અથડામણ ટાળો: ક્લેશ રહિત જીવન જીવવા માટેની સૌથી સરળ ચાવી

“અથડામણ ટાળો”

આ ક્લેશ નિવારવા માટેની સૌથી સરળ રીત છે. જો આ ચાવીને આપણા રોજિંદા જીવનમાં અપનાવવામાં આવે તો આપણું જીવન અપાર શાંતિમય અને સંવાદિતાથી ભરપુર થઇ જશે.

ચાલો, આપણે નીચેની ૨ જુદી – જુદી પરિસ્થિતિઓમાં કઇ રીતે વ્યવહાર કરવો તે સમજીએ અને ક્લેશ નિવારવા માટે આપણે આ ચાવીનો કઇ રીતે ઉપયોગ કરવો તે સમજીએ. 

પરિસ્થિતિ ૧ : જ્યારે તમારે કોઇ સાથે મતભેદ થાય ત્યારે: 

જો તમારું માથું ભીંત સાથે અથડાય તો તમને ઇજા (દુઃખ) થશે, પરંતુ ભીંતને કશું નહિ થાય. એ જ રીતે જો તમે કોઇ સાથે તકરાર/મતભેદ કરો છો તો તમે જ ક્લેશનું સર્જન કરો છો પરિણામે તમને જ નુકસાન થશે. 

પરિસ્થિતિ ૨ : જ્યારે કોઇ તમારી સાથે મતભેદ કરે ત્યારે:

જ્યારે કોઇ ભુરાયો થયેલો બળદિયો તમારી સામે આવે છે, ત્યારે ભલે ને તમે મોટા રાજા હોવ છતાં તમારે જ દૂર ખસી જવું પડે છે ને! નહીં તો તમને જ ઇજા થશે. આ જ રીતે જ્યારે તમારી સાથે કોઇ મતભેદ કરે ત્યારે તમારે જ ખસી જવું જોઇએ, અથડામણ નિવારવા, જેથી દુ:ખી થવામાંથી બચી જશો.

નીચે આપવામાં આવેલ પુસ્તકમાંની અથડામણ ટાળવા માટેની ચાવી રોજિંદા જીવનમાં અપનાવીશું તો જરૂરથી ક્લેશ રહિત જીવન માણી શકીશું. પરમ પુજ્ય દાદાશ્રીએ અથડામણ થવા પાછળના અને તેને નિવારવાના વિજ્ઞાનને ખુલ્લુ કર્યુ છે, જે આપણે અહીં વાંચીશું.

અથડામણ ટાળો

કોઈને દુઃખ આપવું અને પોતે દુ:ખી થવું એ અથડામણ છે. એકબીજા માટેના નેગેટીવ અભિપ્રાયો એ પણ એક માનસિક અથડામણ છે. રોજબરોજના જીવનમાં અથડામણ વગર જીવન કેવી રીતે જીવવું એની અદભૂત સમજણ.

Spiritual Quotes

  1. એટલે હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો તો તેની સાથે તમને દુઃખ એમ ને એમ ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં.
  2. ક્લેશ થાય છે, કારણકે આપણે આપણા પોતાના કાયદા અને સમજણના આધારે ચાલીએ છીએ.
  3. અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે, એમ કહ્યું છે.
  4. કોઈ પોતાને અથડાય પણ પોતે કોઈને અથડાય નહીં, એવી રીતે રહે તો 'કૉમનસેન્સ' ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો 'કૉમનસેન્સ' જતી રહે. ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ. સામાના ઘર્ષણથી આપણામાં 'કૉમનસેન્સ' ઉત્પન્ન થાય.
  5. મતભેદ એ અથડામણ છે, અને અથડામણ એ "નબળાઈ" છે.
  6. આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એ તમારી જ ભૂલ છે, સામાની ભૂલ નથી.
  7. અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. એટલે સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. ભગવાનને ત્યાં   દ્વંદ્વ જ હોતો નથી ને !
  8. ઘર્ષણ એ પ્રગતિ છે. જેટલી માથાકૂટ થાય, ઘર્ષણ થાય, એટલો ઊંચે ચઢવાનો રસ્તો મળે.
  9. જ્યાં ને ત્યાં અથડામણ સામે આવે તો તેને ટાળજો. જીવન નિષ્કલેશમય જશે ને મોક્ષ થશે.
  10. સામો માણસ ભૂલ કરીને આવે તેની કિંમત નથી, પણ ક્લેશ થાય કોઈ ની સાથે તો તેની બહુ કિંમત છે. ક્લેશ છે ત્યાં ભગવાનનો વાસ નથી.

Related Books

×
Share on
Copy