લક્ષ્મી અને વિષયની બાબતોમાં સો ટકા પ્યોરીટી ખુબ જ જરૂરી છે.
અમારી પ્રવૃત્તિઓ કોઈની પણ પાસેથી અંગત સુખ કે નફા માટે નહી પરંતુ સંસ્થાના નાણાકીય સ્વાવલંબન, જાળવણી અને વિકાસ માટે છે.
કષાય રહિત વ્યવહાર (કષાય = ક્રોધ, માન, માયા અને લોભ)
આપણો વ્યવહાર એકબીજા સાથે અભેદતાના હેતુસર દાદા ભગવાનની 'નવ ભાવનાઓ (કલમો)' સાથે, કષાય રહિત અને પ્રેમવાળો હોવો જોઈએ.
અકર્તા ભાવ
અકર્તા ભાવમાં રહેવા માટે સેવાના દરેક કાર્ય કરતી વખતે પોઝીટીવ દ્રષ્ટિકોણ રાખીએ અને બુદ્ધિનો ઉપયોગ કામકાજના ઉકેલ માટે વાપરીએ, વ્યક્તિઓની ભૂલો કાઢવા માટે નહી.
આધીનતા (પ્રત્યક્ષ જ્ઞાનીની)
સંસાર વ્યવહારમાં પરમ વિનય રાખીને અને દાદા ભગવાનની પાંચ આજ્ઞામાં રહીને, વર્તમાનમાં પ્રત્યક્ષ જ્ઞાની પૂજ્ય શ્રી દીપકભાઈ અને જ્ઞાનીઓની ભાવી વંશાવળી કે જેમણે પ્રત્યક્ષ જ્ઞાનીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે તેમને આધીન રહેવું.
Newsletter signup
subscribe your email for our latest news and events