અહમ શું છે?

અહમ દૂર કરવાનો નથી, અહંકાર દૂર કરવાનો છે. અહમ એટલે હું – તે અસ્તિત્વને માટે વપરાય છે: ‘હું છું’. પોતે જે સ્વરૂપ છે તેના માટે ‘હું છું’ એમ કહેવું, તે અહંકાર નથી. બધા જીવોને પોતાના અસ્તિત્વનું ભાન તો છે જ, કે ‘હું છું’ પરંતુ તેમને વાસ્તવિકતાની જાગૃતિ (વસ્તુત્વની જાગૃતિ): ‘હું કોણ છું?’ તે નથી. પોતાના ખરા સ્વરૂપને ઓળખો, કારણ કે બંધન માત્ર સ્વરૂપની અજ્ઞાનતાના કારણે જ છે ! 

શું તમે જાણો છો કે, ‘હું આ શરીર છું’ એ પણ અહંકાર છે. ‘હું ચંદુલાલ છું’ તે પણ અહંકાર છે અને ખાલી આટલો જ અહંકાર નથી. પરંતુ આ યાદી બહુ મોટી છે, જેમ કે - ‘હું એન્જિનીયર છું’, ‘હું આમનો દીકરો છું’, ‘હું આમનો પતિ છું’, ‘હું આમની પત્નિ છું’, ‘હું આટલા વર્ષનો છું’, ‘હું તદુંરસ્ત છું’, ‘હું ઘઉંવર્ણો છું’ વગેરે...

જ્ઞાની પુરુષ દાદાશ્રી દ્વારા અગોપિત થયેલા અહંકારના જુદા જુદા સ્વરૂપોને સમજવા અને બંધનમાંથી કેવી રીતે મુક્ત થવું તે સમજવા માટે વધુ વાંચો.....

અહંકાર કોને કહેવાય?

અહંકાર એટલે જ્યાં પોતે નથી ત્યાં 'હું' છું એવું આરોપણ કરવું. આપણે ખરેખર દેહ કે નામ સ્વરૂપે નથી છતાં આપણે દેહ કે નામ સ્વરૂપે છીએ એવું માનીએ છે. પોતે જે સ્વરૂપે છે એનું ભાન થવું એનું નામ નિરહંકાર.

Top Questions & Answers

 1. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
 2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
 3. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
 4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
 5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
 6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
 7. શું દયા એ અહંકારનો ગુણ છે?
 8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
 9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
 10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
 11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
 12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
 13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
 14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?

