More

ભગવાન શિવ કોણ છે?

shiva

શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવ એવા ભગવાન છે જે હિમાલય પર્વતમાં રહેતા હતા. પાર્વતી તેમના પત્ની હતા અને ગણેશ અને કાર્તિક તેમના પુત્રો હતા. આ શારીરિક વિશેષણો છે, પરંતુ સાચા અર્થમાં કોઈ પણ માનવી જે 'આત્મસાક્ષાત્કાર' પ્રાપ્ત કરે છે, તે 'શિવ' જેવી આંતરિક દશા પ્રાપ્ત કરે છે.

શિવ એ મુક્તિના મૂર્ત સ્વરૂપનું પ્રતીક છે

shiva

સાચા અર્થમાં, જે ‘કલ્યાણ સ્વરૂપ’ (મોક્ષનું મૂર્ત સ્વરૂપ) બની ગયા છે, તેને શિવ કહેવામાં આવે છે. આમ, મુક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે કે શિવ એ જ્ઞાનીનું પ્રતીક છે.

ભગવાન શિવને નીલકંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે

કથા પ્રમાણે, જ્યારે સમુદ્રમંથન દરમિયાન ભગવાન શિવ ઝેર પી ગયા હતાં, ત્યારે તેમણે પીધેલા ઝેરને લીધે, તેમનું ગળું વાદળી થઈ ગયું હતું અને તેથી તેમનું નામ “નીલકંઠ” પડ્યું. "નીલકંઠ" શબ્દ પાછળનો સાર એ છે, કે જેણે આ દુનિયામાં તેમને આપવામાં આવેલા બધા ઝેરને (અપશબ્દો અને અપમાન) સમતા સાથે ગળી ગયા છે અને અન્યને આશીર્વાદ આપે છે, તેથી તે ભગવાન શિવ બન્યા છે.

તેનો અર્થ એ કે જો કોઈ વ્યક્તિ એવું કંઈક બોલે જે આપણને ગમતું નથી, તો આપણે શાંતિથી તે અપમાન પીવું જોઈએ. તદુપરાંત, આરોપ લગાવનાર વ્યક્તિ માટે પ્રાર્થના કરીશું, "ભગવાન તેને યોગ્ય સમજ આપે." જ્યારે આપણે આ કરીશું, ત્યારે આપણે પણ એક દિવસ ભગવાન શિવ બનીશું. બધા જ્ઞાની ભગવંતોએ તેમના જીવનમાં આ કર્યું છે. તેથી જ તેઓને ‘કલ્યાણ સ્વરૂપ’ કહેવામાં આવે છે.

shiva

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે...

“તમારે ચોક્કસ ઝેર પીવું પડશે. તે તમારું ક્રમિક ખાતું છે, તેથી [ઝેરનો] ગ્લાસ ચોક્કસ તમારી સામે આવશે. પછી ભલે તમે તેને હસતે મુખે પીવાનું પસંદ કરો કે પછી તમે તેને દુઃખી થઈને પીઓ પણ, તમારે તે પીવું પડશે. અરે! જો તમે તેને પીવા જ ન માંગતા હોય તો પણ, લોકો તમને તે બળજબરીથી પીવડાવશે. તેના બદલે, વ્યક્તિને આશીર્વાદ આપતી વખતે, તે હસતે મુખે સાથે કેમ પીતા નથી? આ સિવાય તમે નીલકંઠ કેવી રીતે બની શકશો?"

જેઓ તમને આ ગ્લાસ (અપમાન) આપવા આવે છે, તે ખરેખર તમને અધ્યાત્મમાં ઊંચે ચઢાવવા માટે આવે છે. અને જો તે સમયે તમારો ચહેરો દુઃખી હશે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ એ તક (અપમાન પચાવવાની) ગુમાવી દેશો. આ સંસારમાં જેણે પણ મને ઝેરના ઘુંટડા (અપમાન) આપ્યા છે, મેં તેમને આશીર્વાદ આપતાં હસતાં ચહેરાથી પી લીધું છે, અને મહાદેવ જેવી દશા પ્રાપ્ત થઈ છે.

