Related Questions

ભગવાન શું છે?

તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિષે જાણવા માંગો છો. તમે ભગવાનનું સાચું સરનામું (એડ્રેસ) જાણવા માંગો છો, પરંતુ સૌથી મહત્વનું, તમે ભગવાનની સાથે એકરૂપ રહેવા માંગો છો. 

પરંતુ, ભગવાન એ શું છે?

શું ભગવાન આ બ્રહ્માંડના કર્તા છે? અથવા તો શું તેઓ આ જગતના શાસક છે?

શું તેઓ સર્વોપરી છે? અથવા તેઓ કોઈ એક પ્રકારની નૈતિક સત્તા છે?  

શું ભગવાન જીવન છે? કે પછી એક ભગવાન એક આશા છે?

શું ભગવાન એ પ્રેમ છે? કે પછી ભગવાન એ સત્ય છે?

ભગવાન શું છે?

એક માત્ર ‘ભગવાન શું છે?’ એ પ્રશ્નનો જવાબ શોધવા અસંખ્ય શાસ્ત્રો લખાયા, જો કે, હકીકતની સંપૂર્ણ સ્પષ્ટતા ન મેળવતા, સ્પષ્ટ ચિત્ર ક્યારેય રચવામાં આવ્યું જ નથી.

આજે, ‘ભગવાનને જાણવાની’ તમારી શોધ તમને અહી લાવી છે! તો આવો, આપણે ‘ભગવાન શું છે?’ તેની થોડી સમજણ પ્રાપ્ત કરીએ.

તમે શું વિચારો છો- ભગવાન એ નામ છે કે વિશેષણ ?

આપણામાંથી મોટે ભાગે, ભગવાનનું ચિત્ર કુદરતી રીતે જ આપણાં મનમાં, આપણે જ્યારે બાળક હતા અને આપણો પરિવાર જે ધર્મ પાળતો હોય તેની સાથે જોડાયેલું હોય. પરિણામે આપણે તેમને જ ભગવાન તરીકેની શ્રદ્ધા, સ્વીકાર અને આદર હોય.

ધારો કે, આપણે ચાલો એવી એક વ્યકિતનું ઉદાહરણ લઈએ કે, જે શ્રી કૃષ્ણ ભગવાનની ભજના કરતાં હોય:

 1. જો તેઓ બાળકૃષ્ણમાં માનતા હોય, તો પછી તેમના માટે ‘બાળ ક્રીડા કરતાં કૃષ્ણનું ચિત્ર’ એ ભગવાન છે, કે જેમને તે બાળ કૃષ્ણના નામથી ઓળખે છે; 
 2. અને જે રાધે કૃષ્ણમાં માને છે ‘રાધાની બાજુમાં વાંસળી વગાડતા ભગવાન કૃષ્ણનું ચિત્ર’ એ જ પરમાત્મા છે રાધા કૃષ્ણના નામથી; જ્યારે
 3. યોગેશ્વર કૃષ્ણના ભક્તો માટે, ભગવાન એવું સાંભળતા જ ‘હાથમાં ચક્રવાળા ભગવાન કૃષ્ણનું ચિત્ર’ એમની આંખો સામે હાજર થઈ જાય કારણ કે, એ જ તેમના માટે ભગવાન છે.

આ જ વિચારસરણી અન્ય ભગવાનના ભક્તો માટે લાગુ થાય છે.

એ બધા જ કે જેમનું નામ આપણે ભગવાન તરીકે લઈએ છીએ, એ ભગવાન મહાવીર, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન શિવ વિગેરે- બધા જ સામાન્ય માણસો હતા કે જેઓ ભગવાન તરીકે સ્વીકારાયા અને તેમના જીવનમાં જ પાછળથી તેમની ભગવાન તરીકે ભજના થઈ. એનો અર્થ ભગવાન એ એક નામ નથી, પણ એક એવું વિશેષણ છે કે જે એવા લોકોને અપાય છે કે જેમણે પોતાના બધા જ કર્મો ખપાવી દીધા છે. તેઓ એવું આદર્શ અને ઉદાહરણીય જીવન જીવ્યા કે હજારોના હજારો વર્ષો પછી આજે પણ લોકો તેમના જીવનમાંથી પ્રેરણા લે છે.  

આ મહાન પુરુષો જ્યારે પ્રત્યક્ષ હતા ત્યારે તેઓએ કોઈ જ જુદા ધર્મો, સંપ્રદાયની સ્થાપના કે ધાર્મિક અનુષ્ઠાન કર્યું ન હતું કે પછી ન તો તેઓ સ્વયંને ભગવાન તરીકે ગણાવતા હતા. તેઓ એ અનુભવ્યું કે ભગવાન શું છે અને તેમણે આ જગત ને સમજાવ્યું. તેમણે ભગવાનને અનુભવ્યાં અને લોકોને ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો.

