બ્રહ્મચર્ય પાળો/ બ્રહ્મચર્ય વૈજ્ઞાનિક સમજણ સાથે

બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મચર્ય શા માટે મહત્વનું છે? (વિષય વિકાર) આકર્ષણમાંથી કેવીરીતે મુક્ત થવું?

પ્રસ્તુત પુસ્તક જ્ઞાની પુરુષ દાદાશ્રી સાથે થયેલા સ્થૂળ બ્રહ્મચર્ય થી લઈને સૂક્ષ્મ બ્રહ્મચર્યના સર્વ પાસાઓ અને બ્રહ્મચર્યથી થતા ફાયદાઓનું વૈજ્ઞાનિક એક્ઝેક્ટનેસ સહિતના સત્સંગનું સંકલન છે

બ્રહ્મચર્ય એ પુદ્‍ગલસાર (શરીરનો સાર) છે. બ્રહ્મચર્યની સાથે તમારા સંસારી હેતુ પૂર્ણ થઇ શકશે. તમે તમારી બધીજ જવાબદારીઓ અને પ્રતિજ્ઞાઓ(વ્રતો) નિભાવી શકશો. સર્વ દિશાઓમાં પ્રગતિ વધારે સરળ થઈ જશે. ્ય વૈજ્ઞાનિક એક્ઝેક્ટ્ને

જગત, જે વિષયમાં સુખ છે તેની મૂર્છામાં ડૂબેલું છે, તે આ ખુલાસાઓથી ખરેખર તેનાં તરફ જાગૃત થયું છે.

તે સમજાવે છે કે આનંદ મેળવવાનો સાચો માર્ગ ક્યો છે અને તે કેવીરીતે મેળવવો. જે લોકો બ્રહ્મચર્ય ને સમજવા અને પાળવા માંગે છે તેમનાં માટે આ જ્ઞાની પુરુષની અજોડ નવી દ્રષ્ટિ આત્યંતિક મુકિત માટે અનન્ય અને ખાત્રીરૂપ(ગેરેન્ટેડ) ચાવી બની રહેશે.

        

બ્રહ્મચર્ય સમજણથી

માત્ર વિષયથી દુર રહેવું તે ખરું બ્રહ્મચર્ય નથી પણ તેની માટે તેને લગતી આખી સમજણ કેળવવી પડે. દાદાના અક્રમ જ્ઞાનથી માત્ર અપરણિત લોકો જ નહી પણ પરણિત લોકો પણ બ્રહ્મચર્ય પાળી શકશે સાચી સમજણથી. સાચી સમજણ માટે વીડિયો નિહાળો.

Spiritual Quotes

  1. વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી.
  2. વિષયનાં પૃથક્કરણ કરે તો ખરજવાને વલૂરવા જેવું છે.
  3. મનમાં વિષયના વિચાર આવતા હોય અને પોતાનો સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષય ભોગવવો જ નથી. તો આને ભગવાને તપ કહ્યું.
  4. જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો શાસનદેવ-દેવીઓ બહુ ખુશ રહે.
  5. તમારો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય અને અમારી આજ્ઞા, એ તો કામ જ કાઢી નાખશે, પણ જો મહીં સહેજે નિશ્ચય આઘોપાછો ના થયો તો !
  6. 'હું શુદ્ધાત્મા છું' એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. એના જેવું બીજું બ્રહ્મચર્ય નથી.
  7. જગત જીતવા માટે એક જ ચાવી કહું છું કે વિષય વિષયરૂપ ના થાય તો આખું જગત જીતી જાય.
  8. જ્યાં વિષયની વાત જ હોય, ત્યાં ધર્મ નથી. ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે, પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ.
  9. એક વિષયમાં કરોડો જીવ મરી જાય છે, વન ટાઈમમાં તો, સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે.
  10. 'આ સ્ત્રી છે' એમ જુએ છે. એ પુરુષનો મહીં રોગ હોય તો જ સ્ત્રી દેખાય, નહીં તો આત્મા જ દેખાય અને 'આ પુરુષ છે' એમ જુએ છે, એ એનો સ્ત્રીનો રોગ છે. નીરોગી થાય તો મોક્ષ થાય.

Related Books

×
Share on
Copy