ખરેખર ભૂલ કોની : મારે જ શા માટે ભોગવવું પડે છે?

કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ?

ખરેખર ભૂલ કોની છે? લૂંટારાની કે જેનું લૂંટાય એની?'ભૂલ કોની છે?' ખોળવું હોય તો તપાસ કરી લેવી કે આમાં ભોગવે છે કોણ? એની ભૂલ.

તમારા ભોગવટા પાછળ કયા કોઝીઝ છે?

પરમ પૂજ્ય દાદાશ્રી બધાંજ શાસ્ત્રોનો સાર આપે છે અને કહે છે કે કુદરતનો ન્યાય કેવીરીતે એક્ઝેકટ કામ કરે છે: 'ભોગવે તેની ભૂલ'

આગળ વાંચો જગતની વાસ્તવિકતાનું રહસ્યજ્ઞાન જાણવા માટે.

ભોગવે તેની ભૂલ

આપણે જે દુ:ખ ભોગવીએ છીએ તે આપણી જ ભૂલનું પરિણામ છે, પણ ત્યારે આપણને જે દુ:ખ આપે છે તેને દોષિત જોઈને રાગ - દ્વેષ થી આવતા ભવના નવા કર્મો બાંધીએ છીએ. તો જયારે દુ:ખ આવે ત્યારે કેવી સમજણ ગોઠવવી એના માટે વીડિયો નિહાળો.

Spiritual Quotes

  1. જગત કાયદાની બહાર ચાલતું નથી, કાયદેસર જ છે, સંપૂર્ણ ન્યાયપૂર્વક જ છે. પણ સામાની દ્રષ્ટિમાં નહીં દેખાવાથી સમજાતું નથી. એ દ્રષ્ટિ નિર્મળ થશે ત્યારે ન્યાય દેખાશે. સ્વાર્થ દ્રષ્ટિ હોય, ત્યાં સુધી ન્યાય કેમ દેખાય ?
  2. આ મશીનરી પોતે બનાવેલી હોય અને તેમાં ગીઅર વ્હીલ હોય, તેમાં પોતાની આંગળી આવી જાય તો તે મશીનને તમે લાખ વાર કહો કે ભાઈ, મારી આંગળી છે, મેં તને જાતે બનાવ્યું છે ને ! તો શું એ ગીઅર વ્હીલ આંગળી છોડે ? ના છોડે. એ તો તમને સમજાવી જાય છે કે ભાઈ, આમાં મારો શો દોષ ? તે ભોગવ્યું માટે તારી ભૂલ ! આવી જ બહાર બધેય ચાલતી મશીનરી માત્ર છે.
  3. પોતાની ભૂલના જ માર ખાય છે. પથ્થર નાખ્યો તેની ભૂલ નહીં, જેને વાગ્યો તેની ભૂલ. તમારી આજુબાજુનાં છોકરાં-છૈયાંની ગમે તે ભૂલો કે કુકૃત્યો હશે પણ તમને તેની અસર થશે નહીં, તો તમારી ભૂલ નહીં અને તમને અસર થાય તો તમારી એ ભૂલ એવું નક્કી સમજી લેજો.
  4. બે માણસ (ચંદુભાઈ ને લક્ષ્મીચંદ) મળે ને (ચંદુભાઈ) લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે. તો લક્ષ્મીચંદને રાતે ઊંઘ ના આવે ને પેલા (ચંદુભાઈ) નિરાંતે ઊંઘી ગયા હોય, માટે ભૂલ લક્ષ્મીચંદની. પણ દાદાનું વાક્ય 'ભોગવે એની ભૂલ' યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાંતે સૂઈ જશે, નહીં તો પેલાને કેટલીય ગાળો ભાંડશે !
  5. ભોગવે એની ભૂલ એટલું જ જો સમજાઈ જાય ને તો ઘરમાં એકુંય ઝઘડો રહે નહીં.
  6. ભોગવે એની ભૂલ એ ભગવાનની ભાષા ! અને અહીં ચોરી કરી ગયો, એને લોક ગુનેગાર ગણે. કોર્ટો હઉ ચોરી કરે તેને જ ગુનેગાર ગણે.
  7. જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે તે જોઈ લેવું. જે માર ખાય છે, તે જ દોષિત છે.
  8. ભોગવ્યું એના પરથી હિસાબ નીકળી જાય કે કેટલી ભૂલ હતી !
  9. જગત આખું સામાની ભૂલ જુએ છે. ભોગવે છે પોતે પણ ભૂલ સામાની જુએ છે. તે ઊલટાં ગુના ડબલ થતાં જાય છે અને વ્યવહાર ગૂંચવાડો પણ વધતો જાય છે.
  10. આખી જિંદગી જો કોઈ માણસ આ શબ્દ 'ભોગવે એની ભૂલ' યથાર્થ રીતે સમજીને વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી ને એ શબ્દ જ એને મોક્ષે લઈ જાય એવો છે.'

Related Books

×
Share on
Copy