ટીનેજર્સનો ઉછેર : મા-બાપ છોકરાંનો વ્યવહાર

મા-બાપ છોકરાંનો વ્યવહાર અનાદિ અનંત છે. એ વ્યવહારમાં આદર્શતા કેમ કરીને આવે તે માટે બધા દિન-રાત મથતા જોવામાં આવે છે.

આ કાળમાં ટીનેજર્સનો ઉછેર એ લોકો માટે કદાચ સૌથી મુશ્કેલ પ્રયાસ છે અને તેમાં તેઓ કુશળ હોવા જોઈએ પરંતુ તેના માટે તેમનું પોતાનું સૌથી ઓછું ઘડતર થયું છે. પૂજ્ય દાદાશ્રી એ આજના યુવાવર્ગનું માનસ ઊંડાણપૂર્વક અને સંપૂર્ણપણે જાણી તેમને જીતવાનો રસ્તો આપણને સૂઝાડ્યો છે.

પરમ પૂજ્ય દાદાશ્રી મા-બાપને કેવીરીતે બાળકોની સાથે વર્તવું, અને તેમનામાં કેવીરીતે સંસ્કાર, શિસ્ત અને સભ્યતાનું સિંચન કરવું તેની સમજણ આપેલ છે.

સાથે જ પૂજ્ય દાદાશ્રી યુવાનોને મા-બાપ સાથે કેવો વ્યવહાર કરવો અને મા-બાપની સેવા નું મહાત્મ્ય  અંગે સમજણ અને માર્ગદર્શન આપેલ છે.

દાદાશ્રી અહીં આપણને પ્રેમ, સમતા અને આધ્યાત્મિકતાની સાથે કળીને ખીલવવાની કળા કેળવણીની કળા શીખવે છે. "બાળકોનો ઉછેર કેવી રીતે કરવો" તે પર વધારે સ્પષ્ટ સમજણ માટે આગળ વાંચો.

 

સિંચન સંસ્કારનાં મા-બાપ થકી

બાળકના પહેલા ગુરુ મા - બાપ છે. ઘરના વાતાવરણની અસર બાળક પર થાય છે. મા - બાપનું જોઈને બાળક શીખે છે. આ વીડિયોમાં નીરુમા સમજાવે છે કે માતા - પિતાએ બાળક સાથે કેવી રીતે વર્તવું.

Spiritual Quotes

  1. આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે !
  2. વધઘટ થાય તેને આસક્તિ કહેવાય. જે વધ-ઘટ ના થાય તે પરમાત્મ પ્રેમ છે.
  3. મારવાથી જગત ના સુધરે, વડાવાથી કે ચિઢાવાથી કોઈ સુધરે નહીં. કરી બતાવવાથી સુધરે છે. જેટલું બોલ્યા તેટલું ગાંડપણ.
  4. આ હિન્દુસ્તાનનું એક છોકરું આખા વિશ્વનું વજન ઊંચકી શકે એટલી શક્તિ ધરાવે છે. ફક્ત એને પોષણ આપવાની જરૂર છે. આ તો ભક્ષક નીકળ્યા, ભક્ષક એટલે પોતાનાં સુખને માટે બીજાને બધી રીતે લૂંટી લે ! જે પોતાનું સુખ ત્યાગીને બેઠો છે, એ સર્વસ્વ બીજાને સુખ આપી શકે !
  5. પોતાના સંસ્કાર તો લઈને જ આવે છે છોકરું. પણ એમાં તમારે હેલ્પ કરી અને આ સંસ્કારને રંગ આપવાની જરૂર છે.
  6. છોકરાંઓ માટે સારી ભાવના જ કર્યા કરોને. એ બધા સંજોગો ભેગા થઈ જશે. બાકી આ છોકરાંઓમાં કશું વળે એવું નથી. છોકરાં વળશે, પણ તે એની મેળે કુદરત વાળશે.
  7. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો, તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછાં આવે છે.
  8. મા-બાપ છોકરાઓને પોતાના જેવા કરવા માંગે. અલ્યા, એને ખીલવા દો. એની શક્તિઓ શું છે ? ખીલવો. કોનામાં કયો સ્વભાવ છે એ જોઈ લેવાનો.
  9. તમે એવું બોલો કે, છોકરાને તમારી વાતમાં ઈન્ટરેસ્ટ પડે એટલે તમારું કહ્યું કરશે જ.
  10. મા-બાપ તો તેનું નામ કહેવાય કે છોકરો ખરાબ લાઈને ચઢ્યો હોય છતાં ય એક દહાડો મા-બાપ કહેશે, 'ભઈ, આ આપણને શોભે નહીં, આ તેં શું કર્યું ?' તે બીજે દહાડેથી એનું બંધ થઈ જાય ! એવો પ્રેમ જ ક્યાં છે ? આ તો પ્રેમ વગરનાં મા-બાપ. આ જગત પ્રેમથી જ વશ થાય.

Related Books

×
Share on
Copy