આત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ

એવા ક્યાં કારણો છે કે જે કોઈ વ્યકિતને એટલો હતાશામાં લાવે છે કે, જેથી તે આત્મહત્યા કરવા પ્રેરાય છે? જો કોઈ હતાશામાં હોય તો આપણે તેને કેવી રીતે મદદ કરી શકીએ? જો કોઈ વ્યક્તિ હતાશામાં હોય તો આધ્યાત્મિક સમજણ તેને કેવી રીતે મદદ કરી શકે?

જે લોકો હતાશાથી પીડાતા હોય છે, તે માત્ર અંધકારમાં જ ડૂબેલા નથી હોતા પરંતુ તેઓ જબરજસ્ત અંતરદાહનો સામનો કરતા હોય છે કે જે તેમને શારીરિક રીતે પણ  દુઃખી કરે છે. આને જ ઉદ્વેગ કહે છે. જયારે કંઈ પણ મર્યાદાની બહારનું થાય છે, કે જયારે બધું જ અતિશય થાય ત્યારે ઉદ્વેગ શરુ થાય છે. જયારે કોઈ વ્યકિત ઉદ્વેગ અનુભવે છે, ત્યારે તે પોતાને કે બીજાને નુકશાન પહોંચાડે છે.

જયારે લોકો હતાશાથી પીડાતા હોય ત્યારે, પોતાની અંતરસુઝ ગુમાવી બેસે છે. તેઓ પોતાની જાતનું ભાન તેના હેતુ સાથે ગુમાવે છે. તેઓ એવું માનવા લાગે છે કે હવે ફરી ક્યારેય સુઝ નહિ આવે, પરંતુ ત્યાં આશા છે અને આશા આ સુંદર જ્ઞાનમાં છે કે જે પરમ પૂજ્ય દાદાશ્રીએ આ જગતને અર્પ્યું છે.

પરમ પૂજ્ય દાદાશ્રીનું આધ્યાત્મિક વિજ્ઞાન એટલું દિવ્ય છે કે તે વ્યક્તિ કે જે હતાશાથી પીડાય છે તેને માત્ર દિલાસો જ નથી આપતું પરંતુ તે મુદ્દા ને જ સંપૂર્ણપણે મિટાવી દે છે. અજ્ઞાન જ સર્વ દુઃખોનું મૂળ કારણ છે, તેથી સમગ્ર રીતે યોગ્ય સાચી સમજણથી, વ્યક્તિ કે જે હતાશાથી પીડાય છે તે તેમજ તેના સગા-સંબંધી, અંતરસુઝને ફરી પ્રજ્વલિત કરીને ભોગવટામાંથી સંપૂર્ણપણે મુક્ત થઇ શકે છે. 

आत्महत्या

किसी व्यक्ति को आत्महत्या कभी नहीं करनी चाहिए| बल्कि, उस व्यक्ति को ज्ञानी पुरुष से आशीर्वाद लेकर एक नए और सही मार्ग पर जीवन जीना चाहिए|

Spiritual Quotes

  1. એટલે આ કોઈ ખોટા સંસ્કાર પડવા ના દેશો. ખોટા સંસ્કારથી દૂર ભાગજો.
  2. સહજ વિચાર બંધ થઈ જાય ત્યારે આ બધા ઊંધા વિચાર આવે. વિકલ્પ બંધ થાય એટલે જે સહજ વિચાર આવતા હોય તે પણ બંધ થઈ જાય, અંધારું ઘોર થઈ જાય, પછી કશું દેખાતું નથી!
  3. હા, અહીં ગમે એટલું દુઃખ હોય તો તે સહન કરજો પણ ગોળી ના મારશો, આપઘાત ના કરશો.
  4. આત્મહત્યાનું રૂટ તો એવું હોય છે કે એણે કોઈ અવતારમાં આત્મહત્યા કરી હોયને તો એના પડઘા સાત અવતાર સુધી રહ્યા કરે.
  5. ઉદ્વેગ એટલે વેગ ઊંચે ચઢ્યો, અહીં મગજમાં ચઢી જાય અને પછી પડતું નાખે.

Related Books

×
Share on
Copy