દાન એટલે શું? દાનનાં ફાયદાઓ અને પ્રકારો

દાન/ધર્માદો શું છે?:  દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્યને હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું 'રીએક્શન' આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠાં આવે ! તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું.

નિરાકુળ આનંદ ક્યારે આવશે? સંસારમાં જેની પર અતિશય વહાલ છે, એ વહેતું મૂકવામાં આવશે ત્યારે. સંસારમાં શેની પર અતિશય વહાલ છે? લક્ષ્મીજી ઉપર. તો એને વહેતી મૂકો. ત્યારે કહે છે કે વહેતી મૂકે છે ત્યારે વધારે ને વધારે આવવા માંડી.

દાદાશ્રીએ અહીં દાન/ધર્માદા વિષે વિસ્તૃત જાણકારી આપી છે અને બીજા પ્રશ્નો જેવા કે, દાન એટલે શું? દાનનાં ફાયદાઓ શું છે?, દાનનાં કેટલાં પ્રકાર છે?, દાન, ક્યાં અપાય? દાન કઈ રીતે અપાય?, ગુપ્ત દાન/ધર્માદો શું છે? વગેરે વગેરે અનેક બીજા અનેક.... જે સુજ્ઞ વાચક માટે અમૂલ્ય અને તલસ્પર્શી માર્ગદર્શિકા બની જશે.

 

लक्ष्मी के सद्उपयोग

पैसे लोगों के लिए महत्वपूर्ण है पर वह सर्वस्व नहीं है| हमें धन का उपयोग किसी अच्छे और महान कार्य के लिए करना चाहिए| धन जो दूसरों की मदद के लिए उपयोग किया जाता है वह अधिक गुना वापस मिलता है|

Spiritual Quotes

  1. દાન એટલે શું કે આપીને લ્યો. આ જગત પડઘા સ્વરૂપ છે. એટલે જે તમે કરોને તેવાં પડઘા પડશે, એના વ્યાજ સાથે.
  2. દાન એટલે વાવીને લણો !
  3. જો જો, દાન રહી નાં જાય !
  4. નિરપેક્ષ લૂંટાવો !
  5. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું ? જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય.
  6. દાન આપનાર હોય તેનું ક્યારે કેટલાય ગણું થઈ જાય. પણ તે કેવું ? મનથી આપવું છે, વાણીથી આપવું છે, વર્તનથી આપવું છે, તો એનું ફળ તો આ દુનિયામાં શું ના કહેવાય એ પૂછો !
  7. દાન પણ ગુપ્તપણે !
  8. સરપ્લસનું જ દાન !
  9. જે કમાય તેનું નાણું નહીં. જે વાપરે તેનું નાણું. માટે નવા ઓવરડ્રાફ્ટ મોકલ્યા એટલા તમારા. ના મોકલ્યા એ તમે જાણો !
  10. નાણાં ખૂંચાઈ જવા હારુ જ આવે છે. અહીં નહીં પેસે તો અહીં પેસી જશે. માટે સારી જગ્યાએ પેસાડી દેજો, નહીં તો બીજી જગ્યાએ તો પેસી જવાના જ છે.

Related Books

×
Share on
Copy