અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
એવું કહેવાય છે કે સમયના આ ચક્રમાં (આ કળિકાળમાં) જ્ઞાની પુરુષ હોતા નથી. પરંતુ એવું નથી. શાસ્ત્રોનાં જ્ઞાની ને જ્ઞાની ના કહેવાય,જ્ઞાની પુરુષ પોતે તો મુક્ત પુરુષ જ હોય પણ બીજા કેટલાયને મુકિત આપી શકે તેવા સામર્થ્યવાન હોય છે. સાંસારિક બંધનોથી મુક્ત જ્ઞાનીપુરુષ જ બીજાને મુક્ત કરવા સામર્થ્યવાન હોય છે. શાસ્ત્રો વાંચવાથી મોક્ષ મળતો નથી, પછી ભલે એ શાસ્ત્રો પોતે જ જ્ઞાની નાં શબ્દોમાં હોય. આત્મજ્ઞાનમાત્ર પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરીથી જ પામી શકાય છે. એવા જ્ઞાની પુરષ ખૂબ નજીકના ભૂતકાળમાં આપણી વચ્ચે હયાત હતાં, એમનું નામ છે અંબાલાલ મૂળજીભાઇ પટેલ (જે વ્હાલથી "દાદાશ્રી" અથવા "દાદા ભગવાન" તરીકે જાણીતા છે.)
પરમ પૂજય દાદાશ્રી વારંવાર કહેતા કે "જ્ઞાની પુરુષ અને ગુરુમાં તો બહુ ફેર! ગુરુ એટલે જેમને હજુ આત્મા પ્રાપ્ત થયેલો ના હોય, પણ પુણ્યકર્મમાં અટવાયેલા હોય અને મુકિતનાં માર્ગ પર હોય. હમેંશા ગુરુ સંસારને રૂપાળો કરવા માટે જ કરવામાં આવે છે પણ મુકિત માટેતો, (આત્મજ્ઞાની) જ્ઞાનીપુરુષ સિવાય મુકિત નથી."
જ્ઞાનીપુરુષનાં કેટલાંક ગુણો નીચે દર્શાવેલા છે. આ બધાં જ ગુણો તમને પરમ પૂજ્ય દાદાશ્રી, પૂજય નીરુમા અને પૂજ્ય દીપકભાઇમાં અચૂક જોવાં મળશે.
જ્ઞાનીપુરુષ આત્માના ગુણધર્મ જાણે છે ને અનાત્માના યે ગુણધર્મ જાણે છે એટલે બંનેને છુટા પાડી શકે છે.
subscribe your email for our latest news and events