Related Questions

લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?

લક્ષ્મીજી ક્યાં વસે?

લક્ષ્મીજી શું કહે છે? જે એકસો જણને સીન્સિયર રહે છે ત્યાં મારો વાસ હોય છે. વાસ એટલે દરિયો ઊભરાય તેમ લક્ષ્મીજી આવે. જ્યારે બીજે બધે મહેનત જેટલું જ ફળ મળ્યા કરે. સીન્સિયર એટલે શું? કઈ રીતે સીન્સિયર કહેવાય? ત્યારે કહે, મનને ઓળખી લો. એની સીન્સિયારિટી કેવી છે, એનો વિસ્તાર કેવો છે તે ઓળખી લો.

મહેનતથી કમાતા નથી. આ તો મોટા મનવાળા કમાય છે. આ જે શેઠિયાઓ હોય છે તે શું મહેનત કરે છે? ના, એ તો રાજેશ્રી મનવાળા હોય છે. મહેનત તો એમનો મુનિમજી જ કર્યા કરે ને શેઠિયાઓ તો લહેર-પાણી કર્યા કરે.

મન તો દૈવી હોવું જોઈએ. દૈવી મન એટલે અપકારી ઉપર ઉપકાર કરે તે. સામો આપણું ખાઈ ગયો હોય ને ઉપરથી આપણને મૂરખ કહેતો હોય. પણ જ્યારે તે સંયોગોમાં સપડાય ત્યારે દૈવી મનવાળો જ એને મદદ કરે. દૈવી મનવાળો દેવગતિ બાંધે.

Reference: Book Excerpt: આપ્તવાણી ૧ (Page #76 - Paragraph #5, Page#77 - Paragraph #1 to Paragraph #2)

લક્ષ્મીજી

પ્રશ્નકર્તા: લક્ષ્મીજીના કાયદા શા છે?

દાદાશ્રી: લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે એટલે પછી લક્ષ્મીજી કયાંથી રાજી રહે? પછી તું લાખ લક્ષ્મીજી ધો ને! બધાં ય ધૂએ છે. ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે?

પ્રશ્નકર્તા: ના, દાદા, ત્યાં તો કોઇ લક્ષ્મીજીને ધોતું નથી.

દાદાશ્રી: તો ય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં! એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે? દહીમાં ય ધૂએ છે અહીં હિંદુસ્તાનમાં. લક્ષ્મીજીને બધા ય ધો ધો કરે છે ને કોઇ કાચા નથી. મને ય લોકો કહેવા આવે છે કે, 'તમે લક્ષ્મીજી ધોઇ કે નહીં?' મેં કહ્યું, 'શાના માટે?' આ લક્ષ્મીજી જયારે ભેગાં થાય છે ત્યારે અમે કહી દઇએ છીએ કે વડોદરે, મામાની પોળ, ને છઠ્ઠું ઘર, જયારે અનુકૂળ આવે ત્યારે પધારજો; અને જયારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો, એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. અમે એવું ત્યાં આગળ ના કહીએ કે, 'અમારે એની જરુર નથી.'

લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને 'નહીં, નહીં' કરે છે. તેનાથી એમના કેટલાય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ; નહીં તો અડવાય નહીં મળે. તરછોડ ના મરાય. કોઇ વસ્તુને તરછોડ મરાય એવું નથી. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શને ય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાં ય 'જય સચ્ચિદાનંદ' ને જતાં ય 'જય સચ્ચિદાનંદ' કરીએ છીએ. આ ઘર તમારું છે, જયારે અનુકૂળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. લક્ષ્મીજી કહે છે, 'આ શેઠિયા અમારી પાછળ પડયા છે તે એમના પગ છોલાઇ ગયા છે. તે પાછળ પડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું આમાં તો ઢીંચણ છોલાય છે પણ ત્યારે તો અમે ફરી ઇશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઇને દોડે છે. એટલે એમને અમારે માર માર કરવાના છે. એમને બધે છોલીને લોહી-લુહાણ કરી નાખવા છે. એમને સોજા ચઢયા છે છતાં સમજણ નથી ખૂલતી!' બહુ પાકાં છે લક્ષ્મીજી તો!

Related Questions
 1. ભગવાન ક્યાં છે?
 2. શું ભગવાને આ જગતની રચના કરી છે?
 3. શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશે ભેગા મળીને આ જગતની રચના કરી છે?
 4. શું ભગવાનના કોઈ ગુણો છે?
 5. ભગવાનનો પ્રેમ કેવી રીતે સંપાદિત કરવો?
 6. શું ભગવાનની ભકિત કે ભગવાનમાં શ્રધ્ધા આપણને મુકિત આપી શકે?
 7. શું ભગવાન બધા પાપોની ક્ષમા આપી શકે? સાચુ સુખ શું છે?
 8. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
 9. ભગવાન પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી?
 10. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
 11. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
 12. સરસ્વતી માતા શું સૂચવે છે?
 13. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
 14. શું ભગવાન બ્રહ્માંડના સ્વામી છે? જીવનમાં બંધંનોથી કેવી રીતે મુક્ત થઈ શકાય? મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on
Copy