• question-circle
  • quote-line-wt

નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ

એક જ પ્રસંગને જોવાની બે જુદી-જુદી દૃષ્ટિ હોય છે. એક પોઝિટિવ દૃષ્ટિ અને બીજી નેગેટિવ દૃષ્ટિ. પોઝિટિવ (હકારાત્મક) દૃષ્ટિ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સવળું શોધી કાઢે એવો અભિગમ. જ્યારે નેગેટિવ (નકારાત્મક) દૃષ્ટિ એટલે સવળા સંજોગોમાં પણ અવળું શોધી કાઢવાનું વલણ. દાખલા તરીકે, કોઈએ આપણને અડધો કપ ચા આપી હોય, તો નેગેટિવ દૃષ્ટિવાળાને રીસ ચડે કે “આટલી જ ચા?” જ્યારે પોઝિટિવ દૃષ્ટિવાળો ઊલટું વિચારશે કે “અડધો કપ તો અડધો કપ, પણ ચા તો મળી!”

નેગેટિવ એ બુદ્ધિના પક્ષનું છે અને પોઝિટિવ એ હૃદયના પક્ષનું છે. જોવા જઈએ તો સંસારના બધા દુઃખો અવળી એટલે કે નેગેટિવ દૃષ્ટિથી છે. દુનિયામાં હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર એ બધું જ નેગેટિવ કહેવાય. જ્યારે સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય એ બધું પોઝિટિવ કહેવાય.

આપણી પોતાની દૃષ્ટિમાં કે આપણી આસપાસના લોકોની દૃષ્ટિમાં પોઝિટિવ અને નેગેટિવ બંને હોઈ શકે. પણ મોટે ભાગે આ યુગમાં નેગેટિવ વધારે જોવા મળે છે. આપણી દૃષ્ટિ પોઝિટિવ છે કે નેગેટિવ? તેને કેવી રીતે ઓળખવી? નેગેટિવ કયા કારણોથી થાય છે? નેગેટિવિટીની સામા ઉપર અને આપણા ઉપર શું અસર થાય છે? જીવનમાં હંમેશા પોઝિટિવ કઈ રીતે રહેવું? પોઝિટિવનો પાવર કેવો હોય છે? એ તમામ પ્રશ્નોની વિગતવાર છણાવટ આપણને અહીં મળે છે. જેની મદદથી આપણે નેગેટિવથી પોઝિટિવ તરફ વળી શકીએ અને જીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરી શકીએ.

પોઝિટિવ દ્રષ્ટિ

પોઝીટીવ દ્રષ્ટિ આપણને સુખ આપે છે. નેગેટીવમાંથી બહાર નીકળો અને પોઝીટીવ તરફ જાવ. સમ્યક દ્રષ્ટિ આત્મા તરફ લઈ જનારી છે. આત્મા દ્રષ્ટિ મળે તો આ સંસાર કોઈ રીતે દુઃખદાયી થાય નહિ. પોઝીટીવ દ્રષ્ટિ બુદ્ધિ થી રહી શકે છે અને આત્મ દ્રષ્ટિ જ્ઞાનથી રહી શકે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. નેગેટિવિટી અને પોઝિટિવિટી કેવી રીતે ઓળખાય?

    A. પોઝિટિવ અને નેગેટિવ દૃષ્ટિને ઓળખવાની પારાશીશી એ છે કે, જે દૃષ્ટિ બીજાને દુઃખ આપે, પોતાને દુઃખી કરે,... Read More

  2. Q. કાયમ પોઝિટિવ કેમ નથી રહેવાતું? નેગેટિવ કેમ થાય છે?

    A. આજકાલ જીવન એટલું ઝડપી થઈ ગયું છે કે જ્યાં જોઈએ ત્યાં કામનું ટેન્શન, સ્ટ્રેસ, ચિંતા અને ઉપાધિમાં... Read More

  3. Q. શા માટે જીવનમાં પોઝિટિવ રહેવું? નેગેટિવિટીની સામા ઉપર ને પોતાના ઉપર શું અસરો થાય છે?

    A. પોઝિટિવથી ઊંચી દૃષ્ટિ આ જગતમાં કોઈ છે જ નહીં. જીવનમાં કાયમ પોઝિટિવ રહેવાય, નેગેટિવ ક્યારેય ના થવાય... Read More

  4. Q. નેગેટિવમાંથી પોઝિટિવ તરફ કઈ રીતે વળવું?

    A. નેગેટિવમાંથી પોઝિટિવ તરફ વળવા માટે માટે ફક્ત દૃષ્ટિ જ બદલવાની છે. જેમ ખાલી બોટલમાંથી હવા બહાર કાઢવી... Read More

  5. Q. પોઝિટિવનો પાવર કેવો હોય છે?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “પોઝિટિવ લાઈન આખી ભગવાન પક્ષી છે અને નેગેટિવ લાઈન છે, એ શેતાન પક્ષી... Read More

