• question-circle
  • quote-line-wt

મોક્ષ: અંતિમ આધ્યાત્મિક ધ્યેય

દરેક જીવ સુખની શોધમાં હોય છે. બાળક આનંદ મેળવવા માટે રમકડાંથી રમે છે. જ્યારે તે મોટું થાય છે, ત્યારે ભવિષ્યમાં સુખી જીવન જીવી શકે તે માટે સખત અભ્યાસ કરે છે. શિક્ષણના આધારે, તે સંતોષ મેળવવા નોકરીની શોધ કરે છે. પછી, ‘સુખી માણસ’ બનવા માટે તે લગ્ન કરે છે. આ બધા તબક્કે, તે થોડો સમય સુખ અનુભવે છે, પરંતુ તે વધુ સમય ટકતું નથી. તેથી હંમેશા સુખી થવાના પ્રયત્નો ચાલુ રહે છે. પૈસા માન અથવા કીર્તિ- સફળતા તેને સંતોષ આપી શકે નહિ. જ્યારે તેને અનુભવાય છે કે આ બધા બંધનો છે અથવા ક્ષણિક સુખના સાધનો છે ત્યારે શાશ્વત આનંદની શોધ શરૂ થાય છે. આ કાયમના સુખને મોક્ષ કહેવાય છે, મુક્તિ, તમામ બંધનોથી છુટકારો અથવા સ્વતંત્રતા પણ કહેવાય છે.

આ બધા બંધનોથી જ વ્યક્તિ દુઃખનો અનુભવ કરે છે.

“ જે ક્ષણેથી વ્યક્તિને એમ થાય છે કે ‘હું બંધાયેલો છું’ ત્યારથી જ તેને મુક્ત થવાની (સંસારમાંથી) ઇચ્છાઓ થાય છે અને અંતે શાશ્વત મુક્તિ પ્રાપ્ત થાય છે” – પરમ પૂજ્ય દાદા ભગવાન 

સ્વરૂપની (આત્માની) અજ્ઞાનતાના કારણે બંધન છે, જ્યારે પોતાની જાતનું ભાન થાય છે તે મોક્ષ છે. જ્યારે વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ‘પોતે કોણ છે’ તે જાણે છે ત્યારથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. જ્યારે પોતાની જાતની અજ્ઞાનતા દૂર થાય છે ત્યારથી મોક્ષ અથવા મુક્તિ તમારા હાથમાં છે. મુક્તિ એ અધ્યાત્મિક માર્ગનો અંત છે. 

તમને મોક્ષ પ્રાપ્ત કરતાં કોણ અટકાવે છે? 

જ્યારે કોઇ વેલો સંપૂર્ણપણે કાદવથી ઢંકાયેલ હોય ત્યારે તેને ઉપર કોણ નથી દેખાવા દેતું? કાદવ. એ જ રીતે, આત્મા સંપૂર્ણપણે પરમાણુઓથી ઢંકાયેલ છે, જે આત્માને અવ્યવહાર રાશિના જીવોમાં ખેંચી જાય છે. આત્માની આગળ આ પરમાણુઓનો પડદો રહેલો છે જે મોક્ષ પ્રાપ્ત કરવા દેતા નથી. 

આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, વ્યક્તિ આ લૌકિક પરમાણુઓથી મુક્ત થાય છે. આત્મા આ બધા આવરણોથી મુક્ત થાય છે અને સિધ્ધક્ષેત્રમાં (જ્યાં બધા મુક્ત આત્માઓ રહે છે) ત્યાં સ્થાન પામે છે. આ શાશ્વત મુક્તિ છે, જે માત્ર જ્ઞાની પુરૂષની કૃપાથી જ શક્ય છે. 

જ્ઞાનીપુરૂષ એ એવી વ્યક્તિ છે જેણે કાયમી સુખની સ્થિતિ પ્રાપ્ત કરેલ છે. જો આપણે એરપોર્ટનો રસ્તો જાણતા હોય તેવી વ્યક્તિ સાથે હોઇએ તો એરપોર્ટ પહોંચવું સહેલું ન થઇ જાય? એ જ રીતે, જ્યારે આપણને જ્ઞાની પુરૂષ મળે છે ત્યારે આપણો મોક્ષનો માર્ગ સરળ થઇ જાય છે. 

મોક્ષ એટલે શું?

