ચિંતારહિત શી રીતે થવાય?: ચિંતા અને તણાવથી મુક્ત થાઓ

ચિંતા ખરેખર શું છે? આ ચિંતા શાથી થાય છે? ચિંતાનું પરિણામ શું? અને ચિંતારહિત શી રીતે થવાય? એની યથાર્થ સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ બતાવી છે જે અત્રે પ્રશ્નોત્તરી અને આપ્તસૂત્રનાં સ્વરૂપમાં આપેલ છે.

ચિંતા કરે તે કાર્ય બગડે એવો કુદરતનો નિયમ છે. ચિંતામુક્ત થવાથી તે કાર્ય સ્વયં સુધરી જાય !

મોટા માણસોને મોટી ચિંતા, એરકંડીશનમાં ય ચિંતાથી રેબઝેબ હોય ! મજૂરોને ચિંતા ના હોય, નિરાંતે ઊંઘે ને આ શેઠિયાઓને ઊંઘની ગોળીઓ ખાવી પડે ! ચિંતાવાળાને ત્યાં લક્ષ્મી ના ટકે.

ચિંતા કોને કહેવાય? વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચારો વમળે ચઢે એટલે ચિંતા શરૂ થાય. વિચારોનો આમળો થવા માંડે એટલે ત્યાં બંધ કરી દેવું અને મનને બીજા કામે લગાડી દેવું.

ખરેખર કર્તા કોણ છે? તે સમજાવાથી ચિંતારહિત થઈ શકાય..... આગળ વાંચો અને ચિંતામુક્ત થઈ જાઓ....

 

ચિંતાથી મુક્તિ

ચિંતા માત્ર માનસિક સ્તર સુધી જ સીમિત નથી પણ શારીરિક પણ ઘણી બધી તકલીફ આપણા માટે ઊભી કરે છે. જે કાંઈ જ્ઞાનના ઉપાય કરવાથી ચિંતા ઓછી થાય એ આપણા માટે કામનું.

Spiritual Quotes

  1. ચિંતા તો એક જાતનો અહંકાર કહેવાય છે.
  2. જ્યારે ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું વધારે. અને જ્યારે ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય સ્વયં સુધરી જશે !
  3. ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ કહેવાય !
  4. એવી પરિસ્થિતના સામા થજો, ઉપાય કરજો, પણ ચિંતા ના કરશો.
  5. પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો.
  6. વિચાર કરવાનો અધિકાર છે, કે ભઈ આટલે સુધી વિચાર કરવાનો, અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ કરી દેવું જોઈએ.
  7. આત્મજ્ઞાન વિના ચિંતા જાય નહીં.
  8. કાળજી અને ચિંતામાં બહુ ફેર. કાળજી એ જાગૃતિ છે અને ચિંતા એટલે જીવ બળ્યા કરવો.
  9. ઘડી પહેલાં થઈ ગયું, તેની ચિંતા શું ? જેનો ઉપાય નથી, તેની ચિંતા શું ? કોઈ પણ બુદ્ધિશાળી સમજે કે હવે ઉપાય નથી રહ્યો, માટે એની ચિંતા કરવાની ના હોય.
  10. આ એક જ ડિપાર્ટમેન્ટની ઉપાધિ હોય, તે બીજા ડિપાર્ટમેન્ટમાં ના લઈ જવી. એક ડિવિઝનમાં જઈએ ત્યારે તે પૂરતું બધું સંપૂર્ણ કામ કરી લેવું.

Related Books

×
Share on
Copy