જ્યાં કંઈ પણ પ્રકારની ફી નથી, જ્યાં બોધરેશન નથી, જ્યાં વઢવાનું નથી ત્યાં ભગવાન છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનજેને મહીં પ્રસન્નતા રહે, તેને બહાર પ્રસન્નતા રહે. મન તો બહારનો અરીસો છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈને બહાર દુઃખ આપો તો મહીં દુઃખ ચાલુ થઈ જાય! એવું આ વીતરાગોનું સાયન્સ છે. એક અવતાર બધાનાં દુઃખ લઈ લેશો તો અનંત અવતારનું સાટું વળી જશે!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ લૌકિક ધર્મ પાળવા હોય તો બે જ અક્ષર સમજવા જેવા છે: (૧) આપણાથી કોઈ જીવને દુઃખ ના થાય અને (૨) આપણી પાસે કંઈક હોય તો આ લોકોને આપી દઉં એ ભાવના. આ બે ભાવના પૂરી થઈ ગઈ, તે બધો ધર્મ શીખી ગયો!
પરમ પૂજ્ય દાદા ભગવાનસંસારમાં સુખ તો હોય જ નહીં. પણ ભગવત ઉપાય લો તો કંઈક શાંતિ લાગે ને જ્ઞાન-ઉપાયથી કાયમની શાંતિ રહે.
પરમ પૂજ્ય દાદા ભગવાનવ્યવહારમાં 'નોર્માલિટી' જોઈએ. બહુ નજીકનો સગો હોય તો એક ફેર વળગી પડવા આવે ને બીજી ફેર વઢવા આવે એવું ના હોવું જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનતમારો બહુ ખરાબ દોષ હોય પણ તેનો તમે ખૂબ પસ્તાવો કરો. 'હાર્ટિલી' પસ્તાવો કરો, તો તે ગયે જ છૂટકો. પણ લોકો 'હાર્ટિલી' નથી કરતાંને? ઉપલક જ બોલે છે કે મારો દોષ છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનનિશ્ચય એનું નામ કે આપણે નક્કી કર્યું, તે ઠેઠ સુધી રહે. તો પછી એનો સાંધો આગળ મળી રહે. 'ટાઈમીંગ' પણ મળી રહે. નિશ્ચય ફેરવી નાખે તો આગળ સાંધો ના મળે. એક નિશ્ચય કરે પછી પાછો બીજો કરે તો તે મળે ખરું પણ એના ટાઈમે નહીં, ને પાછો 'પીસીસ'માં મળે, એકધાર્યું ના મળે.
પરમ પૂજ્ય દાદા ભગવાનસાચા ભક્તની નિશાની શી? સ્વચ્છંદ ના હોવો જોઈએ, અભિનિવેશ ના હોવો જોઈએ, દૃષ્ટિરોગ ના હોવો જોઈએ, ક્લેશ ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events