આધ્યાત્મિક લેખ

પ્રાર્થના શું છે? આપણે પ્રાર્થના દ્વારા આપણી જાતને કઇ રીતે ઉર્જામય કરી શકીએ?

બાળપણથી જ, આપણે ઘણી પ્રાર્થનાઓ બોલી છે, ગાઈ છે અને સાંભળી છે. સમય જતાં, આપણને પ્રાર્થનામાં શ્રદ્ધા વિકસિત થતી ગઈ. આજે, ચાલો આપણે આ શ્રદ્ધાને વધુ મજબૂત બનાવીએ, એવી સમજણ મેળવીને કે –‘પ્રાર્થનાનો અર્થ શું છે? પ્રાર્થનાના ફાયદાઓ શું છે? ભગવાનને કઇ રીતે પ્રાર્થના કરવી જોઇએ ? કોની સમક્ષ પ્રાર્થના કરવી જોઇએ? પ્રાર્થના કઈ કરવી જોઇએ? આ સમજણ આપણને...

વ્યસનથી મુક્ત થવાના ચાર રસ્તાઓ

આજે, આપણે ફિલ્મ ક્ષેત્રમાં જોઇએ છીએ કે કેટલી હદ સુધી વ્યસનો ફેલાયેલા છે. ટોચની હસ્તીઓ, કે જે યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક બની ગયા હોય અને જેઓ લોકોના જીવનને ઘણી બધી રીતે અસર કરતાં હોય છે, તેઓ તેમના ચાહકોની નજરમાં વ્યસનની ખરાબ આદતના કારણે કલંકિત બની જતા હોય છે. દારૂ અને માદક પીણાનું વ્યસન, કેટલા બધા વર્ષોની મહેનત અને ટેલેન્ટ્ને નષ્ટ કરી દે...

અધ્યાત્મ અને ધર્મ વચ્ચેનો તફાવત

અધ્યાત્મ અને ધર્મ વચ્ચે ચોક્કસપણે ખૂબ મોટો તફાવત છે. આવો, તે બન્ને વચ્ચેનો તફાવત જોઇએ. શાંતિ અને આનંદની શોધ વ્યક્તિ ધર્મથી કરે છે. દરેક ધર્મ તેની રીતે, શું સારુ છે અને શું ખરાબ છે તેનું જ્ઞાન આપે છે. ધર્મ એક શ્રદ્ધા અથવા માન્યતા છે. તે આપણને ખરાબ વસ્તુ છોડવાનું અને સારું ગ્રહણ કરવાનું શીખવે છે, કારણ કે કુદરતનો નિયમ એવો છે કે જ્યારે...

સફળતા અને નિષ્ફળતા

સફળતા અને નિષ્ફળતા મનુષ્યનું જીવન, તે પછી સામાન્ય માણસનું હોય કે સુપરમેનનું, તે હમેંશા સફળતા અને નિષ્ફળતાના પ્રસંગોથી ભરેલું હોય છે. જોકે, આપણી બુધ્ધિ આપણને નિરંતર એવું બતાવે છે કે, સફળતા મળે તે સારું અને નિષ્ફળતા મળે તે ખરાબ. કારણકે આપણે માનીએ છીએ કે, સફળતા અને નિષ્ફળતા એ આવડતનો માપદંડ છે. તે આપણી ક્ષમતાઓને ખીલવામાં મદદ કરે છે જ્યાં સુધી...

આમ છૂટાય ડિપ્રેશન(હતાશા)થી !

શું તમે ક્યારેય અનુભવ કર્યો છે કે કોઈ પણ પરિસ્થિતને નકારાત્મકતાથી જોવાની અજ્ઞાનતાના કારણે હતાશાની શરૂઆત થાય છે? આવી પરિસ્થિતિમાં, આપણે એવું માની લઈએ છીએ કે બધું જ આપણી વિરુદ્ધમાં જઈ રહ્યું છે. અને આ જ નેગેટીવ દ્રષ્ટિકોણ કે દ્રષ્ટિના પરિણામે નકારાત્મક વિચારો ઉદ્ભવે છે. નીચેના વાક્યો ધ્યાનમાં લઈએ: "તમે અક્કલ વગરના છો!" “તમે કોઈ કામના...

કર્મનો સિદ્ધાંત

કર્મનો એક શબ્દ તરીકે વારંવાર ઉપયોગ થતો હોય છે. જો તમે આ પેજ વાંચતા હોય તો, એવું સંભવ છે કે, તમે એવા હજારો લોકોમાંના એક છો કે જે, 'કર્મ' વિશેની સાચી સમજણની શોધમાં છે. તમે કદાચ અહીં એ સમજવા માંગો છો કે, કેવી રીતે આપણા આશયો, હેતુ, ઈચ્છાઓ અને ભાવનાત્મક પ્રવાહો કે જેની સાથે આપણે કાર્ય કરીએ છીએ, તેની આપણા જીવન પર કેવી અસરો થાય છે અને તે 'કર્મ'...

ખુદને ઓળખો અને અનુભવો!

શું ખરેખર આપણે કોણ છીએ, તે અનુભવવા માટે સંસાર ત્યાગ કરવાની, ધ્યાન કરવાની અને અસાધારણ તપની જરુર છે? આપણી ખરી ઓળખ અને પરમ સુખ કે જે આપણી અંદર પહેલેથી જ રહેલું છે, તે મેળવવા માટે શા માટે આપણે બધી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ? એવા લાખો માણસો છે જેમણે તે પરમ સુખની ખોજમાં બધીજ(સંસારી) વસ્તુઓનો ત્યાગ કર્યો છે. પરંતુ શું ખરેખર તેની જરૂર છે? "હું કોણ...

×
Share on