દાદાભગવાન એપ, આત્મા પ્રાપ્તિ કરીને પરમ સુખ પામવાની ઝંખના ધરાવનાર મુમુક્ષુઓને, તેમના મોબાઈલ ઈન્ટરનેટ પર પરમ પૂજ્ય દાદાશ્રી, પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈના વિવિધ સત્સંગ મીડિયા જેવા કે પુસ્તકો, ફોટાઓ, વિડિઓ, ઓડિયો વિગેરેના સ્વરૂપમાં એક સરળ ઇન્ટરફેસ અને ડાયરેક્ટ અનુસંધાન દ્વારા સહાય કરે છે.
આ એપ્લિકેશનના સરળ ઇન્ટરફેસથી તમે તમારા મોબાઈલ પર ઈન્ટરનેટ દ્વારા જુદા જુદા સત્સંગ મીડિયા સાથે તરત જોડાઈ શકો છો.
અક્રમ જ્ઞાન અને જ્ઞાની સાથેનું તમારું જોડાણ હવે માત્ર એક સ્પર્શથી!
દાદાભગવાન ફોઉન્ડેશન આપના માટે લાવ્યું છે એ કનેક્ટ એપ (અક્રમ કનેક્ટ – એ કનેકટ) - એક મોબાઈલ એપ્લિકેશન કે જ્યાં તમે સત્સંગ, લાઈવ સત્સંગ, ટેલી સત્સંગ, પૂજ્યશ્રી વિશેની લેટેસ્ટ માહિતી, વેબસાઈટ અપડેટસ, દરરોજ આપ્તસૂત્ર અને એનરઝાઈઝર દ્વારા લેટેસ્ટ માહિતી મેળવીને અપડેટેડ રહી શકો છો.
subscribe your email for our latest news and events