Spiritual Quotes

  1. જગતમાં 'પોઝિટિવ' જ સુખ આપશે અને 'નિગેટિવ' બધું દુઃખ આપશે.
  2. વેપારની ખબર ચાર-પાંચ દહાડાથી ખરાબ આવતી હોય તો અહીં આગળ પોસ્ટમેન પેઠો કે તરત મન બતાવે આજ શેની ખબર આવશે? ત્યાં આપણે શું કરવું? પોઝિટિવ રહેવું જોઈએ કે આજે સરસ ખબર આવશે. પેલાને બોલાવીએ અહીં આગળ પછી મહીં કાણ નીકળે, તે પછી બાજુએ મૂકી દેવાની. પણ પોઝિટિવ રાખવું આપણે તો.
  3. આ જગતમાં દરેક વાતને પોઝિટિવ લેવાની છે. નેગેટિવ તરફ વળ્યા કે પોતે અવળો ચાલશે ને સામાનેય અવળો ચલાવશે.
  4. આપણે એક જ વસ્તુ 'પોઝિટિવ' જોવાનું. જગત 'પોઝિટિવ' અને 'નેગેટિવ'ને રસ્તે છે. જ્યારે ત્યારે તો એ 'નેગેટિવ'ને 'પોઝિટિવ' કરશે. તો આપણે પહેલેથી 'પોઝિટિવ' કેમ ના રહીએ?
  5. નેગેટિવ ભાંગવામાં જેટલો ટાઈમ નકામો જાય છે, એના કરતાં 'પોઝિટિવ'માં તરત જ 'જોઈન્ટ' થઈ જાય છે, 'ઓટોમેટિકલી'. અશુભ કર્મો દૂર કરવામાં નકામો ટાઈમ શું કરવા બગાડે છે?!
  6. બે જ વસ્તુ છે : 'પોઝિટિવ' ને 'નેગેટિવ'. 'નેગેટિવ' રાખીએ તો કુદરત 'હેલ્પ' કોને કરે? આપણી 'ડિક્ષનરી'માં 'નેગેટિવ' ના હોવું જોઈએ.
  7. 'અમે' 'નેગેટિવ'ને 'પોઝિટિવ'થી જીતીએ છીએ.
  8. 'હા' શબ્દમાં બહુ બધી શક્તિ છે અને 'ના' શબ્દમાં બહુ અશક્તિ છે.
  9. 'નો' (ફ્ં) થી જગત અટકયું છે.
  10. 'નો' (ફ્ં) કહેવાવાળા પુદ્ગલ પક્ષના છે અને 'યસ' (ળ્ફૂ) કહેવાવાળા મોક્ષ પક્ષના છે.
  11. સત્સંગ એટલે સત્ નો યોગ થવો, સારી વસ્તુનો, પોઝિટિવ વસ્તુનો યોગ થવો તે. અને નેગેટિવ વસ્તુનો સંયોગ થવો દુઃખદાયી છે.
  12. 'બિલકુલ' નેગેટિવ બોલે, તેના અંતરાય પડે ને 'પોઝિટિવ'ના અંતરાય ના પડે.
  13. હંમેશાં પોઝિટીવ બોલો. મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે પોઝિટીવ બોલો. પોઝિટીવમાં નેગેટીવ ના બોલાય. પોઝિટીવ થયું, એમાં નેગેટીવ બોલીએ એ ગુનો છે અને પોઝિટીવમાં નેગેટીવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. ‘કાંઈ જ બગડ્યું નથી’ એમ બોલતાંની સાથે મહીં કેટલો ય ફેરફાર થઈ જાય. માટે પોઝિટીવ બોલો.

Related Books

×
Share on