
જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે બનાવ્યું હશે?’
આપણને કહેવામાં આવ્યું છે કે, ‘ભગવાને આ જગત બનાવ્યું!’
પણ, આપણે ભગવાનને જોયા નથી.
તેથી, આપણે કલ્પના કરવા માંડીએ છીએ કે, ભગવાન કેવા દેખાતા હશે. જેને આ સુંદર જગતની રચના કરી એ પોતે કેવા સુંદર હશે?
અને કારણ કે આપણે મનુષ્ય છીએ, તેથી આપણે કલ્પના કરીએ છીએ કે ભગવાન પણ મનુષ્યના સ્વરૂપમાં હશે.
જેમ જેમ આપણે આ જગતને વધુ ને વધુ જોતા જઈએ છીએ, તેમ તેમ આ વિશાળ અને ભવ્ય જગતની સંપૂર્ણ અને ચોકસાઈવાળી ડીઝાઈન આપણને મોહિત કરે છે અને આપણે એવી કલ્પના કરવા માંડીએ છીએ કે ભગવાન એ કોઈક સર્વોચ્ચ અસ્તિત્વ, સંપૂર્ણ વ્યક્તિ છે!
અને જ્યારે આપણે આપણી આસપાસના જગતમાં કંઈક અણધાર્યું કે અસામાન્ય વસ્તુ કે જેને બુદ્ધિથી સમજી ના શકાય કે તેનું કોઈ કારણ ના જડે એવું જોઈએ, સાંભળીએ અને અનુભવીએ, ત્યારે લોકો તેને ભગવાનના ચમત્કારો કહે છે; અને આપણે એવી કલ્પના કરીએ છીએ કે ભગવાન એ કોઈક અસાધારણ, અલૌકિક, દિવ્ય વ્યક્તિ છે!
સમય વીતતા આપણી કલ્પના માન્યતામાં રૂપાંતરિત થાય છે અને આગળ જતા તે એકદમ મજબૂત, ચુસ્ત માન્યતા બની જાય છે અને એને જ આપણે સત્ય માનીએ છીએ.
પરંતુ, જેમાં આપણે વધુ મનન કરીને વિચારીએ તો...
આવું અદ્ભુત વ્યક્તિત્વ કે જેને આપણે ભગવાન કહીએ છીએ તેને કોણે બનાવ્યા? કયા અને કેવી રીતે તેમણે બનાવવામાં આવ્યા?
જો ભગવાને આપણી જેમ જ જન્મ લીધો હોય તો, એનો અર્થ કે જગતનું અસ્તિત્વ પહેલાથી હતું જ. તો પછી આ જગત તેમણે કેવી રીતે બનાવ્યું હોઈ શકે?
અને જો કહીએ કે ભગવાનનો જન્મ જ નથી થયો તો, પછી ભગવાન ક્યાંથી આવ્યા છે?
જો ભગવાનનું સર્જન કરવામાં આવ્યું હોય તો પછી જેણે ભગવાનનું સર્જન કર્યું, તેનું સર્જન કોણે કર્યું અને જેણે ભગવાનનું સર્જન કરનારનું સર્જન જેણે કર્યું, તેનું સર્જન કોણે કર્યું. તુર્ત જ કદી અંત ન પામનાર પ્રશ્નોની વંશાવળી વરસવાનું શરૂ થઈ જશે.
પરંતુ, જો આપણે આ પ્રશ્નોને ઉત્સુકતાથી અને અત્યંત જીણવટપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું, તો આપણે ધીમે ધીમે ખરી હકીકત પર પહોંચીશું!
આપણે ભગવાન કોણ છે, ભગવાનને કોણે બનાવ્યા, આ જગત કોણે બનાવ્યું, આ જગત આટલું સુંદર અને સાથે જ નિર્દયી શા માટે છે, તે માટેની સાચી સમજણ ભેગી કરવાનું શરૂ કરીશું!
જ્ઞાનીથી શરૂઆત કરીશું તો બહુ જ સરસ રહેશે (અને બહુ જ જલદી તમે સમજી જશો કે તેમના થકી જ આ પ્રશ્નોનો અંત આવશે) કે જ્યાંથી આપણે આ શોધખોળ શરૂ કરી શકીએ છીએ. કારણ કે, તેઓ આધ્યાત્મિક વિજ્ઞાની છે કે જેમની પાસે ફક્ત આપણા પ્રશ્નોની બહુ જ સ્પષ્ટ, ચોક્કસ અને સંતોષકારક સમજણ જ નહીં, પરંતુ તેઓ એવા સમર્થ પણ છે કે આપણને ખરી વાસ્તવિકતાનો અનુભવ કરાવી શકે!
તો, આવો આપણે ભગવાનના અસ્તિત્વની ખરી વાસ્તવિકતા મેળવી, એમને કોણે બનાવ્યાં; એ વિશેની જ્ઞાનીની સમજણને અનુસરીએ.
શું તમે જાણો છો કે આ બ્રહ્માંડમાં છ અવિનાશી તત્ત્વોનું અસ્તિત્વ કાયમ રહ્યું છે, તેમના નામ આ પ્રમાણે છે:
અવિનાશી તત્ત્વ એટલે એનું ક્યારેય પણ સર્જન થયું નથી અને તેથી જ તેનો વિનાશ પણ કરી શકાતો નથી. તેનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. આમાંના કોઈ પણ તત્ત્વની શરૂઆત કે અંત નથી.
આત્મા છ અવિનાશી તત્ત્વોમાનું એક તત્ત્વ છે અને એ જ ભગવાન છે!
ભગવાન એ આત્મા છે અને તે જ બ્રહ્માંડના બધા જીવમાત્રની મહીં રહેલા છે. કોઈ પણ આત્માને બનાવી શકે નહીં કે કોઈ તેનો વિનાશ પણ કરી શકે નહીં.
તેથી, ભગવાને કોઈને બનાવ્યા નથી; કે તેમને કોઈએ બનાવ્યા નથી. ભગવાનની શરૂઆત નથી, ભગવાન એ પોતે જ મૂળ તત્ત્વ છે. ભગવાન કોઈના આધારે નથી, ભગવાન નિરાલંબ છે. ભગવાનનું અસ્તિત્વ કાયમ હોય જ છે. ભગવાન શાશ્વત છે. માત્ર દેહ કે, જેમાં ભગવાન રહે છે તે એક જન્મ પછી બીજો જન્મ, એમ દેહ બદલાતો રહે છે. જેવી રીતે આપણે જૂનો કોટ બદલીને નવો કોટ પહેરીએ છીએ તેવી જ રીતે. ભગવાનનું સ્વયં પોતાના સ્વાભાવિક ગુણોથી ક્યારેય પરિવર્તન થતું નથી.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