Spiritual Quotes

 1. અહમ્ કાઢવાનો નથી, અહંકાર કાઢવાનો છે. હું તો છે જ પણ તે અહંકાર કાઢવાનો છે. આઈ વિધાઉટ માય ઈઝ ગોડ (મારાપણું વિનાનો 'હું' એ જ ભગવાન) એટલે માય કાઢવાનો છે. માયને લીધે અહંકાર કહેવાય છે. માય ન હોય તો અહમ્, 'હું આત્મા છું' બોલવામાં કંઈ વાંધો નથી. કારણ કે પોતાની વસ્તુ છે આ. 'હું દેહ છું' એ અહંકાર છે. એટલે અહંકાર કાઢવાનો છે.
 2. આ ‘હું ચંદુ છું’ એ જ અહંકાર. ચેતનના પ્રકાશથી ચૈતન્યભાવને પામેલો. એમાં ચેતન નથી જરાય, એ છે પૌદ્-ગલિક વસ્તુ.
 3. અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે. ગીતાએ ખરું કહ્યું છે કે પહેલો અહંકાર થાય છે અને ત્યાર પછી આ પરિણામ થાય છે. અહંકારથી કર્મ બંધાય છે અને આ મન-વચન-કાયા એ બધું ફળ છે. અહંકાર કોઝિઝ છે ને આ મન-વચન-કાયા ઇફેક્ટ છે.
 4. ત્યાગ અને ગ્રહણ એ અહંકારનાં લક્ષણ છે અને નિકાલ એ નિર્અહંકારનાં લક્ષણ છે. આપણે નિકાલ કરવાનો છે.
 5. અહંકારથી જ ભય છે બધો. નિર્અહંકાર તો નિર્ભય!
 6. વિષયો કોણ ભોગવે છે? વિષયો ઇન્દ્રિયો ભોગવે છે. આત્મા કોઈ દહાડો વિષય ભોગવે નહીં. આત્મા સૂક્ષ્મતમ છે અને ઇન્દ્રિયો સ્થૂળ છે અને આત્માએ ક્યારેય પણ વિષય ભોગવ્યો જ નથી. આત્મા વિષય ભોગવી શકે જ નહીં. ત્યારે અહંકાર વિષય ભોગવી શકે નહીં. અહંકાર એવી સૂક્ષ્મ વસ્તુ છે કે પોતે વિષય ભોગવી શકે નહીં. ફક્ત 'ભોગવ્યું'નો અહંકાર કરે કે મેં તો બહુ સરસ ભોગવ્યું. અગર તો એમ કહે કે મેં ભોગવ્યું નહીં, ખાલી અહંકાર કરે છે. બીજું કશું નહીં.
 7. લૌકિકમાં સંતો, ભક્તો, યોગીઓને જ્ઞાની કહે. ભગવાનની ભાષામાં જ્ઞાની એટલે? જેના ક્રોધ-માન-માયા-લોભ સંપૂર્ણ ગયા છે તે, નીરઅહંકારી થઇ ગયા છે તે. એવા જ્ઞાનીને કૃષ્ણ ભગવાને શું કહ્યું? જ્ઞાની એ જ મારો આત્મા છે, જ્ઞાની મને સૌથી પ્રિય છે. ‘હે અર્જુન ! મારામાં ને જ્ઞાનીમાં, તું ભેદ નાં ગણીશ.’ શ્રીકૃષ્ણ પોતાની સંક્ષામાં જ સીટ આપી જ્ઞાનીને. 
 8. દાદાશ્રીને જ્ઞાન થયું એટલે શું થયું ? અહંકાર સંપૂર્ણ જતો રહ્યો. 
 9. જ્યાં જ્ઞાની હોય ત્યાં જ અહંકાર જાય, નહીં તો અહંકાર જાય નહીં.
 10. અહંકાર હોય ત્યાં સુધી પાપ અને પુણ્ય હોય. અહંકાર જાય એટલે પાપ અને પુણ્ય જાય, તો આત્મધર્મ થાય.
 11. કર્મ પુદગલ ય નથી કરતું અને આત્માય નથી કરતો. જો પુદગલ કર્મ કરતું હોય તો આ જ્ઞાની પુરુષનુંય પુદગલ કર્મ કરી શકે અને આત્મા કર્મ કરતો હોય તો એમનામાં આત્માય છે, કર્મ એ નથી કરતો. કર્મ અહંકાર કરે છે. અહંકાર ગયો એટલે કર્મનો કર્તા ગયો એટલે કર્મ ગયાં.
 12. આત્મા ક્યારે પ્રાપ્ત થશે? અહંકારની સત્તા ઊડી જશે ત્યારે આત્મા પ્રાપ્ત થશે. આત્માનો સ્વભાવ જ એવો છે કે આત્માને દુઃખ અડે નહીં. આ દેવતા ઉપર ઉધઈ ચઢે ખરી? લાકડાં ઉપર ઉધઈ ચઢે. આત્માને કશું અડે નહીં. દુઃખ અડે જ નહીં એને. માટે આત્મારૂપ થાવ તો તમને પછી સુખ જ રહેશે. અહંકારરૂપ છે ત્યાં સુધી દુઃખ છે.
 13. નાના છોકરામાં અહંકાર ના હોય એટલે એને હરેક ચીજ સપ્લાય થાય. એવું જ્ઞાનીમાં અહંકાર ના હોય, તે હરેક ચીજ સપ્લાય થાય. તમારો અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી.
 14. જેમ જેમ અહંકાર નિર્મૂળ થતો જાય, ઓછો થતો જાય તેમ તેમ બધી વસ્તુઓ તમારા ખોળામાં પડતી જાય. તમારી ઇચ્છા થઈ એ કાયદો કેટલે સુધી છે? એક બાજુ ઇચ્છા ઉત્પન્ન થવી ને એક બાજુ વસ્તુ ઓન ધી મોમેન્ટ મળી રહે! એટલો બધો સરસ કાયદો છે!
 15. જ્ઞાન આપ્યા પછી તમને ચિંતા ના થાય, વરીઝ ના થાય. કારણ કે અહંકાર ને મમતા ઊડી ગયાં.  

Related Books

×
Share on
Copy