નવ કલમો આધ્યાત્મિક પ્રગતિ માટે: સાર, તમામ શાસ્ત્રોનો

ધર્મ અને ધાર્મિક ક્રિયાઓમાં ઊંડા ઉતરેલા હોવા છતાં શા માટે તે આપણા વર્તનમાં આવતું નથી? શું તમે તેનાથી હતાશ અને ગૂંચાયેલા નથી? એનું રહસ્ય શું છે?

પૂજ્ય દાદાશ્રીએ આ ગૂંચવણ પાછળના રહસ્યનો ફોડ પાડ્યો છે. તેમણે કહ્યું કે આચરણ અને વર્તન એ ગતભવનાં ભાવનું પરિણામ છે, ઈફેક્ટ છે અને ભાવ એ કારણ છે, કોઝ છે. પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં. એ પણ એની વૈજ્ઞાનિક ઢબથી જ થાય. કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈને આવે. 

તમામ શાસ્ત્રોનાં સત્વનો સાર કાઢીને પૂજ્ય દાદાશ્રીએ આપણને નવ કલમોનાં સ્વરૂપમાં આપ્યો છે. આ નવ કલમો ભાવમાં ધરમૂળથી ફેરફાર કરવા માટે ચાવીરૂપ છે. શાસ્ત્રોનો વિસ્તૃત અભ્યાસ પણ ભાવમાં આવો ફેરફાર નથી લાવી શક્તો.

આ નવ કલમોનાં સરળ સંદેશને અનુસરીને હજારો લોકો લાભ લઇ રહ્યા છે. આ નવ કલમો બોલવાથી, (ભાવના ભાવવાથી) અંદરના નવા કારણો સદંતર બદલાઈ જાય છે અને આ જીવનમાં જ જબરજસ્ત અંતરશાંતિ વર્તાય છે ! અને જીવનમાંથી બધી જ નકારાત્મકતા ધોવાઈ જાય છે. આ તમામ શાસ્ત્રોનો સાર છે.

મોક્ષમાર્ગ- આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ પછી સરળ થઈ જાય છે.

 

ધર્મોનો સાર

ભગવાન કોઈ પક્ષમાં હતા નહી. બધા ભગવાને એવું જ કહ્યું કે આત્મા જાણો અને મોક્ષને પામો. આ વીડિયોમાં નીરુમા બધા ધર્મોના સાર વિશે સમજાવે છે.

Spiritual Quotes

  1. કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈને આવે !
  2. આપણો અભિપ્રાય જુદો પડી ગયો. એટલે આપણે એ બાજુથી મુક્ત થઈ ગયા.
  3. જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે, તે તમારા દોષે કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહીં. અને તે તમારી બુદ્ધિ દોષિત દેખાડે છે કે, આણે ખોટું કર્યું.
  4. જ્યાં સુધી કોઈને માટે તિરસ્કાર હોય તો વીતરાગ ના થવાય. એ તો વીતરાગ થવું પડશે, તો છૂટાય !!
  5. અભિપ્રાય જુદો પડ્યો એટલે છૂટો ! આ મોક્ષ માર્ગનું રહસ્ય છે, તે જગતનાં લક્ષમાં હોય નહિને !
  6. આ નવ કલમો બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષો થઈ ગયેલાને, એ બધા ઢીલાં થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફળ તો આવે જ.
  7. આપણે આ નવ કલમો છેને, એમાં મોટામાં મોટી ભાવનાઓ છે. બધો આખો સાર આવી જાય.
  8. કલમો તો જો વાંચેને, એ ભાવના ભાવેને તો દુનિયામાં કોઈની જોડે વેર ના રહે, સર્વ સાથે મૈત્રી થઈ જાય. આ નવ કલમો તો બધા શાસ્ત્રોનો સાર છે.
  9. આ નવ કલમો તો બધા શાસ્ત્રોનો સાર છે.
  10. મજૂર હોય એનોય તિરસ્કાર નહિ કરવો. તિરસ્કારથી એનો અહંકાર દુભાય.

Related Books

×
Share on
Copy