મોક્ષ એટલે સર્વ દુઃખોથી મુક્તિ. મોક્ષ બે તબક્કે કહી શકાય, પહેલો કે જેમાં આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી કર્મ બંધન અટકે અને દુઃખોનો અભાવ થાય અને બીજો જયારે જીવ બધા કર્મ ફળ ભોગવીને નિર્વાણ પામે ત્યારે...

play
previous
next

Top Questions & Answers

  1. Q. મોક્ષ / મુક્તિ / સ્વતંત્રતાનો શું અર્થ છે? વ્યક્તિ શા માટે મોક્ષની શોધ કરે છે?

    A. જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષ / મુક્તિ / સ્વતંત્રતાનો અર્થ જુદો જુદો થાય છે. જો કે, આધ્યાત્મિક... Read More

  2. Q. શું આત્માની મુક્તિ ખરેખર થાય છે? કોણ મોક્ષ પ્રાપ્ત કરે છે?

    A. ઘણા લોકો એવું માને છે કે મોક્ષ એટલે આત્માની મુક્તિ અથવા બધા બંધનોથી આત્માનો છૂટકારો. આ જે બંધાયેલો... Read More

  3. Q. મોક્ષ પ્રાપ્તિ માટે મનુષ્ય જીવનની શું મહત્વત્તા છે?

    A. આપણે સાંભળીએ છીએ કે મનુષ્ય જીવન કિંમતી છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે શા માટે તે કિંમતી છે?... Read More

  4. Q. શું મોક્ષની વ્યાખ્યા વાસ્તવિક છે? કે પછી મોક્ષ એ માત્ર કલ્પના જ છે?

    A. આધ્યાત્મિક દ્રષ્ટિએ, મોક્ષની વ્યાખ્યા મુક્તિ અને છૂટકારા જેવી જ થાય છે. ઘણા માણસો માટે, મોક્ષ એટલે... Read More

  5. Q. કળિયુગમાં (વર્તમાન કાળચક્રમાં) મોક્ષ કઇ રીતે પ્રાપ્ત થાય?

    A. જો આપણે એરપોર્ટ જવા માગતા હોઇએ, તો રસ્તો ન જાણવાને કારણે તે ઘણું અઘરૂ થઇ જશે. જો કે, જ્યારે આપણે... Read More

  6. Q. મોક્ષમાર્ગમાં ધાર્મિક ક્રિયાઓની શું ભૂમિકા છે? શું મોક્ષ મેળવવા ત્યાગ જરૂરી છે?

    A. જ્યારે આપણે ભગવાન, આધ્યાત્મિકતા અને મોક્ષ વિષે વાતો કરીએ છીએ, ત્યારે ઘણા પ્રશ્નો આપણા મનમાં ઉદ્‍ભવે... Read More

  7. Q. મોક્ષ પ્રાપ્તિ બાદ શું થાય છે?

    A. મોક્ષ પછી શું થાય છે? મોક્ષ પછી આત્માનું શું થાય છે? એક વખત તમે મોક્ષ પ્રાપ્ત કરો પછી તમે આખા જગતના... Read More

  8. Q. મોક્ષના માર્ગના બાધક કારણો કયા છે?

    A. જેને મોક્ષના માર્ગમાં આગળ પ્રગતિ કરવી હોય અને સતત તે જ માર્ગમાં આગળ વધવું હોય, તે સહુએ આ માર્ગમાં... Read More

  9. Q. મોક્ષ અને નિર્વાણ: બન્ને વચ્ચે શું ફરક છે?

    A. મોક્ષ એ મુક્તિની શરૂઆત છે અને નિર્વાણ જ્યારે વ્યક્તિ અંતિમ મુક્તિ મેળવે છે ત્યારે થાય છે! આ મોક્ષ... Read More

Spiritual Quotes

  1. જો મોક્ષે જવું હોય તો 'એવરીવ્હેર એડજસ્ટ' થવું જ પડશે.
  2. માથે ભગવાન હોય ત્યાં મોક્ષ ના હોય. મોક્ષ હોય ત્યાં ભગવાન ઉપરી ના હોય
  3. બધા 'રીલેટિવ ધર્મો' છે, તે મોક્ષ આપનાર નથી પણ મોક્ષ ભણી ધક્કો મારનાર છે.
  4. કોઈની સાથે ક્યારેય પણ અથડામણમાં ના ઊતરશો.' - આ મોક્ષે જવાની મોટી ચાવી છે.
  5. હું પોતે જ પરમાત્મા છું' એવું ભાન થાય તો મોક્ષે જવાય. નહીં તો મોક્ષનો સાક્ષાત્કાર જ હોય નહીં, જૂજમાં દર્શન કહેવાય
  6. કષાયસહિત વ્યવહાર તે સંસાર. કષાયરહિત થવું તે મોક્ષ.
  7. જ્ઞાની પુરુષ' મળે તો મોક્ષ થાય, નહીં તો કરોડો ઉપાયે મોક્ષ ના થાય. ઉપાયથી મોક્ષ ના થાય, ઉપેયથી મોક્ષ થાય.
  8. અજ્ઞાનથી મુક્તિ એ ભાવ મોક્ષ ને પછી દ્રવ્ય મોક્ષ થાય.
  9. પરમ વિનયથી જ મોક્ષ છે. ક્રિયાઓ કરવાની નથી, પરમ વિનયમાં આવવાનું છે.
  10. મુક્તિ કોનું નામ કે પરવશતા ના લાગે. દેહ હોય છતાં પરવશતા ના લાગે !

Related Books

×
Share on