આસક્તિ-કલેશનું કારણ
પતિ-પત્નીનો સંબંધ એ બધા સંબંધોમાં સૌથી ગુંચાવાયેલો સંબંધ છે. એનું કારણ જેટલા પ્રમાણમાં રાગ થાય એટલા જ પ્રમાણમાં દ્વેષ થાય છે તો આ સંબંધમાં ઉભા થતા તણાવ અને સંઘર્ષણનો ઉકેલ લાવવા માટે નિહાળો આ વીડિયો.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
બે વ્યક્તિઓનું નજીક આવવું એટલે બે અહંકારનું નિકટ આવવું, ત્યાં હવે લગ્નજીવનની સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી ? સુખી વૈવાહિક જીવન માટે કેવી રીતે આગળ વધવું તે આપણામાંનાં ઘણાનો પ્રશ્ન છે.
"પતિ-પત્ની નો દિવ્ય વ્યવહાર" પુસ્તકમાં પૂજ્ય દાદાશ્રી એ પતિ-પત્નીનાં અરસપરસ વ્યવહારની સમસ્યાઓનાં દરેક પ્રકારનાં પ્રશ્નોનાં સચોટ ઉકેલ આપ્યા છે. જે આ લગ્નજીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરીને સુખી લગ્નજીવન જીવવામાં માર્ગદર્શન કરી શકે છે. પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા, પરંતુ આખી જિંદગીમાં પોતાના પત્ની સાથે એકપણ મતભેદ પડવા દીધો નહોતો. આ પુસ્તકમાં પ્રગટ જ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીને એમના જ્ઞાન અવસ્થા ના ત્રીસ વર્ષોમાં પતિ-પત્ની વચ્ચેના ઘર્ષણનાં સમાધાન અર્થે પૂછાયેલા હજારો પ્રશ્નોને સંકલિત કરવામાં આવ્યા છે.
દરેક વ્યક્તિ અક્રમ વિજ્ઞાન માં લગ્નજીવન માટે જરૂરી તમામ પ્રકારનું માર્ગદર્શન મેળવીને સુખી લગ્નજીવન તરફ ડગ માંડી શકે છે.
subscribe your email for our latest news and events