મોક્ષ માટેના પરંપરાગત માર્ગમાં લોકોને તેમના સાંસારિક જીવન અને ભૌતિક સંપત્તિનો ત્યાગ કરવો પડતો હોય છે. તેમાં આંતરિક નબળાઈઓને દૂર કરી અને અહંકારને ઓગાળવા માટે સ્વ નિયંત્રણનો અભ્યાસ કરવો પડે છે અને પછી છેલ્લે આત્મા પ્રાપ્ત થાય છે. અક્રમ વિજ્ઞાનમાં આમાંનું કંઈ જ કરવાની જરૂર નથી.
જ્યારે તમને આ જ જીવનમાં તમામ પ્રકારના દુઃખોથી મુક્તિનો અનુભવ થાય ત્યારે, તમને પહેલા સ્ટેજ નો મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. દુઃખની વચ્ચે પણ તમને અંદરથી જ નિરાકૂળતા(આત્માના આનંદ)નો અનુભવ થશે.
જયારે બધા કર્મો સંપૂર્ણપણે ખલાસ થઈ જાય ત્યારે તમને બીજા સ્ટેજનો મોક્ષ પ્રાપ્ત થઇ જાય છે અને તમે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઇ જાવ છો. આ જ અંતિમ મુક્તિ છે!
પ્રથમ સ્ટેજની મુક્તિ(મોક્ષ) અહીં જ અને અત્યારે જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. શું તમને આ અશક્ય લાગે છે? પણ ના, એવું નથી! હજારો લોકોએ આનો અનુભવ કર્યો છે અને હવે તેમના જીવન બદલાઈ ગયા છે.
અક્રમ વિજ્ઞાન કોઈ પણ પરિસ્થિતિમાં અસરમુક્ત રહેવા માટે સમર્થ બનાવે છે અને આમ પ્રથમ સ્ટેજના મોક્ષનો અનુભવ કરી શકાય છે.
અક્રમ વિજ્ઞાનમાં, જ્યારે જ્ઞાની કૃપાથી આત્મા માટેની સંપૂર્ણ અજ્ઞાનતા જાય છે ત્યારે અંદરથી ફેરફાર થવા માંડે છે.આત્મજ્ઞાન પ્રાપ્તિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા માત્ર બે કલાકમાં જ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જે જ્ઞાનવિધિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ, કશું જ ત્યાગ કરવાનું રહેતું નથી. ‘હું ખરેખર કોણ છું?’ તેની સાચી સમજણ અને દ્રઢ પ્રતીતિ બેસવાથી દરેક સંજોગોમાં વ્યકિત સમભાવ રાખી શકે છે.
અક્રમ વિજ્ઞાનથી સાચી સમજણ પ્રાપ્ત થાય છે જે સાચા વર્તનમાં પરિણામ પામે છે. આ વિજ્ઞાન સમજવામાં સરળ અને આ કાળને અનુરૂપ છે.
જગતને અક્રમ વિજ્ઞાનના માર્ગની ઓળખાણ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપી કે જેઓ 'દાદા ભગવાન' તરીકે પણ ઓળખાય છે.
તેમનું નામ અંબાલાલ મુળજીભાઈ પટેલ હતું, વ્યવસાયે તેઓ કોન્ટ્રેકટર હતા. જૂન ૧૯૫૮ ની એક સાંજે જયારે તેઓ સુરત(ઇન્ડિયા)ના રેલવે સ્ટેશનના બાંકડે બેઠા હતા ત્યારે કુદરતી રીતે જ અધ્યાત્મ માર્ગનું અપૂર્વ અને અદભૂત આશ્ચર્ય સર્જાયું. એક કલાકના સમયગાળા દરમિયાન મળેલ આ સ્વયંભૂ આત્મજ્ઞાનના અંતે તેમને જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો મળી ગયા. 'આ જગત શું છે? તેને કોણ ચલાવે છે ? હું કોણ છું? કર્મ શું છે? બંધન શું છે? મુક્તિ શું ? મુક્તિ કેવી રીતે મળી શકે?" આ આત્મજ્ઞાન દ્વારા તેમને આવા અસંખ્ય પ્રશ્નોના જવાબો મળી ગયા.
“જે સુખ તમે ખોળો છો તે ‘આમાંથી’(સંસારી જીવનમાંથી) નહી મળે. સાચું સુખ આત્મામાં છે. એ સુખનો ‘મેં’ અનુભવ કર્યો છે.”
-દાદાભગવાનતેમના અનંત અવતારોની આધ્યાત્મિક ખોજ અને પ્રયત્નોનું આ પરિણામ હતું. એમને જે પ્રાપ્ત થયું એ તો એક આશ્ચર્ય જ સર્જાયું કહેવાય પણ એ આશ્ચર્યમાં ય આશ્ચર્ય એટલે તેમની પાસે આવનારા મુમુક્ષુઓને પણ એ જ અનુભવ કરાવવાની તેઓની સમર્થતા! તેમની વૈજ્ઞાનિક આત્મ સાક્ષાત્કારની વિધિ કે જે જ્ઞાનવિધિ તરીકે ઓળખાય છે તેના દ્વારા તેઓ આ જ્ઞાન માત્ર બે જ કલાકમાં લોકોને આપતા. હજારો મુમુક્ષુઓએ જ્ઞાનવિધિ દ્વારા તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, અને હજારો પ્રાપ્ત કરી રહ્યા છે. આ આધ્યાત્મિક વિજ્ઞાન 'અક્રમ વિજ્ઞાન' તરીકે ઓળખાય છે.
પરમ પૂજ્ય દાદાશ્રીએ પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈને સત્સંગ અને જ્ઞાનવિધિ કરવા માટે સિદ્ધિ આપી હતી.
હાલમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈએ આ માર્ગને તેમના પ્રત્યક્ષ પ્રશ્નોત્તરી સત્સંગ અને જ્ઞાનવિધિ દ્વારા દુનિયાભરમાં નવા મુમુક્ષઓ સુધી પહોંચાડવાનું કામ ચાલુ રાખ્યું છે.
સાચું જ્ઞાન એ કહેવાય જે દરેક સંજોગોમાં તેની મેળે જ હાજર થાય અને દરેક સમસ્યાનો ઉકેલ આપે. આ વિજ્ઞાન પણ એવું જ છે. આ વિજ્ઞાન તમને તમારી ખરી ઓળખાણ(આત્મા) આપે છે એટલું જ નહી પરંતુ તમને એવી અદ્ભુત સમજણ પણ આપે છે કે જેનાથી તમે તમારા જીવનને જેમ છે તેમ આનંદથી સ્વીકારી શકો અને તમારી આસપાસના લોકો સાથેના તમારા સંબંધોમાં પરિવર્તન પણ લાવી શકો. જીવન પરિવર્તન કરનારા આ વિજ્ઞાનની ઝાંખી પ્રાપ્ત કરવા માટે, નીચેના વિષયો પર અચૂક એક નજર ફેરવો:
subscribe your email for our latest news and events