Related Questions

વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?

વર્તમાને શું જીવંત ભગવાન છે?

હા, તેઓ છે! 

પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ સ્પષ્ટતા સાથે સમજીએ… 

શું તમે જાણો છો કે શુદ્ધાત્મા એ તમારામાં અને બધા જીવમાત્રમાં રહેલું શાશ્વત તત્ત્વ છે?  

અને ભગવાન એ બીજું કોઈ નહીં પણ શુદ્ધાત્મા જ છે. એ રીતે તો દરેક જીવમાત્ર એક જીવતા ભગવાન જ છે.  

જો કે, આપણો આત્મા એની મેળે જ સંપૂર્ણપણે શુદ્ધ જ છે; તો પણ એ કર્મોના અનેક આવરણોની નીચે ઢંકાયેલો છે કે જે આપણી દ્રષ્ટિને અસ્પષ્ટ અને ભ્રમિત કરે છે. આત્મા પર આવેલા અને ભ્રાંતિ ઉત્પન્ન કરાવનાર કર્મોથી જ્યારે આત્મા મુક્ત થાય છે, ત્યારે તરત જ તેનામાં આત્માના ગુણો પ્રગટ થાય છે. તે જ્ઞાનદર્શન પ્રાપ્ત કરીને કેવળજ્ઞાની થાય છે. જગત આવા મુક્ત પુરુષને ભગવાનની પદવીથી નવાજે છે.  

સીમંધર સ્વામી હાજર ભગવાન!  

સીમંધર સ્વામી હાજર ભગવાન છે, જે ‘મહાવિદેહ ક્ષેત્ર’માં વિચરે છે.  

કેવળજ્ઞાની શ્રી સીમંધર સ્વામી ભગવાન (સંપૂર્ણ જ્ઞાન સહિત) એવી અસાધારણ આધ્યાત્મિક સિદ્ધિઓ સહિત છે કે જેનો ઉપયોગ માત્ર જીવોની આધ્યાત્મિક પ્રગતિ માટે થાય છે. ભગવાનની આજુબાજુ માઈલો સુધી કોઈ પણ રોગથી પીડાતું નથી કે કોઈ પણ દુઃખી નથી હોતું કે કોઈના મનમાં પણ વેદના (યાતના) કે ભય નથી હોતા. દેવો નિરંતર તેમની સેવામાં રહે છે. તેઓ એવું સમવોસરણ રચે છે કે જેમાં મનુષ્યો, તિર્યંચ (પ્રાણીઓ), દેવ-દેવીઓ બધા ભગવાનની દેશના (દિવ્યવાણી) સાંભળવા બેસે છે. સિંહ તેનો હિંસક સ્વભાવ અને બકરી તેનો ભય ભૂલી જાય છે; બન્ને એકબીજાની આજુબાજુ બેસી અને પ્રેમથી ભગવાનની દેશના સાંભળે છે. આવો છે ભગવાન સીમંધર સ્વામીની હાજરીનો પ્રભાવ. દરેક જીવમાત્ર, પછી તે મનુષ્ય હોય કે પ્રાણી કે પક્ષી, તે ભગવાનની દેશના પોતપોતાની ભાષામાં સમજી જાય છે.  

આ ભગવાન વિશેનો થોડોક જ વાર્તાલાપ દરેકના હૃદયમાં તેમના માટેની અનન્ય ભક્તિ જગાડે છે અને આ ભક્તિ ક્યારેય પણ કોઈ પણ સંસારી લાભ કે પછી વ્યક્તિગત પ્રસંગોમાં લાભ મેળવવાના હેતુથી નથી હોતી. લોકો તેમના દર્શન કરે છે અને આ મહાન વ્યક્તિત્વની આરાધના ક્રોધ-માન-માયા-લોભ અને રાગ-દ્વેષની નબળાઈઓમાંથી મુક્ત થઈને એમના જેવી જ મુક્તિ પામી શકે એવા હેતુપૂર્વક કરે છે. 

સીમંધર સ્વામીની અનન્ય (દિલથી) ભક્તિથી ઊંચામાં ઊચું પુણ્યાનુબાંધી પુણ્યકર્મ બંધાય છે કે જે આપણને મહાવિદેહ ક્ષેત્રે લઈ જશે. જો આપણા ઘરમાં સીમંધર સ્વામીની મૂર્તિ હોય તો, જ્યારે પણ આપણે તેમના દર્શન કરીએ ત્યારે, આપણે એવા અંતરઆશય સાથે એમની ભક્તિ કરીએ કે આપણે તેમની પાસે પહોંચી અને એમની કૃપાથી કેવળજ્ઞાનને પામીએ. બધા જ જીવોના આત્યંતિક કલ્યાણ એટલે કે મોક્ષ માટે ભગવાન ત્યાં હાજર છે, બસ આપણો તીવ્ર અંતરઆશય જ ત્યાં પહોંચવાની ચાવી છે! 

જેમ જેમ આપણી સીમંધર સ્વામી ભગવાનની ભક્તિ આરાધના વધતી જાય, તેમ તેમ સ્વામી સાથેનું આપણું પોતાનું અનુસંધાન વધતું જ જશે. આ ઋણાનુંબંધ ધીમે ધીમે એટલું મજબૂત (સ્ટ્રોંગ) બની જશે કે આપણે આવતા ભવે ભગવાનના ચરણમાં પહોંચી જશું.  

અને જે ક્ષણે આપણી દ્રષ્ટિ ભગવાન સીમંધર સ્વામી સાથે મળશે, ત્યારે આપણા આનંદનો પાર નહીં રહે. જગત વિસ્મૃત થઈ જશે. જ્યારે જગતની દરેક વસ્તુનું ખેંચાણ બંધ થશે અને ત્યારે આપણે સંપૂર્ણપણે આત્મસુખમાં તરબોળ થ ગયા હશું. આ જ અનુભવ દરેકને થશે અને આપણને પણ થશે. કારણ કે, જીવતા હાજર ભગવાન આપણા સૌની આત્યંતિક મુક્તિ (મોક્ષ) માટે જિજ્ઞાસુ એવા મુમુક્ષુઓને આ જ અનુભવ પ્રાપ્ત કરાવવાને સામર્થ્ય ધરાવે છે. 

હાજર જીવતા ભગવાન શ્રી સીમંધર સ્વામી ભગવાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on