અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પરમ પૂજ્ય દાદાશ્રી અને તેમનાં અક્રમવિજ્ઞાનનો તેમનો સંદેશો ખૂબ ઝડપથી અને ખૂબ દૂર સુધી ફેલાયો અને જ્ઞાનવિધિ અને સત્સંગની માંગમાં ખૂબ વધારો થયો, પરિણામે પૂજ્ય નીરુમા અને પૂજય દીપકભાઈનો કાર્યભાર ખૂબ વધી ગયો. ઈ.સ.૨૦૦૩ ની સાલમાં પરમ પૂજ્ય દાદાશ્રીના નિર્દેશાનુસાર,પૂજ્ય નીરુમાએ વિશેષ આશીર્વાદ આપી પૂજ્ય દીપકભાઈને જ્ઞાનવિધિ (આત્મસાક્ષાત્કારનો ભેદવિજ્ઞાનનો જ્ઞાનપ્રયોગ) કરાવવાની વિશેષ સિધ્ધિ આપી.તેમના તેમની સંયુક્ત શકિત દ્વારા બીજા હજારો લોકોએ આત્મજ્ઞાન (સેલ્ફ રીયલાઈઝેશન) પ્રાપ્ત કર્યુ અને સુખ તથા શાંતિની અનુભૂતિ કરી.
૧૯ માર્ચ, ૨૦૦૬ ની સાલમાં પૂજ્ય નીરુમાનાં દેહવિલય બાદ,પૂજ્ય દીપકભાઈ હવે જગતકલ્યાણ ના મિશનને નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડે છે.જેમ જેમ દિવસો પસાર થતાં જાય છે તેમ તેમ તેમનો સત્સંગ વધારે ને વધારે સૂક્ષ્મ, ગહન અને તલસ્પર્શી છણાવટવાળો થતો જાય છે, જેનો સર્વસ્વ શ્રેય તેઓ પરમ પૂજ્ય દાદાશ્રી અને પૂજ્ય નીરુમાની કૃપાને આપે છે. તેઓ પરમ પૂજ્ય દાદાશ્રીનાં દરેક સિધ્ધાંતોને ચૂસ્તપણે વળગી રહ્યા છે. તેઓશ્રી આજે પ્યોરિટી અને વિનમ્રતાની મૂર્તિ બની ગયા છે જેને જોઈ જોઈને શીખવાની પ્રેરણા ઘણા લોકો લઈ રહ્યા છે.
દેશવિદેશમાં સત્સંગ અને જ્ઞાનવિધિના કાર્યક્રમો ઉપરાંત પૂજ્ય દીપકભાઈ નવયુવાનો અને યુવતીઓ, જેમણે અણીશુદ્ધ બ્રહ્મચર્ય પાળી, પરમ પૂજ્ય દાદાશ્રીનાં જગતકલ્યાણનાં મિશનમાં સેવા આપવાનો દૃઢ નિશ્ચય કર્યો છે તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.જગતકલ્યાણનું આ મીશન, યુવાપેઢીનાં વિકાસ ને વિશેષ મહત્વ આપવાની ભાવનાથી ખૂબ વિકસ્યું છે. પૂજ્ય દીપકભાઈ બાળકો, યુવાનો, બ્રહ્મચારી ભાઈઓ અને બહેનો, પરિણીત ભાઈઓ અને બહેનો, સેવાર્થી ( સ્વયંસેવકો) અને સામાન્ય જનતા માટે વિશેષ શિબિરોનું આયોજન કરે છે. આ પ્રકારની શિબિરોના આયોજનનો મુખ્ય હેતુ દરેક સમૂહને તેમની આધ્યાત્મિક પ્રગતિમાં જરૂરિયાત પ્રમાણે માર્ગદર્શન મળી રહે તેવો છે.
પૂજ્ય દીપકભાઈ સત્સંગ/જ્ઞાનવિધિ દ્વારા દેશવિદેશમાં હજારો મુમુક્ષુઓને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવીને ઘણાં લોકોનાં જીવનમાં શાંતિ અને પરમ સુખનું નિમિત બની રહ્યા છે.પરમ આનંદના (મોક્ષનાં) અનુભવ માટે પૂજ્ય દીપકભાઈ દ્વારા અપાતી જ્ઞાનવિધિમાં ભાગ લઈને, આ અક્રમવિજ્ઞાનનો સાંધો મેળવી અનંત અવતારનું કામ કાઢી લેવા જેવું છે.
subscribe your email for our latest news and events