Related Questions

ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?

જો આપણને ખબર હોય કે ભગવાન કેવા હોય, તો આપણે સમજી શકીએ કે ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરી શક્ય છે.

તેથી ચાલો આપણે ભગવાનને સમજવાના પ્રયત્નો કરીએ:

  1. ભગવાન એ છે જે પોતાની જાતને ઓળખતા હોય. પોતે બીજું કંઇ નહિ પણ શુદ્ધાત્મા છે. ભગવાનને ‘હું શુધ્ધાત્મા છું’ નું જ્ઞાન સંપૂર્ણપણે અનુભવાતું હોય. માટે, તેઓની મન્યતામાં ક્યારેય ભૂલ થતી નથી કે ‘ હું આ દેહ છું કે આ નામ છે.’
  2. ભગવાનની નિર્દોષ દ્રષ્ટિ કારણે તેમને સ્પષ્ટપણે એવું દેખાતું હોય છે કે આ સંસારમાં કોઇ દોષિત નથી. માત્ર આપણી જ ભૂલોને કારણે આપણને દુઃખો ભોગવવા પડે છે.
  3. ભગવાને પોતાની બધી ભૂલો ભાંગી નાખેલ હોય છે, અને આ રીતે તે સર્વ શક્તિમાન છે.

આમ જીવંત ભગવાન પદની પ્રાપ્તિ માટે:

૧. પ્રથમ પગથિયામાં આત્મજ્ઞાન પ્રાપ્તિ થવી જોઇએ.

કઈ રીતે?

આત્મજ્ઞાન જ્ઞાનીપુરૂષનો ભેટો થવાથી પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરૂષ ને સંસારની કોઇ બાબત અડતી નથી કે અસર કરતી નથી. તેઓ માત્ર મૂળ કારણ કે જેના આધારે સંસાર ઊભો રહ્યો છે તે અજ્ઞાનને જ દૂર કરી નાખે છે; અને આપણને ‘હું કોણ છું?’ એ પ્રશ્નનો જવાબ આપી આત્મજ્ઞાનનો અનુભવ કરાવીને જાગ્રત કરી આપે છે.

અક્રમ વિજ્ઞાન થકી, આવું આજે પણ શક્ય છે, આત્મજ્ઞાનનો પગથિયા વિનાના આધ્યાત્મિક વિજ્ઞાનના માર્ગ દ્વારા. કોઇ પણ જીવ જીવતા આત્મજ્ઞાનીને મળીને પોતાની જાતનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તેમની પાસેથી આત્મજ્ઞાન મેળવે છે.

જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્તિ થાય છે ત્યારે નિર્દોષ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને, આ નવી બદલાયેલી દ્રષ્ટિ સામને પણ નિર્દોષ દેખાડે છે.

૨. બીજું પગથિયું એ છે કે જ્યારે આપણે પોતાની ભૂલોને જોઇએ છીએ અને તેમને ભાંગીએ છીએ, ત્યારે ભગવાન પદની પ્રાપ્તિ થાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશા કહેતા કે, “પોતાની ભૂલો કોણ જોઇ શકે? જેને નિર્દોષ વર્તનની સંપૂર્ણ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે , પછી ભલેને વર્તન હજુ દોષ રહિત ન હોય તો પણ તે પોતાની ભૂલો જોઇ શકે છે. તે વ્યક્તિ સંપૂર્ણ મુક્ત થાય છે.”

માટે, ભગવાન પદની પ્રાપ્તિ કરવા માટે, જ્યારે પણ આપણે બીજાને આપણા વિચારોથી, વાણીથી કે વર્તનથી દુ:ખ આપીએ છીએ, ત્યારે આપણે સમજવું જોઇએ કે આ આપણી જ ભૂલ છે અને આપણે તરત જ તે માટે પ્રતિક્રમણ દ્વારા માફી માંગી લેવી જોઇએ.

‘પ્રતિક્રમણ’ એટલે આપણી ભૂલો ઉપર પસ્તાવો કરવો અને તે ભૂલોની જેને દુ:ખ આપ્યું છે તે ભગવાન પાસે (શુધ્ધાત્મા) કે જે, તે વ્યક્તિ ની અંદર જ રહેલા છે તેની પાસે માફી માગવી જોઇએ. પ્રતિક્રમણ શાંતિ અને પરમાનંદ મેળવવા માટેનું સૌથી મોટું હથિયાર છે.

પ્રતિક્રમણ કઇ રીતે કરવું

હ્રદયપૂર્વક પશ્ચાતાપ સાથે, સામી વ્યક્તિના ભગવાનને (શુધ્ધાત્મા) યાદ કરીને મનમાં બોલવું કે:

  1. “હે શુધ્ધાત્મા ભગવન! મેં તમને દુ:ખ આપ્યું તે માટે હું પશ્ચાતાપ કરૂ છું.
  2. આ માટે હું તમારી માફી માંગુ છું.
  3. અને નિશ્ચય કરૂ છું કે ફરી આવી ભૂલ ક્યારેય પણ નહિ કરું.”

પ્રતિક્રમણ કરવાથી, આપણી ભૂલોનું એક પડ જાય છે. આપણે પ્રતિક્રમણ કર્યું હશે તો પણ તે જ ભૂલ ફરીથી થશે, કારણ કે દરેક ભૂલોને ધણા બધા પડ હોય છે. જ્યારે બધા પડ દૂર થશે, ત્યારે ભૂલ એની મેળે જ ખલાસ થશે.

નિષ્કર્ષ

  1. આત્મજ્ઞાન દ્વારા, આપણા નવા કર્મો બંધાતા નથી, અને
  2. આપણી ભૂલોનું પ્રતિક્રમણ કરવાથી, આપણું દોષરહિત વર્તન થાય છે.

આ રીતે, આપણે ધીમે ધીમે, ભગવાન પદની પ્રાપ્તિ કરીએ છીએ.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on