મૃત્યુનું વિજ્ઞાન : આત્મા અને પુનર્જન્મ

મૃત્યુ શું હશે? મૃત્યુ સમયે શું હોય? મૃત્યુ પછી શું? મૃત્યુના અનુભવો કહેનારો કોણ? જે મૃત્યુ પામે છે તે એના અનુભવો કહી શક્તો નથી. જે જન્મ પામે છે તે તેની આગળની(પહેલાની) અવસ્થા સ્થિતિ જાણતો નથી. આમ જન્મ પહેલાં ને મૃત્યુ પછીની અવસ્થા કોઈ જાણતો નથી. દાદાશ્રીએ પોતાના જ્ઞાનમાં જોઈને મૃત્યુના આ સર્વ રહસ્યો જેમ છે તેમ યથાર્થપણે ખુલ્લાં કર્યા છે.

શું પુનર્જન્મ સત્ય છે? ડાર્વિનની 'થિયરી ઓફ ઈવોલ્યુશન'(ઉત્ક્રાંતિવાદમાં) પ્રમાણે જીવ એક ઈન્દ્રિય, બે ઈન્દ્રિય એમ 'ડેવલપ' થતો થતો મનુષ્યમાં આવે છે. એના પછી એની આગળ શું થાય છે તેની કોઈ જાણકારી નથી. દાદાશ્રી વૈજ્ઞાનિક રીતે પુનર્જન્મ, જન્મ-મરણનું ચક્ર સમજાવે છે.

જો પુનર્જન્મનો આધાર ના હોય તો પુનર્જન્મની માન્યતાને કોઈ આધાર જ ન રહે,આત્મા માની શકાય જ કેવીરીતે? એટલે આત્માની સમજ બેસતી હોય તો ઉકેલ જ આવી જાયને ! પહેલું આત્મા જાણો તો બધું સોલ્યુશન (ઉકેલ) આવી જશે !

આત્મા મરતો જ નથી, પણ જ્યાં સુધી તમે આત્મસ્વરૂપ થયા નથી, ત્યાં સુધી તમને મૃત્યુનો ભય લાગ્યા કરશે?

મૃત્યુનું રહસ્ય સમજાતાં જ મૃત્યુનો ભય ઊડી જાય છે ! મૃત્યુનાં રહસ્યોને જાણવા માટે આગળ વાંચો.

 

 

મૃત્યુનું રહસ્ય શું?

મૃત્યુ આવવાનું છે એ દરેકને ખબર હોય છે. મૃત્યુ વખતે 'આપણું શું થશે ?' એ વિચાર તો આવ્યા જ કરતા હોય છે. જ્ઞાનીઓની દ્રષ્ટિએ મૃત્યુ એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાની વાત છે. તો મૃત્યુના રહસ્યો જાણો પૂજ્ય નીરુમા દ્વારા.

Spiritual Quotes

  1. મૃત્યુનો ભય તો અહંકારને રહે છે, આત્માને કશું નથી. અહંકારને ભય રહે છે કે હું મરી જઈશ, હું મરી જઈશ.
  2. દેહ એ તો સ્વરૂપની અજ્ઞાનતાનું પરિણામ અને ઈફેક્ટ છે
  3. જન્મ-મરણ એટલે એનાં કર્મનો હિસાબ પૂરો થઈ ગયો, એક અવતાર જે હિસાબ બાંધ્યો હતો, તે પૂરો થઈ ગયો એટલે મરણ થઈ જાય.
  4. એટલે જ્ઞાનીપુરુષ જ્યારે કૉઝિઝ બંધ કરી આપે એટલે ઇફેક્ટ એકલી જ ભોગવવાની રહી. એટલે કર્મ બંધાતા બંધ થઈ ગયા.
  5. આ મનુષ્યદેહ જો સાર્થક કરતાં આવડે તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે અને ન આવડે તો ભટકવાનું સાધન વધારી આપે તેમ પણ છે !
  6. આ એક્સપાયર્ડ થવું એટલે શું તે જાણું છું ? ચોપડાના હિસાબ પૂરા થવા તે. એટલે આપણે શું કરવું, આપણને બહુ યાદ આવે તે, તો વીતરાગ ભગવાનને કહેવું કે એને શાંતિ આપો. યાદ આવે માટે એમને શાંતિ મળે એમ કહેવું. બીજું શું આપણાથી થાય ?
  7. એટલે 'કૉઝીઝ' આ ભવમાં થાય છે. એની 'ઇફેક્ટ' આવતે ભવ ભોગવવી પડે છે !
  8. જે અહંકાર છેને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય !
  9. અહીં તો કાયદો એ છે કે જેણે અણહક્કનું લીધું, તેને બે પગના ચાર પગ થશે.
  10. ભગવાનની દ્રષ્ટિમાં તો કોઈ મરતું જ નથી. ભગવાનની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જો તમને પ્રાપ્ત થાય, એક દહાડો આપે એ તમને તો અહીં ગમે એટલા માણસ મરી જાય તોય તમને અસર કરે નહીં. કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ મરતું જ નથી.

Related Books

×
Share on
Copy