વીતરાગોની તત્વ દ્રષ્ટિ

"બીજાનો દોષ જોવાથી કર્મ બંધાય, પોતાના દોષ જોવાથી કર્મમાંથી છૂટાય." આ છે કર્મનો સિદ્ધાંત."

મોટામાં મોટો મૂળ દોષ 'પોતાના સ્વરૂપનું અજ્ઞાન' એ જ છે ! 'હું કોણ છું?' આટલુંજ નહીં સમજાવું, એજ સર્વ ભૂલોનું મૂળ છે.

જ્ઞાની પુરુષની કૃપાથી 'એ' ભૂલ ભાંગે પછી બધી ભૂલો ભાંગવા માંડે.

અજ્ઞાનતામાં બીજાના જ દોષ જુએ, પોતાના દેખાય જ નહીં.

જ્યારે 'સ્વરૂપના જ્ઞાન'ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયાં, મન-વચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય.

 

નિર્દોષ દ્રષ્ટિ

નિર્દોષ દ્રષ્ટિ એટલે કોઈ દોષિત નથી, મારું જ કરેલું મને ફળ આવે છે. જેમ પહાડ પરથી કાંકરો પડીને વાગ્યો તો કોઈને ગુનેગાર ગણતા નથી, તેમ જીવતા માણસોથી આપણને કંઈ વાગ્યું તોય વાંક કાઢવો નહી એનું નામ નિર્દોષ દ્રષ્ટિ. નિર્દોષ જોવાની દ્રષ્ટિ મેળવો પૂજ્ય દીપકભાઈ દ્વારા.

Spiritual Quotes

  1. તમારી ભૂલો જ તમારી ઉપરી છે બસ, આપણી ભૂલો હોય તે જ !
  2. ભૂલો ને બ્લંડર્સ !!! એટલે તમારી ભૂલ નહીં હોય તો કોઈ નામ દેનારુંય નથી આ વર્લ્ડમાં.
  3. થાય તેનો વાંધો નથી પણ દોષ દેખાવો જોઈએ.
  4. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય.
  5. દરેક અડચણો આવે છેને, પહેલી સહન કરવાની તાકાત આવે, પછી અડચણો આવે છે. નહીં તો માણસ ત્યાં ને ત્યાં ખલાસ થઈ જાય. એટલે કાયદા એવાં છે બધા.
  6. આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. તમને દોષ દેખાય છે એ તમારી જોવાની દ્રષ્ટિમાં ફેર છે.
  7. આ જગતમાં કોઈ માણસ કોઈનું કશું કરી શકે જ નહીં, એવું આ સ્વતંત્ર જગત છે.
  8. કોઈનો દોષ દેખાયો ત્યાં સુધી દુઃખ રહે. બીજાના દોષ દેખાતા બંધ થયા એટલે છૂટકારો.
  9. નિજદોષ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ એટલે પરમાત્મા થવાની તૈયારી થઈ.
  10. ભૂલ વગરનું જ્ઞાન અને ભૂલ વગરની સમજણ થશે તો તું પોતે જ મોક્ષ સ્વરૂપ છે.

Related Books

×
Share on
Copy