સીમંધર સીટી : આધ્યાત્મિક પ્રગતિનું સ્થાન

સીમંધર સીટી શું છે?

તે ૩૫ એકર માં ફેલાયેલ, કુલ ૬૦૦ મહાત્મા (જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે)નાં કુટુંબો ને સીંગલ રૂમ, ફ્લેટો, ટ્વીન બંગલાઓ, બંગલાઓ વગેરે માં આવાસી/સેવા સુવિધા આપતી સ્વપ્નનગરી છે. તે શાંતિ, શાશ્વત સુખ, અને આત્મજ્ઞાન ને આખા જગત માં ફેલાવતું વિશાળ આધ્યાત્મિક નગર છે.

સીમંધર સીટીનો પરિચય

પરમ પૂજ્ય દાદાશ્રીની ભાવના હતી કે એવું કોઈ નગર હોય કે જ્યાં આત્મજ્ઞાન પામેલા આત્માર્થીઓ સાથે રહીને આધ્યાત્મિક પ્રગતિ કરી શકે. આ ભાવના સાકાર થઇ પૂજ્ય નીરુમાની પ્રેરણા તથા આશીર્વાદથી, સીમંધર સીટી દ્વારા.

પરમ પૂજ્ય દાદાશ્રી ની ઈચ્છા હતી  -

"મહાત્માઓ (જેમણે દરેકે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે) સાથે રહેતા હોય તેવું એક શહેર તેમને સરળતાથી પરમ દશા પામવામાં સહાયક થશે. આવું આધ્યાત્મિક વાતાવરણ, તેમને ભગવાન શ્રી સીમંધર સ્વામીની ભક્તિ વધારવા માં અને પાંચ આજ્ઞા (આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપવામાં આવે છે) પાળવામાં અને પરિણામે મોક્ષ મેળવવામાં મદદરૂપ થશે."

પૂજ્ય નીરુમાએ તેમની આ ઈચ્છા પૂરી કરી અને ૨૯ ડીસેમ્બર ૨૦૦૨ ના રોજ આ શહેર નું ઉદઘાટન થયું.

સીમંધર સીટીમાં પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈનાં રહેઠાણ "વાત્સલ્ય" અને બ્રહ્મચારી ભાઈઓ/બહેનો, જેમણે આખા વિશ્વમાં અક્રમ વિજ્ઞાનનો પ્રસાર કરવા પોતાનું જીવન સમર્પણ કર્યું છે તેમના રહેઠાણ 'આપ્તસંકુલ' નો સમાવેશ થયેલ છે.

આ સીમંધર સીટી, ઝળહળતી લાઈટોથી પ્રકાશિત સ્વચ્છ ડામર/કોન્ક્રીટનાં રસ્તાઓ, લેન્ડ સ્કેપિંગથી બનાવેલા સુંદર નાના, મોટા બગીચાઓ, જુદી જુદી રમતો રમવા માટેનાં 'પ્લે ગ્રાઉન્ડ', ફૂલ-છોડ, અને વૃક્ષોની હારમાળાથી સુંદર રીતે આયોજિત થયેલું છે.

સીમંધર સીટીમાં તળાવ, ચાલવા માટેનાં રસ્તા, ક્લબ હાઉસ, ૨૪ કલાક ATM સગવડવાળી બેંક, આવશ્યક વસ્તુઓ ની દુકાન, આરોગ્ય કેન્દ્ર, પાઈપલાઈન ગેસ, ઝડપી ઈંટરનેટ અને ઇન્ટરકોમની સુવિધાઓ ઉપલબ્ધ છે.

તદુપરાંત, આધ્યાત્મિક પ્રગતિ સાધવા, દુનિયાનાં જુદા જુદા ભાગો માંથી આવેલા બધા રહેવાસીઓ, આ શહેર એક મોટુ કુટુંબ હોવાની ભાવના નો અનુભવ કરે છે.

ટૂંકમાં આ શહેર એ  સ્વચ્છ શહેર, હરિયાળા શહેર, શુદ્ધ શહેરનો પર્યાય છે.

આ સીમંધર સીટી એટલે મહાત્માઓ માટે સમાન સુવિધાઓ સાથેનું ખુબ મોટું બીજું નગર (સીમંધર સીટી સબ-ડીવીઝન II )નું બાંધકામ પૂરું થવા ના જુદા જુદા તબક્કા માં છે.

સીમંધર સીટીને 360 ડિગ્રી પેનોરમા દ્વારા નિહાળો

આ મહાન આધ્યાત્મિક શહેરમાં કેમ પહોંચવું?

સીમંધર સીટી, અમદાવાદ શહેર (ગુજરાત, ભારત) થી આશરે ૨૦ કિલોમીટર અને અમદાવાદ એરપોર્ટ થી આશરે ૧૮ કિલોમીટર દૂર આવેલું છે.

See map Simandhar City Map

×
Share on
Copy