દાદા ભગવાન ફાઉન્ડેશન, અડાલજ અને તેની સાથે સંકળાયેલી, વગર નફે કામ કરતી, સામાજિક-આધ્યાત્મિક સંસ્થાઓનાં ચેર્રીટેબલ ટ્રસ્ટોની રચના જ્ઞાની પુરુષ શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, જેઓ પ્રેમથી પરમ પૂજ્ય દાદાશ્રી અથવા દાદા ભગવાન તરીકે જાણીતા છે, તેમના અક્રમ વિજ્ઞાન  (આત્મજ્ઞાનનું વિજ્ઞાન) દ્વારા વિશ્વમાં શાંતિ,ઐક્ય અને પરમ સુખ નો પ્રસાર કરવા ના ઉદ્દેશ થી કરવામાં આવી છે.

DBF વિશ્વભરમાં અને ભારતનાં વિવિધ રાજ્યોમાં પૂજ્ય દીપકભાઈનાં સત્સંગ/જ્ઞાનવિધિ (બે કલાક માં આત્મ સાક્ષાત્કાર પામવા ની વૈજ્ઞાનિક પ્રક્રિયા) નું આયોજન કરે છે. આ સત્સંગો પ્રશ્નોત્તરીનાં રૂપે હોય છે જેમાં સૂક્ષ્મતમ આધ્યાત્મિકથી લઇને સ્થૂળ સાંસારિક બાબતો/પ્રશ્નો/શંકાઓ જેવા વિવિધ પ્રકારનાં પ્રશ્નો હોય છે. આ સત્સંગ/જ્ઞાનવિધિ કોઈપણ જાતિ, રંગ, ધર્મ,વર્ણ ના ભેદ વિના સામાન્ય જનતા માટે, વિના મૂલ્યે હોય છે.

DBF આ આધ્યાત્મિક વિજ્ઞાન (અક્રમ વિજ્ઞાન) ના પ્રસાર માટે દેશ ના જુદા જુદા ભાગો માં નિષ્પક્ષપાતી ત્રિમંદિરો બંધાવી તેનું વ્યવસ્થાપન કરે છે. આ આધ્યાત્મિક વિજ્ઞાનનો પ્રસાર પુસ્તકો, મેગેઝીન, ડીવીડીઓ, વેબસાઈટ, અને જુદી જુદી ટીવી ચેનલોનાં માધ્યમ દ્વારા થતા સત્સંગ પ્રસારણથી પણ કરવામાં આવે છે.

સત્સંગ/જ્ઞાનવિધિ ઉપરાંત જુદી જુદી પ્રવૃતિઓ, મેગેઝીન, સામાયિક પ્રકાશનો અને વેબસાઈટ દ્વારા DBF આખી દુનિયાનાં બાળકો અને યુવાનોને સંસ્કાર આપી ચારિત્ર્ય ઘડતર કરી રહેલ છે.

DBF એ મુમુક્ષોઓનાં આધ્યાત્મિક વિકાસ માટે આવશ્યક સુવિધાઓ સાથેના આવાસી સંકુલ (સીમંધર સીટી)નું આયોજન કરેલ છે.

આ ઉપરાંત DBF રાહત ના દરે, નિરાંત (ઘરડાઘર), અંબા હેલ્થ સેન્ટર (રુગ્ણાલય), ઉણોદરી (ભોજનશાળા),ગુરુકુળ (નિશાળે જતાં બાળકો માટે રહેઠાણ), સ્ટોપ એન્ડ સ્ટે (મુલાકાતીઓ માટે રહેઠાણ) અને 'અંબા સ્કૂલ ફોર એકસેલન્સ', પણ ચલાવે છે.

Dadabhagwan Foundation Brochure Download Brochure

×
Share on
Copy