વાણીનું આધ્યાત્મિક વિજ્ઞાન : વાણીનું ખરું સ્વરૂપ

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ વાણી કેવીરીતે બોલાય છે? આ પેલાં સિતારના તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની સાથે કેટલાંય શબ્દો ઊભાં થઈ જાય છે. પોતાને બોલવાનો ભાવ થઈ ગયોને, એટલે પેલાં એની મેળે બોલાઈ જાય. તમારી ઈચ્છા નથી તો ય, એવું શું છે કે તમારાથી બોલાઈ જાય છે?

દાદાશ્રીએ વાણીનો ખરો સ્વભાવ અગોપિત કર્યો છે. વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલાં પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે વાણીની પણ આખી પટ્ટી તમારા  પૂર્વ ભવમાં ઊતરી ગયેલી છે. અને આ ભવમાં તે વાગી રહી છે.  ને તેને સંયોગ મળતાં જ,  જેમ પીન મૂકે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે.

દાદાશ્રીએ કેવીરીતે ગતભવનાં અંતર આશય અને વાણી ને લગતાં કર્મોને ચોખ્ખા કરવા તેનું ગુહ્ય રહસ્ય પણ ખુલ્લું કર્યુ છે. તદુપરાંત, જૂઠું બોલવાનું બંધ કરવાનો વૈજ્ઞાનિક માર્ગ અને વચન બળ કેવી રીતે મેળવવું તે પણ જાણો.

વાણીનાં મૂળભૂત અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સિદ્ધાંતોની ગહન સમજણ મેળવવા માટે આગળ વાંચો.

સ્યાદ્દવાદ વાણી

સ્યાદવાદ એટલે કોઈનું પણ પ્રમાણ ના દુભાય અને બધાના પ્રમાણને સાચવે, એનું વાણી વર્તન અને વિચારો પણ એવા જ હોય. સ્યાદવાદ વાણી, વર્તન અને મનન વિશે વધુ જાણો આ વીડિયો દ્વારા.

Spiritual Quotes

  1. કોઈને ખોટું કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે.
  2. આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ, મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ માણસ કહેવાય !
  3. પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે. પોતાની વાત સાચી જ છે એવું ઠસાવવા જાય તે જ હિંસા છે.
  4. કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે.
  5. જેને મોક્ષે જવું હોય, તેણે 'આમ કરવું જોઈએ કે તેમ ના કરવું જોઈએ' એવું ના હોય. જેમ તેમ કરીને પતાવટ કરીને ચાલવા માંડવાનું.
  6. વગર પૂછયે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે.
  7. ''કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે, સમકિતને ય બાધક છે.''
  8. જેટલું પ્રેમમય ડિલિંગ હશે એટલી જ વાણી આ ટેપરેકર્ડમાં પોષાય એવી છે, તેનો જશ સારો મળે.
  9. પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, એનો દોષ લાગતો નથી.
  10. જેની વાણીથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન. શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય.

Related Books

×
Share on
Copy