જો બીજી વ્યક્તિ તમને પીવા માટે કંઈક કડવી વસ્તુ આપે છે અને તમે આશીર્વાદ આપતી વખતે તેને હસતાં ચહેરાથી પીશો, તો એક તરફ તમારો અહંકાર શુદ્ધ થઈ જશે અને તમે મુક્ત થઈ જશો અને બીજી બાજુ, બીજી વ્યક્તિ, જે કડવું પીણું આપે છે, તે પણ પાછો ફરશે. તેને પણ સારું લાગશે. તેને ખ્યાલ આવશે, ‘તેને આ કડવું પીણું પીર્સ્યું, એ મારી નબળાઈ છે અને એ વ્યક્તિ જે તેના ચહેરા પર સ્મિત સાથે પી રહ્યો છે, તે ખૂબ જ શક્તિશાળી છે.

ભગવાન શિવ

પૂજ્ય દીપકભાઈ જ્ઞાનીની દૃષ્ટિએ “શિવ”નો ગૂઢાર્થ સમજાવે છે.

ઓમ નમ: શિવાયથી શિવોહમ શિવોહમ સુધીની અંતિમ દશા

પ્રતિમામાં બતાવેલ ભગવાન શિવ આત્માની ઉપાસના માટેનું પ્રતીક છે. તેથી, અમે કહીએ છીએ “ઓમ નમો: શિવાય!”

જ્ઞાની કહે છે, “આ વાસ્તવિક તબક્કો છે. જો તમારે શિવદશા પ્રાપ્ત કરવી હોય, તો તમારે સ્વયં એટલે કે 'હું કોણ છું' તેનો ખ્યાલ રાખવો પડશે.” જો કે, આપણે પ્રતિમાને ભગવાન માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીને, આપણે સંબંધિત ભાગને (જે આપણે આત્મા સિવાય અન્યને આપણું માનીએ છીએ) વિકસાવી રહ્યા છીએ. પરિણામે, આપણને સાંસારિક સુખો મળશે એટલે કે સારી પત્ની, સારા બાળકો, સારા ધર્મ વગેરે.

પરંતુ, જ્યારે આપણે સ્વયં આત્માનો અનુભવ કરીએ છીએ, ત્યારથી જ આપણો મુક્તિનો માર્ગ શરૂ થાય છે. અને તે પછી, આપણને બાહ્યમાં (ભૌતીકમાં) ઉચ્ચ અને ઉચ્ચતર સ્તર મેળવીશું અને અંદરથી આપણને મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત થશે.

shiva

તેથી, અજ્ઞાની અવસ્થામાં (જીવદશા) કોઈ પોતાને શિવથી અલગ માને છે, કોઈ 'ઓમ નમ: શિવાય' (હું શિવને નમન કરું છું) કહે છે. પરંતુ, આત્માનો બોધ પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિ આત્માની સતત જાગૃતિ પ્રાપ્ત કરે છે, શરીરથી અલગ પડે છે અને પછી તે અનુભવે છે ‘શિવોહમ, શિવોહમ... (હું શિવ છું, હું શિવ છું). હું આત્મા છું અને શરીર નથી. ‘ત્યારબાદ, ભગવાન શિવ અને તેના સાચા સ્વરૂપ એટલે કે આત્મા વચ્ચે કોઈ ભેદ નથી.

પરમ પૂજ્ય દાદાશ્રીએ જૂન ૧૯૫૮માં આત્માની અનુભૂતિ (આત્માનો અનુભવ) પ્રાપ્ત કરી હતી. તે ફક્ત ૨ કલાકમાં જ લોકોને આ જ 'આત્મ સાક્ષાત્કાર' આપતા હતા. પૂજ્ય ડૉ. નીરુમાએ ૧૯૬૮માં પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.

તમે પણ પૂજ્ય દીપકભાઈ દ્વારા 'જ્ઞાનવિધિ'માં હાજરી આપીને આત્માનો અનુભવ કરી શકો છો. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અને પાંચ આજ્ઞા (મૂળ સિદ્ધાંતો)નું પાલન કરીને તમે અંતિમ મુક્તિ (મોક્ષ)ની પ્રાપ્તિ કરી શકશો.

×
Share on