએ. પણ બદલામાં ભગવાન પાસે એટલું તો માંગી શકીએ કે, “મને એવી રીતે ફેરવો કે જીવનમાં એક પણ દુઃખ ના આવે.”
વાસ્તવિકતામાં સૃષ્ટિનો સર્જનહાર કોઈ છે જ નહીં. આ દુનિયા અનાદિકાળથી હતી, છે અને રહેશે. વેદાંતમાં અને યોગવાસિષ્ઠ રામાયણમાં સ્પષ્ટ કહ્યું છે કે, જગતનિયંતા કોઈ છે જ નહીં, જે છો એ તમે પોતે જ છો.
વાસ્તવિકતામાં, આપણી પોતાની અંદર બેઠેલો આત્મા એ જ પરમાત્મા છે. જેઓ નિરંતર સ્વસ્વરૂપમાં, આત્મસ્વરૂપમાં રહેતા હોય, તેમને જગતના લોકો ભગવાન તરીકે સ્વીકારે છે.
તમામ તીર્થંકરોએ પણ કહ્યું છે કે જગતનો કોઈ ચલાવનારો, બનાવનારો કે એનો સંહાર કરનારો નથી. મહાવીર ભગવાનના નિર્વાણ સમયે દેવોએ વિનંતી કરી કે પ્રભુ તેમનું આયુષ્ય થોડું લંબાવી દે, ત્યારે મહાવીર ભગવાને પણ કહ્યું છે કે “રાઈ માત્ર વધઘટ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન!” એટલે કે આયુષ્યમાં રાઈમાત્ર વધ-ઘટ શક્ય નથી.
આપણે એમ જ માનીશું કે “ભગવાન કરે છે.” તો જગતનો સાચો કર્તા કોણ છે, ભગવાન કોણ છે, એ રહસ્ય કદી જડશે નહીં. ભગવાનની ભક્તિ પૂરતું એમ માનવું બરાબર છે. પણ જેમને અધ્યાત્મમાં આગળ વધવું છે, આત્મા-પરમાત્માની વાતો, જગતની વાસ્તવિકતાની વાતો સમજવાની અને પામવાની ઝંખના છે, તેમને તત્ત્વજ્ઞાનની વાત સમજવી પડશે.
ભગવાન એ કુદરત નથી અને કુદરત એ ભગવાન નથી. ભગવાન તો દરેક જીવમાત્રમાં છે. આત્મા એ જ પરમાત્મા છે. જ્યારે કુદરત એટલે આત્મા સિવાયની જડ વસ્તુ છે. ભૌતિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે હિલિયમ, બેરિયમ, હાઈડ્રોજન, ઓક્સિજન બધા મૂળભૂત તત્ત્વો છે, જેમને ઉત્પન્ન કે વિનાશ ન કરી શકાય. તેમ અધ્યાત્મની દૃષ્ટિએ આ જગત શાશ્વત એવા છ અવિનાશી દ્રવ્યોથી બનેલું છે. આ જગતનો આદિ પણ નથી અને અંત પણ નથી.
જેમ પાણીનો સ્વભાવ છે કે ઢાળ ઉપરથી નીચે વહેવું, જેમાં કોઈ સંચાલકની જરૂર નથી! જેમ પાણીની વરાળ નીચેથી ઉપર જાય, વાદળા બંધાય ને વરસાદમાં પાણી નીચે આવે છે. તેમ સંજોગો અને સ્વભાવથી જ જગત ચાલે છે, કોઈને ચલાવવું નથી પડતું. એ સંજોગોને જાણનાર આત્મા એ ભગવાન છે.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
