એડજસ્ટ એવરીવ્હેર : સુખી થવાની માસ્ટર કી

સંસારનો અર્થ જ સમસરણ માર્ગ એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે. પરંતુ આશ્ચર્યજનક રીતે, આ જ વસ્તુમાં લોકો સૌથી વધારે વિરોધ કરે છે.  જો આ પરિવર્તન પરમેનન્ટ હોય તો શું આપણે જાણવું ન જોઈએ કે આપણે આ બદલાવને કેવી રીતે સ્વીકારવો, પરિવર્તન ને કેવી રીતે એડજસ્ટ થઈ જવું? જન્મ્યા ત્યાંથી જ મરતાં સુધી એડજસ્ટમેન્ટ લેવાં પડે, આપણે ડગલે ને પગલે એડજસ્ટમેન્ટ લેવા પડે છે. આપણે બધા જ જીવનમાં ઘણીવાર ના ગમતા સંજોગોમાં મને-કમનેએડજસ્ટ થયા છીએ. જેવાકે વરસાદમાં છત્રી વાપરીને, આપણે વરસાદનો વિરોધ કે દલીલ કરતા નથી. એવી જ રીતે, ભણવાનું ગમે કે ના ગમે પણ એડજસ્ટ થઈને ભણવું જ પડે ! જોકે જ્યારે કોઈ વાકાં લોકોની વાત આવે ત્યારે આપણે કોઈ પણ રીતે માત્ર પ્રશ્ન પૂછીને, દલીલ કરીને કે વિરોધ કરીને જ નહીં પણ ઘણીવાર આપણે મતભેદ સાથે અંત લાવીએ છીએ. આવું શા માટે?

પરમ પૂજ્ય દાદાશ્રી'એડજસ્ટ એવરીવ્હેર'ની 'ટોપ' ની સમજણ ખુલ્લી કરી છે, જે નિરંતર પરિવર્તન પામતા સંજોગોને પહોંચી વળવામાં મદદ કરે છે અને મતભેદ અટકાવીને સુખ અને શાંતિ સ્થાપે છે. આ સરળ છતાં પાવરફુલ સોનેરી સૂત્ર તમારું જીવન બદલાવી નાખશે ! કેવી રીતે ? તે માટે આગળ વાંચો

 

એડજસ્ટ એવરીવ્હેર

આપણા મનની શાંતિ માટે એડજસ્ટ થવાનું છે. આપણી આખી લાઈફ એ પણ એક એડજસ્ટમેન્ટ છે. વ્યવહાર ને સરળ અને શાંતિમય બનાવવા માટે શીખો કળા એડજસ્ટમેન્ટની. જેને મોક્ષે જવું હોય એ થાય એડજસ્ટ. એડજસ્ટમેન્ટ લેવાની કળા જાણો પૂજ્ય નીરુમા દ્વારા.

Spiritual Quotes

  1. સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ 'એડજસ્ટ' થતાં તો આવડવું જ જોઈએ.
  2. સામો 'ડિસ્એડજસ્ટ' થયા કરે ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. 'એડજસ્ટ એવરીવ્હેર.'
  3. સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે.
  4. દરેક જોડે 'એડજસ્ટમેન્ટ' થાય, એ જ મોટામાં મોટો ધર્મ.
  5. જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ.
  6. જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી, એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો.
  7. જેટલાં 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય.
  8. ભૂલ ભાંગે તો 'એડજસ્ટ' થાય.
  9. વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે 'એડજસ્ટ એવરીવ્હેર' થયો !
  10. એવું છે ને, કે વ્યવહારમાં 'ટોપ'નું સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર છોડનાર છે ?

Related Books

×
Share on
Copy