તેમણે જગતને શીખવ્યું કે: ‘ભગવાન એ બીજું કોઈ નહીં પણ તમે પોતે જ છો’.

ભગવાન એ જગતના કર્તા નથી કે શાસક નથી. ભગવાન આપણાં દરેકની મહીં શુદ્ધાત્મા સ્વરૂપે, અવિભાજ્ય સ્વરૂપે રહેલા છે. જ્યાં સુધી તમને અજ્ઞાન છે કે, ‘હું કોણ છું’ અને તે અજ્ઞાનતાના કારણે તમે માનો છો કે, ‘હું આ દેહ સ્વરૂપે છું’, તમે એક સામાન્ય જીવાત્મા છો; અને જ્યારે તમને અનુભવ થાય છે કે “હું આ દેહ કે દેહને આપવામાં આવેલું નામ સ્વરૂપે નથી; પણ હું માત્ર શુદ્ધાત્મા છું” ત્યારે તમે પોતેજ ભગવાન છો.

પૂર્ણ પરમાત્મા, શુદ્ધાત્મા કેવા દેખાય છે?

તેમને તમે આપણી પાંચ ઈન્દ્રિયો દ્વારા જોઈ, અનુભવી કે સમજી નહીં શકો, તેમને માત્ર અનુભવી શકાય છે! તેમને તેમના અન્વય ગુણોના કારણે અનુભવી શકાય છે. આત્માની પાસે અનંત શકિતઓ છે અને આ જ ભગવાનની ખરી વ્યાખ્યા છે. તો,

 1. ભગવાન અનંત જ્ઞાનવાળા છે.
 2. ભગવાન અનંત દર્શનવાળા છે.
 3. ભગવાન જ પરમ સત્ (સત્ય) છે.
 4. ભગવાન એ શુધ્ધ પ્રેમ છે.
 5. ભગવાનને કોઈપણ સુખ કે દુઃખની (શાતા અશાતા વેદનીયની) અસર થતી નથી. (ભગવાન અવ્યાબાધ સ્વરૂપ છે)
 6. ભગવાન અનંત સુખનું ધામ છે. 

દરેક જીવનો આત્મા પ્રત્યેક રીતે પૂર્ણ છે અને જે જીવ મહીં તે બિરાજે છે, તેના આંતરીક વિચાર કે બાહ્ય ક્રિયાઓથી સંપૂર્ણ સ્વતંત્ર છે. જેમ પાણી અને તેલ ક્યારેય ભેગા (મિક્સ) ના થાય, તેવી રીતે જ આત્મા અને દેહ (ટંકોત્કીર્ણ) બંને સાથે રહે, પણ ક્યારેય પણ ભેગા (મિક્સ) નથી થતા. આપણે તેમના અસ્તિત્વ વિષે અજાણ અને તેમના ભવ્ય ગુણને અનુભવી શકતા નથી કારણકે તે અનંત અજ્ઞાનના આવરણથી આવરાયેલા છે.

આ અનંત અજ્ઞાનના આવરણ માત્ર આત્મજ્ઞાન પછી જ ભેદી શકાય છે. આ એ જ ક્ષણ છે જ્યારથી તમને નવા કર્મો બંધાવાનું બંધ થઈ જાય છે અને તમારા બધા જૂના કર્મો ખપાવાનું શરૂ થઈ જાય છે. જ્યારે આ બધા કર્મો ખપી જાય ત્યારે શુદ્ધાત્મા સંપૂર્ણ આવરણ રહીત થઈ અને અંતે પૂર્ણ પરમાત્મ સ્વરૂપ જ બાકી રહે છે!

ભગવાનનું શીર્ષક (ટાઈટલ) અને પદ એવા જ્ઞાનીઓને પ્રાપ્ત થાય છે કે, જેમની મહીં આત્માના અન્વય ગુણો સંપૂર્ણપણે પ્રગટ થયા હોય છે. આમ ભગવાન એ નામ નથી, પરંતુ એક વિશેષણ છે જે આ પ્રકારના ગુણો ધરાવતા જ્ઞાનીઓના વર્ણન માટે વપરાય છે.

આપણે પણ પ્રગટ પરમાત્મા એવા જ્ઞાનીપુરુષની ભજના કરીએ કે જેથી એક દિવસ એમના જેવા જ બની શકીએ! 

Related Questions
 1. ભગવાન શું છે?
 2. ભગવાન કોણ છે?
 3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
 4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
 5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
 6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
 7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
 8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
 9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
 10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
 11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
 12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
 13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
 14. ભગવાનના ગુણધર્મો કયા છે?
 15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
 16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
 17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
 18. મા સરસ્વતી શું સૂચવે છે?
 19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on