મનનું વિજ્ઞાન

મુકિતની શોધમાં પડેલા ઘણા મુમુક્ષુઓ એવી અણસમજણમાં હોય છે, કે મન આપણું દુશ્મન છે અને મોક્ષ પ્રાપ્તિ માટે તેનો નાશ થવો જ જોઈએ. બીજી બાજુ મન જયારે સારા-ખરાબ અસંખ્ય વિચારો બતાવ્યા કરે ત્યારે સામાન્ય માણસો મનને મારી નાખવાનો વિચાર કરે છે. જોકે મનને મારી નાખવાથી વ્યકિત બેધ્યાન બની જાય છે, જે કોઈપણ પરિસ્થિતિનો ઉકેલ લાવનારી સમયસુચકતા અથવા સૂઝને મારી નાખ્યા બરાબર છે. તો આપણે મનની સાથે કેવી રીતે વર્તવુ જોઈએ? તે સમજવા માટે આપણે મનનું વિજ્ઞાન જાણવું પડશે. આપણે મનુષ્યનાં મનને સમજવું પડશે.

પરમ પૂજ્ય દાદાશ્રીએ મન શું છે અને મનનો સ્વભાવ કેવો છે તેના વિશે અતિસુંદર વૈજ્ઞાનિક ફોડ પાડ્યો છે. તેમણે ખુલ્લું કર્યું છે કે મન એ મોક્ષે જવાનું નાવડું છે. તેમના આધ્યાત્મિક વિજ્ઞાને અહીં એ રહસ્ય ખુલ્લું કર્યુ છે કે કેવી રીતે મન એ સીધા સડસડાટ મોક્ષે જવા માટેનું માર્ગદર્શક એવુ જીપીએસ (GPS) છે! પરંતુ સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે માણસનું મન કેવી રીતે કામ કરે છે?

માણસનું મન કેવી રીતે કામ કરે છે? અને કેવી રીતે તે અંતર શાંતિ લાવી શકે તેની વૈજ્ઞાનિક સમજણ માટે આગળ વાંચો.

 

મનનું વિજ્ઞાન

મન નાવડા જેવું છે. શું મન મોક્ષનું કે બંધનનું કારણ છે? શું તમે જાણો છો મનને કેવી રીતે વશ કરવું? તો મનમાં આવતા વિચારોનો ઉકેલ મેળવો આ વીડિયોમાં.

Top Questions & Answers

 1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
 2. મન અને જીવન, તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
 3. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકુ?
 4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
 5. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
 6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
 7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબુમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
 8. મન કેવી રીતે કાર્ય કરે છે?
 9. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
 10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે?શું મન કાબુમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?

Spiritual Quotes

 1. મન એટલે ગયા ભવનો સ્ટોક. તે આ ભવમાં ઉદયમાં આવે. જૂનું મન ડિસ્ચાર્જ થતું જાય ને નવું મન ચાર્જ થતું જાય. ડિસ્ચાર્જ એટલે નિરંતર એક્ઝોસ્ટ થયા કરે તે.
 2. મનનો નાશ નથી કરવાનો, મનને જુદું રાખવાનું છે
 3. માઇન્ડ વ્યગ્ર થઇ ગયું હોય તેથી એકાગ્રતાની દવા ચોપડે, પણ તે તો તેનાથી રોગ મટે પણ મોક્ષનું કશું વળે નહીં. આ તો માઇન્ડ નિરંતર વશ રહ્યા કરે, ત્યારે રોગ મટયો કહેવાય. નિરંતર વશ, એટલે આઘુંપાછું થાય નહીં. 
 4. સંતોષ હોય, ત્યાં મહીંલા બધા માથુરાઓ ચુપ. મનના નિગ્રહની જરૂર નથી, મનને જ્ઞાનથી વશ કરવાની જરૂર છે. અનંત અવતારથી મન વશ કરવા મથ્યા, છતાં ન થયું મન વશ કદી.  
 5. ક્લેશરહિતનું મન થયું તે 'મોક્ષ'. ક્લેશ સાથેનું મન તે 'સંસાર'.
 6. મન રડારની પેઠ કામ કરી રહ્યું છે. મનનો નાશ કરવા જાય તો 'એબ્સંટ માઈન્ડેડ' થઈ જાય. મન તો મોક્ષે લઈ જાય. એને કાઢવાનું ના હોય. મન ભય બતાડે ત્યારે 'શુદ્ધાત્મા'ની ગુફામાં પેસી જવું.
 7. ચિત્તને જ શુદ્ધ કરવાનું છે. મન તો કશું બગડ્યું નથી. મનનો સ્વભાવ જ છે, અવળું-સવળું બધું દેખાડવું. ચિત્ત જ બગડ્યું છે, ને ભટક, ભટક, ભટક, ભટક... કર્યા કરે છે અને પાછી ટિકિટ કશી લેવાની નહીં. એ તો ખુદાબક્ષ!
 8. જ્ઞાનીને સ્વ મન સંપૂર્ણ વશ વર્તે.
 9. મનને તો શું પણ કોઈને મારીને મોક્ષે જવાય? મન ભલે ને જીવે. એ એના સ્થાનમાં ને ‘આપણે’ આપણા સ્થાનમાં.
 10. જ્ઞાનીને મન વશ થાય તો જ પ્રગતિ થાય આત્માંર્થીની. તો જ જ્ઞાનીએ ચીંધેલા માર્ગે ચાલી શકે.

Related Books

×
Share on
Copy