ક્રોધ પર નિયંત્રણ : ક્રોધ પર કેવી રીતે કાબુ કરવો?

ક્રોધ એ ભયંકર નિર્બળતા છે.આપણામાંનાં કેટલાંક લોકો એવું માને છે કે, ક્રોધ ના કરે તો મારું ગાડું ચાલે જ નહીં . શા માટે આપણે હંમેશા આપણા આશ્રિતો- પત્ની, બાળકો, નોકરો અને વેઈટર કે મુનીમ પર પણ ક્રોધ કરીએ છીએ? શું તે આપણી નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય? શું આપણને જરા પણ ખ્યાલ છે કે, જ્યારે તેઓ આપણા ક્રોધની ઝાળનો ભોગ બને છે ત્યારે તેઓ આપણી સામે કેવું વેર બાંધે છે? જ્યારે આપણે રોજિંદા જીવનની મુશ્કેલીઓને સોલ્વ નથી કરી શક્તા ત્યારે શું ક્રોધ ખરેખર કોઝ છે કે એક અનિવાર્ય ઈફેકટ જ છે?

આગળ વાંચો ક્રોધ પર નિયંત્રણ પરનાં પ્રશ્નોત્તરી સત્સંગ, આપ્ત્સુત્રો, તમારી જાતે અજમાવો,દાદાશ્રીનાં દ્રષ્ટાંત,પુસ્તકો અને વિડીયો માટે આગળ વાંચો..

આ ઉપરાંત, તમે ખરેખર કોણ છો તે સમજવા માટે જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયોગ) માં ભાગ લો, જે ક્રોધથી ખરેખર મુક્ત થવામાં મદદ કરશે.

 

 

શું તમને પણ ગુસ્સો આવે છે?

આપણને અનેક સંજોગોમાં સ્વાભાવિક રીતે ક્રોધ આવી જાય છે, કારણ કે આપણને ખબર નથી હોતી કે તે સમયે શું કરવું. તો, ક્રોધનો ઉકેલ કઈ રીતે લાવવો?

play

Top Questions & Answers

  1. Q. શું ક્રોધ એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય?

    A. પ્રશ્નકર્તા : તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય ?  દાદાશ્રી... Read More

  2. Q. ક્રોધ એ ખરેખર શું છે? ક્રોધ એ શા માટે જોખમ છે?

    A. ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી. પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દીવાસળી ચાંપવી, એનું... Read More

