હું કોણ છું? : સ્વયંને કેવી રીતે ઓળખવું?

શું તમે તમારી જાતને ક્યારેય પુછ્યું છે કે, ‘ખરેખર હું કોણ છું?’ શું હું એક પિતા, એક પતિ, એક મિત્ર, એક એંજિનિયર, એક મુસાફર છું? હકીકત એ છે કે, પુત્રના આધારે તમે એક પિતા છો. પત્નીના આધારે તમે એક પતિ છો. ટ્રેનના આધારે તમે મુસાફર છો. તો તમારી બધી ઓળખાણ, જે તમે તમારી જાત વિષે માનો છો, તે બધી જ બીજાના આધારે છે. તો પછી તમે પોતે કોણ છો? એક પિતા, એક પતિ કે એક મુસાફર?


‘હું કોણ છે?’ તે પ્રશ્નનો જવાબ ના મળવાથી, તમે પોતાની નવી ઓળખાણ બનાવતા રહો છો, પરિણામે તમે તમારા સાચા સ્વરૂપથી વધુ દૂર જતા રહો છો. પોતાનું સાચું સ્વરૂપ ન જાણવાથી આ જીદંગીના બધા દુઃખો ઉભા છે. જ્યાં સુધી તમે તમારા સાચા સ્વરૂપને નથી ઓળખતા ત્યાં સુધી તમે તમારી જાતને એ નામથી માનો છો જે તમને આપવામાં આવેલું હોય છે.


તો તમે કોણ છો? ખરેખર, તમે કે શાશ્વત આત્મા છો. પાછલા અનંત જન્મોથી આત્મા અજ્ઞાનનાં પડદા પાછળ છુપાયેલો છે. જેના લીધે આપણને સાચા સ્વરૂપનો અનુભવ થતો નથી. જ્ઞાનીપુરુષની કૃપાથી, હવે તમારા ખરા સ્વરૂપને એક વૈજ્ઞાનિક પ્રયોગ, જ્ઞાન વિધિ દ્વારા ઓળખવું શક્ય છે. ત્યારબાદ માત્ર શુદ્ધાત્માની સમજણ નહિ જ પરંતુ, તમે તમારી ખરી શાંતિનો અનુભવ કરી શકશો.


“હું કોણ છું” વિશે વધુ જાણવા માટે ઉત્સુક છો, તો વિશે વધુ વાંચો અહી.

પોતાના સ્વરૂપની ઓળખાણ

દેહ અને આત્મા જુદા છે. 'હું કોણ છું ?' એવું પોતાનું સ્વરૂપ જાણવામાં આવે તો બહારની ચિંતા કે ઉપાધિ હોવા છતાં અંદરથી શાંતિ રહે. તો જાણો પોતાના સ્વરૂપને પૂજ્ય નીરુમા દ્વારા.

Spiritual Quotes

  1. જ્ઞાનવિધિ તો સેપરેશન કરે છે (છૂટું પાડે છે) પુદ્ગલ અને આત્માનું ! શુદ્ધ ચેતન અને પુદ્ગલ, બેનું સેપરેશન.
  2. જ્ઞાની પુરુષ આત્માના ગુણધર્મ જાણે છે ને અનાત્માના યે ગુણધર્મ જાણે છે. એટલે જ્ઞાની પુરુષ આને છૂટૂં પાડી આપે તો આત્માની ઓળખાણ થાય.
  3. જ્ઞાન અને જ્ઞાનીની કૃપા સિવાય શુદ્ધાત્માનુભવ પ્રાપ્ત કરવાની બીજી કોઈ રીત નથી. જ્ઞાન પ્રાપ્ત થતાંની સાથે જ અનુભવ, લક્ષ અને પ્રતીતિ ઉત્પન્ન થાય. આગળ જતા પ્રતીતિ નિરંતર રહે છે, જે  ક્યારેય જતી નથી.
  4. "ધી વલ્ડૅ ઈઝ ધી પઝલ ઇટસેલ્ફ." ગોડ હેઝ નોટ ક્રીયેટેડ ધીઝ પઝલ. "ધેર આર ટુ વ્યુપોઇન્ટસ્‍ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રીલેટીવ વ્યુપોઈન્ટ એન્ડ વન રીયલ વ્યુપોઇન્ટ. રીયલ ઈઝ પરમેનન્ટ, રીલેટીવ ઈઝ ટેમ્પરરી. ઑલ ધીસ રીલેટીવ્સ આર ટેમ્પરરી  એડજસ્ટમેન્ટસ અને તમે પોતે પરમેનન્ટ છો!"
  5. મોક્ષ એટલે પોતાના સ્વભાવ આવવું તે. અને સંસાર એટલે પોતાના વિશેષ ભાવમાં જવું તે. એટલે કયું સહેલું ? સ્વભાવમાં રહેવું તે. એટલે મોક્ષ અઘરો ના હોય. હંમેશાં ય સંસાર અઘરો હોય છે.
  6. 'હું કોણ છું' નું ભાન થાય તો My છૂટી જાય. My જો છૂટ્યું તો બધું છૂટ્યું. My ઈઝ રિલેટીવ ડિપાર્ટમેન્ટ એન્ડ I ઈઝ રીયલ. એટલે I ટેમ્પરરી હોય નહીં, I ઈઝ પરમેન્ટ. My ઈઝ ટેમ્પરરી. એટલે આમાં તમારે I ખોળી કાઢવાનો છે.
  7. પરમાત્મા છે ? પરમાત્મા છે જ અને તે તમારી પાસે જ છે. બહાર ક્યાં ખોળો છો, પણ કોઈ આપણને એ દરવાજો ખોલી આપે તો દર્શન કરીએ ને ! એ દરવાજો એવો વસાઈ ગયો છે, કોઈ દહાડો પોતાથી ખોલાય એવો છે જ નહીં. એ તો પોતે તર્યા હોય એવા તરણતારણહાર જ્ઞાની પુરુષનું જ કામ છે.
  8. 'તારો ઉપરી વર્લ્ડમાં કોઈ નથી. તારાં ઉપરી તારાં બ્લંડર્સ અને તારી મિસ્ટેકો છે. એ બે નહીં હોય તો તું પરમાત્મા જ છે.'
  9. તે આ લિફટમાર્ગમાં જે બેસી ગયા, તેનું કલ્યાણ થઈ ગયું. હું તો નિમિત્ત છું. આ લિફટમાં જે બેઠાં એનો ઉકેલ આવી જાય ને ! ઉકેલ તો લાવવો જ પડશેને ? આપણે મોક્ષે જવાના જ છીએ, તે લિફટમાં બેઠાની ખાતરી પાછી થવી જોઈએ કે ના થવી જોઈએ ? એની ખાતરી એટલે ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં, આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય.
  10. પહેલા સ્ટેજમાં, પહેલો મોક્ષ એટલે સંસારી દુઃખનો અભાવ વર્તે. સંસારના દુઃખમાંય દુઃખ અડે નહીં, ઉપાધિમાંય સમાધિ રહે, એ પહેલો મોક્ષ. અને પછી આ દેહ છૂટે ત્યારે આત્યંતિક મોક્ષ છે. પણ પહેલો મોક્ષ અહીં થવો જોઈએ.

Related Books

×
Share on
Copy