સંબંધોમાં સમસ્યાઓ : દોષ જોવાનું બંધ કરી દો

આપણને વ્યવહારમાં શામાટે સમસ્યાઓ ઊભી થાય છે? વ્યવહારમાં કેવીરીતે મતભેદ નિવારવા? ઘરમાં કેવી રીતે સુખી રહેવું? લોકોને ખબર જ નથી ઘરમાં કેવીરીતે રહેવું? પોતે ઘરમાં કોઈનીય ભૂલો બતાવવી ના જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે."

"જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે."

બીજાનાં દોષો જોવાનું કેવીરીતે બંધ કરવું? કોઈ પણ વ્યકિત નિર્દોષ દ્રષ્ટિ કેવીરીતે પામી શકે? નીજ સ્વરૂપની અજ્ઞાનતાનાં કારણે વ્યક્તિ હમેંશા બીજાના દોષ જુએ છે અને પોતાના દોષ જોઈ શક્તો નથી.

આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તમે પણ અંતરશાંતિ અને સુખ નો અનુભવ કરી શકો છો.

 

નિર્દોષ દ્રષ્ટિ

નિર્દોષ દ્રષ્ટિ એટલે કોઈ દોષિત નથી, મારું જ કરેલું મને ફળ આવે છે. જેમ પહાડ પરથી કાંકરો પડીને વાગ્યો તો કોઈને ગુનેગાર ગણતા નથી, તેમ જીવતા માણસોથી આપણને કંઈ વાગ્યું તોય વાંક કાઢવો નહી એનું નામ નિર્દોષ દ્રષ્ટિ. નિર્દોષ જોવાની દ્રષ્ટિ મેળવો પૂજ્ય દીપકભાઈ દ્વારા.

Spiritual Quotes

  1. દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે.
  2. ટીકાથી તમારી જ શક્તિઓ વેડફાય છે.
  3. ભૂલ કબૂલ કરી કે ભઈ, આ ભૂલ મારી થયેલી છે બા. ત્યારથી શક્તિ બહુ વધતી જાય.
  4. પોતાનો દોષ દેખાય ત્યારથી સમકિત થયું કહેવાય. પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે પોતે જાગૃત થયો છે.
  5. ભૂલનો સ્વભાવ કેવો છે કે દેખાય એ જતી રહે
  6. જાગૃત થયા એટલે બધી ખબર પડે અહીં ભૂલ થાય છે, આમ ભૂલ થાય છે. નહીં તો પોતાને પોતાની એકુંય ભૂલ જડે નહીં
  7. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ (તમે જ તમારે પોતાને માટે સંપૂર્ણ જવાબદાર છો) પોતે જ પોતાનો ઉપરી છે
  8. જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે.
  9. જેણે એક વખત નક્કી કર્યું હોય કે મારામાં જે ભૂલ રહી હોય તેને ભાંગી નાંખવી છે, તે પરમાત્મા થઈ શકે છે.
  10. શુદ્ધ ઉપયોગીને કોઈ કર્મ અડે નહીં.

Related Books

×
Share on
Copy