અહિંસા અને આધ્યાત્મિક જાગૃતિ

અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિંત્‍માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, જ્યારે આ સિદ્ધાંત તમારી શ્રદ્ધા અને જાગૃતિમાં દૃઢ રહેશે ત્યારે આધ્યાત્મિક ઉન્નતિ થશે.

સ્થૂળ જીવોથી શરૂ કરી સૂક્ષ્માતીસૂક્ષ્મ જીવોની હિંસા, જેમ કે વાયુકાય- તેઉકાય વગેરેથી માંડીને ઠેઠ ભાવહિંસા, ભાવમરણ સુધીની સાચી સમજ જો આપણને ના હોય તો તે ખરેખર અહિંસામાં પરિણમતી નથી  અને  માત્ર ક્રિયામાં જ અહિંસા રહે છે.

વધારે જાણો જ્ઞાની પુરુષ થકી પ્રકાશમાન થયેલું સ્થૂળહિંસા-અહિંસાથી માંડીને સૂક્ષ્મતમ હિંસા-અહિંસા વિશેનું સચોટ દર્શન.

પ્રસ્તુત વાંચન નિઃશંકપણે મોક્ષમાર્ગના ચાહકોને અહિંસા માટે અતિ અતિ સરળ ગાઈડ સ્વરૂપે ઉપયોગી નિવડશે.

 

 

હિંસા સામે જાગૃતિ

આપણું બ્રહ્માંડ એકેન્દ્રિય જીવ થી પંચેન્દ્રિય જીવ નું બનેલું છે. જાણતા કે અજાણતા આપણાથી કેટલાક જીવોની હિંસા થઇ જતી હોય છે. ભાવમાં રાખવાનું કે આપણા નિમિત્તે કોઈપણ જીવની હિંસા ના થવી જોઈએ અને થાય તો એના પ્રતિક્રમણ કરવા જોઈએ.

Spiritual Quotes

  1. અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ
  2. હિંસાની સામે અહિંસા રાખો. સામો માણસ અહિંસાનું હથિયાર વાપરે તો આપણે અહિંસાનું હથિયાર વાપરો, તો સુખ આવશે. નહીં તો અહિંસાથી અહિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી અહિંસા બંધ થશે.
  3. આમ તો લોકો ભગવાનનું નામ દે છે અને જેમાં ભગવાન રહ્યાં છે એને માર માર કરે છે.
  4. કોઈને માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી એ બધું રૌદ્રધ્યાનમાં જાય છે ને રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે.
  5. અહિંસા એટલે કોઈના માટે ખરાબ વિચાર પણ ના આવે. એનું નામ અહિંસા કહેવાય. દુશ્મનને માટે પણ ખરાબ વિચાર ના આવે. દુશ્મનને માટે પણ કેમ એનું કલ્યાણ થાય એવો વિચાર આવે.
  6. એટલે ભગવાને તો શું કહ્યું હતું કે પહેલું, પોતાના કષાય ન થાય એવું કરજે. કારણ કે આ કષાય એ મોટામાં મોટી અહિંસા છે. એ આત્મિંહસા કહેવાય છે, ભાવિંહસા કહેવાય છે
  7. મનુષ્યો જોડે કષાયો કરવા એના જેવી મોટામાં મોટી હિંસા આ જગતમાં કોઈ નથી. એવો એક ખોળી લાવો કે જે ના કરતો હોય, ઘરમાં કષાય ના કરે, હિંસાઓ ના કરે એવો. આખો દહાડો કષાયો કરવા ને પછી અમે અહિંસક છીએ એમ કહેવડાવવું એ ભયંકર ગુનો છે..
  8. માટે કોઈએ નક્કી કર્યું હોય કે 'મારે નથી જ મારવા', તો એને ભાગે કોઈ મરવા નહીં આવે.
  9. અભયદાન તો મોટામાં મોટું દાન છે.
  10. હિંસાના યથાર્થ સ્વરૂપનું દર્શન તો જે હિંસાને સંપૂર્ણ ઓળંગીને સંપૂર્ણ અહિંસક પદમાં બેઠા છે તે જ કરી-કરાવી શકે ! 'પોતે' 'આત્મસ્વરૂપ'માં સ્થિત થાય ત્યારે એ એક જ એવું સ્થાન છે, જ્યાં સંપૂર્ણ અહિંસા વર્તાય ! અને ત્યાં તો તીર્થંકરો અને જ્ઞાનીઓની જ વર્તના !!!

Related Books

×
Share on
Copy