ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા છે. આપણી અંદરનો "આત્મા" એ જ પરમાત્મા છે. એ ચામડાની આંખથી ના દેખાય. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય, દિવ્ય દૃષ્ટિ મળે, "આત્મવત્ સર્વભૂતેષુ" એટલે દરેક જીવમાં આત્મા જોવાની દૃષ્ટિ ખૂલે પછી એ પરમાત્માનો અનુભવ થાય.
સામાન્ય માણસ ભગવાનને પોતાની કલ્પનાથી ઓળખે છે. ભગવાન ઉપર આકાશમાં રહે છે તેમ માને છે. ભગવાનને મંદિરમાં, તીર્થસ્થાનોમાં ખોળે છે, પણ ભગવાન મળતા નથી.
સંત કબીર પણ ભગવાનને શોધવા નીકળી પડ્યા હતા. લોકોએ કહ્યું કે કાશી વિશ્વનાથમાં ભગવાન છે, ત્યાં જાઓ. તો તેઓ ત્યાં ગયા અને ભગવાનની સામે બેસી રહ્યા. પણ તેમને થયું કે ભગવાન બોલ્યા નહીં, કે હસ્યા પણ નહીં. એટલે અહીં ભગવાન જેવું લાગતું નથી, એમ કરીને પાછા ફર્યા. પાછું કોઈને પૂછ્યું કે ભગવાન ક્યાં છે તો કોઈ કહે, રામેશ્વરમાં. પણ ત્યાંયે ભગવાન મળ્યા નહીં. એમ કરતા કરતા તેઓ દ્વારકા, જગન્નાથપુરી બધે ગયા અને ફરી ફરીને થાકી ગયા. છેવટે સંત કબીરને ગુરુ રામદાસ મળ્યા, જેમણે સમજણ પાડી કે, “ભગવાન તારી મહીં જ છે!”. ત્યારે સંત કબીર તરત જ ત્યાં બોલી ઊઠ્યા;
“મૈં જાનૂં હરિ દૂર હૈ, હરિ બસે હૃદય માહિં।
આડી ત્રાટી કપટકી, તાસે દિસત નાહી।।”
ભગવાન ઉપર બેઠા છે, મંદિરમાં મૂર્તિમાં બેઠા છે કે ફોટામાં બેઠા છે, એ બધી અજ્ઞાન માન્યતા છે. જ્ઞાનથી ભગવાનની નિકટ જવાય અને અજ્ઞાનથી ભગવાનથી દૂર જવાય. હું દેહધારી છું, નામધારી છું, એ જ મોટું અજ્ઞાનનું આવરણ છે, જેનાથી ભગવાનનો સાક્ષાત્કાર નથી થતો.
અખા ભગતે પણ કહ્યું છે કે,
“તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”
ભગવાન આપણું જ સ્વરૂપ છે, આપણાથી જુદા નથી. જ્યાં સુધી “તું” ભગવાન ને “હું” તારો ભક્ત એવી જુદાઈ છે, ત્યાં સુધી ભગવાન ભેગા ના થાય. જ્યારે જુદાઈ મટી જાય, ભગવાન સાથે એકતા થાય, અભેદતા થાય, ત્યારે ભગવાનનો અનુભવ થાય.
ભક્તિકવિ નરસિંહ મહેતાએ કહ્યું છે,
“જ્યાં લગી આતમ તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.”
મીરાંબાઈએ પણ કહ્યું છે કે,
“આત્માને ઓળખ્યા વિના રે, લખ ચોરાશીના ફેરા કેમ રે ટળશે?”
ઈશ્વર અને આત્મા બંને એક જ વસ્તુ છે. આપણો આત્મા એ પરમાત્મા. તે પૂર્ણ ભગવાન છે. ભગવાન અંશ સ્વરૂપ પણ નથી, તેમના ટુકડા ના થાય. આત્મા પૂર્ણ સ્વરૂપે છે. દરેક જીવમાત્રની અંદર આત્મા જુદો છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.
આત્માનો અનુભવ કરવો હોય તો અનુભવી જ્ઞાનીની પાસે જવું પડે. જ્ઞાની આપણને “સંજોગોથી પર એવો હું આત્મા છું” એવી રાઈટ બિલીફ બેસાડી દે. પછી એ આપણી જાગૃતિમાં રહ્યા જ કરે.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
