બહુ જ પ્રેરણાદાયક લાગે છે,શું હું એવા લોકોને મળી શકું કે જેમને આ અનુભવ થયો છે?
હા ! હાલમાં વિશ્વના લાખો લોકોએ આ માર્ગમાં જોડાયા છે અને રોજીંદા જીવનવ્યવહારમાં ‘સાચા’ સુખની અનુભૂતિનો પુરાવો આપી શકે છે. જુઓ, તેમના અનુભવો.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
મુશ્કેલીઓ આવશે અને જશે... તમારું સુખ ક્યાંય નહિ જાય. ખરા સુખનો માર્ગ એ પોતાના સાચા સ્વરૂપને ઓળખવાનો છે.
આધુનિક વિજ્ઞાન કહે છે કે સુખ એ હકારાત્મક(પોઝીટીવ) લાગણીઓનો અનુભવ છે કે જયારે આપણને સંતોષ અથવા ખુબ જ ખુશી હોય છે.
અક્રમ વિજ્ઞાન એક એવું આધ્યામિક વિજ્ઞાન છે કે જેની પાછળ કદી દુઃખ ના આવે અને ક્યારેય ઝાખું ના પડે.
જો તમે તમારા સુખ વિશે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે તે સુખદ સંબંધો, બાહ્ય સંજોગો અને વસ્તુઓ પર આધારિત છે. શું કોઈક વખત આ જ બધી વસ્તુઓ તમારા દુઃખનું કારણ પણ નથી બનતી?
જયારે આ પરિસ્થિતિઓ કે વસ્તુઓ બદલાઈ જાય છે ત્યારે આવા સુખને લીધે કંઈક દુઃખ આવે છે. શું તમારે એવી સ્થિતિમાં ના પહોંચવું જોઈએ કે તમે આ બધા દુઃખોથી મુક્ત થઈ જાવ?
ખરેખર શક્ય છે! સમતા(સમભાવ)માં રહીને, તમે બધીજ પરિસ્થિતિમાં અસર મુક્ત રહી શકશો અને પરિણામે તમે દુઃખોથી મુક્ત થઈ શકશો!
ધારો કે તમે એવું સાંભળો કે, "ચંદુ ખરાબ માણસ છે." અને જો તમારું નામ ચંદુ હોય તો, આવું સાંભળવાથી તમે હલી જશો. પછી જો તમારો મિત્ર તમને કહે કે, "ના! એ લોકો કોઈ બીજા જ ચંદુભાઈ ની વાત કરતા હતા," તો તમે તુરંત જ રાહત લાગશે.
શા માટે? બહુ જ સરળ છે કારણકે તમે અનુભવ્યું કે તે તમારા વિષે વાત કરતા નથી.
તો જો તમે એકવાર તમારા ખરા સ્વરૂપને ઓળખી લેશો તો, 'તમને' કોઈ પણ અવળા સંજોગોની અસર નહિ થાય.
જો હું તમને પૂછું કે, "તમે ચંદુભાઈ છો કે તમારું નામ ચંદુભાઈ છે? એ તમારું નામ છે,ખરું ને? તો તમે કોણ છો?"
શું તમે એવું કહો છો કે,'આ મારા ચશ્મા છે' કે 'હું ચશ્મા છું'? શું આ એવું પુરવાર નથી કરતુ કે તમે ચશ્માથી જુદા છો. એવી જ રીતે શું તમને એવું નથી લાગતું કે તમારા નામથી તમે જુદા છો? જ્યાં સુધી તમને ખબર નથી કે તમે કોણ છો, ત્યાં સુધી તમે તમારી જાતને એ નામ માનતા રહેશો કે જે તમને જન્મ વખતે આપવામાં આવ્યું હતું.
શું હવે તમારે એ જાણવાની જરૂર નથી કે 'તમે' ખરેખર કોણ છો? તમે તમારા સાચા સ્વરૂપને ત્યારે જ ઓળખી શકશો જયારે તમે આત્માનું જ્ઞાન (આત્માનુભવ ) પ્રાપ્ત કરશો.
આત્મજ્ઞાન, જ્ઞાન-વિધિ દ્વારા કે જે અક્રમ વિજ્ઞાનના અનોખા માર્ગની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, તેના દ્વારા પ્રાપ્ત થઇ શકે છે.
આ અમૂલ્ય અનુભવ માત્ર બે જ કલાકમાં વિનામૂલ્યે સર્વેને પ્રાપ્ત થઈ શકે છે.
અક્રમ વિજ્ઞાન એ અતિ ગહન આધ્યાત્મિક વિજ્ઞાન છે કે જે સૌથી વધારે વ્યવહારુ અને બધી જ પરિસ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય એવું છે. અસંખ્ય મુમુક્ષુઓએ આત્મા જ્ઞાન પ્રાપ્ત કરીને 'ખરા' સુખનો અનુભવ કર્યો છે. જે તમે પણ કરી શકો છો!
અક્રમ વિજ્ઞાનની વિશિષ્ટતાઓ :subscribe your email for our latest news and events