  3. Q. શા માટે લોકો ગુસ્સે થઈ જાય છે?

    A. સામાન્યપણે આપણું ધાર્યું ના થાય, આપણી વાત સામો સમજતો ના હોય, ડીફરન્સ ઓફ વ્યુ પોઈન્ટ થાય, ત્યારે... Read More

  4. Q. તાંતો એટલે શું?

    A. ક્રોધમાં તાંતો હોય તેને જ ક્રોધ કહેવાય. દા.ત. ધણી-ધણીયાણી રાત્રે ખૂબ ઝઘડ્યા, ક્રોધ જબરજસ્ત ભભૂકી... Read More

  5. Q. આપણાથી ક્રોધ થઈ જાય તો કેવી રીતે સુધારવું?

    A. પ્રશ્નકર્તા : આપણાથી ક્રોધ થઈ જાય ને ગાળ બોલાઈ જાય, તો કેવી રીતે સુધારવું ? દાદાશ્રી : એવું છે ને... Read More

  6. Q. હું ક્રોધ કરી કરીને થાકી ગયો છું. હું કેવી રીતે ક્રોધમાંથી મુક્ત થઈ શકું?

    A. લોકો કહે છે, આ મારા ક્રોધની દવા શું કરવી ? મેં કહ્યું, તમે અત્યારે શું કરો છો ? ત્યારે કહે, ક્રોધને... Read More

  7. Q. તમારા જીવનમાંથી કેવી રીતે ક્રોધને દૂર કરી શકાય?

    A. કેટલાંક માણસો જાગૃત હોય છે, તે બોલે છે ખરાં કે આ ક્રોધ થાય છે એ ગમતું નથી. ગમતું નથી છતાં કરવો પડે... Read More

  8. Q. પારસ્પરિક સંબંધોમાં ક્રોધને કેવી રીતે કાબુ કરવો?

    A. પ્રશ્નકર્તા : આપણે ક્રોધ કોની ઉપર કરીએ, ઓફિસમાં સેક્રેટરી ઉપર ક્રોધ ના કરીએ અને હોસ્પિટલમાં નર્સ... Read More

  9. Q. હું ક્રોધ પર કેવી રીતે નિયંત્રણ કરી શકું?

    A. પ્રશ્નકર્તા : મારું કોઈ નજીકનું હોય, તેના પર હું ક્રોધિત થઈ જાઉં. એ કદાચ એની દ્રષ્ટિએ સાચો પણ હોય.... Read More

  10. Q. શું તમે ક્રોધમાંથી મુકત થવા માંગો છો? – આત્મજ્ઞાન પ્રાપ્ત કરો!

    A. આ બધું તમે ચલાવતા નથી. ક્રોધ-માન-માયા-લોભ કષાયો ચલાવે છે. કષાયોનું જ રાજ છે ! 'પોતે કોણ છે' એનું... Read More

Spiritual Quotes

  1. ક્રોધ એ તો દારૂગોળો છે ને દારૂગોળો હોય ત્યાં લશ્કર લડે જ.
  2. કંઈ સૂઝ ના પડે ત્યારે માણસ ગુસ્સે થઈ જાય. જેને સૂઝ પડી એ ગુસ્સે થાય ? ગુસ્સે થવું એટલે એ ગુસ્સો પહેલું ઈનામ કોને આપે ? જ્યાં સળગ્યું ત્યાં પહેલું પોતાને બાળે. પછી બીજાને બાળે.
  3. ગરમ થઈ જવું એ ભયંકર નિર્બળતા કહેવાય. એટલે જે ગરમ થાય છે તેની તો દયા ખાવી જોઈએ કે આ બિચારાને આમાં કશું ય કંટ્રોલમાં નથી.
  4. મોઢે બોલી નાખે તે એકલો જ ક્રોધ કહેવાય છે એવું નહીં પણ મહીં ધુમાય તે ય ક્રોધ છે.
  5. આ સહન કરવું એ તો ડબલ ક્રોધ છે. સહન કરવું એટલે દબાવ દબાવ કરવું તે, એ તો એક દહાડો 'સ્પ્રીંગ' ઊછળે ત્યારે ખબર પડે.
  6. ભગવાને તો શું કહ્યું છે કે તારો ક્રોધ એવો છે કે તારા સગા મામા જોડે તું ક્રોધ કરું છું તો એનું મન તારાથી જુદું પડી જાય છે, આખી જિંદગી જ જુદું પડી જાય છે.
  7. આ માણસ ઈમોશનલ થાય ને, તો કેટલાય જીવો મહીં મરી જાય છે. ક્રોધ થયો કે કેટલાય નાના નાના જીવો મરીને ખલાસ થઈ જાય અને પોતે પાછો કહે છે, હું તો અહિંસા ધર્મ પાળું છું.
  8. બંધ કરવાનો ઉપાય ખોળવો એ મૂર્ખતા છે, કારણ કે ક્રોધ એ તો પરિણામ છે. જેમ પરીક્ષા તમે આપી હોય ને રિઝલ્ટ આવ્યું. હવે હું રિઝલ્ટને નાશ કરવાનો ઉપાય કરું, એના જેવી વાત થઈ. આ રિઝલ્ટ આવ્યું એ શેનું પરિણામ છે, તેને આપણે ફેરફાર કરવાની જરૂર છે.
  9. આપણું નુકસાન કોઈ કરે કે અપમાન કરે તો તે આપણા જ કર્મનું ફળ છે, સમો નિમિત્ત છે એવી સમજણ ફીટ થયેલી હોય તો જ ક્રોધ જાય.
  10. ક્રોધી કરતાં ક્રોધ ન કરનારાથી લોકો વધારે ભડકે. શું કારણ હશે એવું ? ક્રોધ બંધ થઈ જાય એટલે પ્રતાપ ઉત્પન્ન થાય, કુદરતનો નિયમ છે એવો !
  11. હવે ક્રોધમાં હિંસકભાવ ને તાંતો, એ બે ના હોય તો મોક્ષ થાય.

Related Books

×
Share on
Copy