Banner

આત્મા શું છે: સમગ્ર બ્રહ્માંડમાં સૌથી સુંદર વસ્તુ!!!

લોકો પોતાની લોકભાષામાં અથવા જે ધર્મ કરે છે તેના આધારે આત્માને રૂહ, પવિત્ર આત્મા, ચેતના અથવા મહા ચૈતન્ય એમ વિવિધ રીતે માને છે. ઘણા લોકો તેને ખરો આત્મા, અમર આત્મા, શુદ્ધાત્મા અથવા આત્મા પણ કહે છે. છતાં, આત્મા શું છે? શું તે સંપૂર્ણપણે આધ્યાત્મિક છે પરુંતુ ધાર્મિક નથી?

સોલ એટલે આત્મા, આત્મા એટલે 'સેલ્ફ' (પોતાનું સ્વરૂપ)  

જેણે આત્માનો અનુભવ કર્યો છે તેઓએ તેની ખરી સુંદરતાને નિહાળી કેહવાય. જ્યારે મનનો સ્વભાવ શાંતિ છે, આત્માનો સ્વભાવ આનંદ છે! આનંદ એટલે શાશ્વત સુખની સ્થિતિ. 

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આત્માનો ખરો અર્થ સ્વરૂપ છે, પોતાનું સાચું સ્વરૂપ. શાશ્વત સુખ, આનંદ જે તમારી અંદર છે. તમે પોતે, એટલે કે, આત્મા એ અનંત સુખનું ધામ છે અને છતાં તમે વિનાશી ચીજોમાં સુખને શોધી રહ્યા છો!” 

માનવ જીવનનો અંતિમ હેતુ એ આત્માને જાગૃત કરવાનો છે  

આત્મા એ દરેક જીવમાં હાજર છે. તેનો સ્વભાવ સરખો હોય છે, એટલે કે, દરેક આત્માના ગુણો સમાન હોય છે. મુખ્ય ગુણો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત સુખ છે. 

જ્યારે ભૌતિક સુખો જેવા કે કિર્તી, પૈસા અને સંપત્તિનો સ્વભાવ વિનાશી અને અસંતોષ કરાવનારો છે; આત્મા શાશ્વત છે અને તેના ગુણો પણ શાશ્વત છે. ઉદાહરણ તરીકે, પૈસાથી વ્યક્તિના જીવનમાં આરામ અને સુખ આવે છે, પરંતુ તેનાથી કાયમ ટકી શકે એવું સુખ કે આનંદ નથી મળી શકતા જે આત્મામાંથી મળે છે. આ કારણથી, બધા શાસ્ત્રોના સારરૂપે, આધ્યાત્મિક કેળવણી અને આધ્યાત્મિક અભ્યાસ ફક્ત એક જ છે: તમારા આત્માને જાગૃત કરો! 

જેને જોઈ શકાતું નથી, તેને જાગૃત કેવી રીતે કરી શકાય? 

આત્માને ચર્મચક્ષુથી જોઈ શકાતો નથી, અથવા તેને શબ્દો દ્વારા સંપૂર્ણપણે વર્ણવી શકાતો નથી. તે સૂક્ષ્મ છે. તેના સાક્ષાત્કાર માટે, આપણને પ્રત્યક્ષ આત્મજ્ઞાની કે જેને આત્મ-સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે, તેની જરૂર છે. આવા ગુરુને જ્ઞાની કહેવામાં આવે છે, જેની કૃપાથી, આપણને આત્મા શું છે તે જાણવાની દ્રષ્ટિ ખૂલે છે. 

તે પ્રગટ જ્ઞાની પાસે બીજાનો આત્મા જાગૃત કરવાની સિદ્ધિ હોય છે. ફક્ત તેઓ આપણને આત્મ-સાક્ષાત્કારનો સ્વાદ ચખાડી શકે છે!!! તેથી, “તમને શાશ્વત સુખનો માર્ગ જલ્દી મળી જાય” એવી શુભેચ્છા સાથે, અહીં જે પ્રસ્તુત થયું છે તેનાથી તમને તમારા આત્મા વિશે જાણવું ગમશે... 

આત્મા શું છે?

વૈજ્ઞાનિક રીતે આત્મા એટલે પરમાણુનો પ્રકાશક. જેમ લાઈટના પ્રકાશમાં આપણે બધું જોઈ શકીએ છે તેમ આત્માની હાજરીમાં આપણે મનમાં આવતા વિચારોને ઓળખી શકીએ છે. પ્રસ્તુત વીડિયોમાં પૂજ્ય દીપકભાઈ જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણા શરીરમાં આત્માની હાજરી કઈ રીતે રહેલી છે એ સમજાવે છે.

Spiritual Quotes

  1. જગત એ કંઈ 'વસ્તુ' નથી. એ તો આત્માનો વિકલ્પ છે.
  2. મિથ્યાત્વ ચશ્માથી મુક્ત અને કર્તાપણાના ભાનથી મુક્ત, એનું નામ શુદ્ધાત્મા.
  3. આત્માનું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ આજે પણ એ જ રૂપમાં છે. આત્મા ક્યારેય પણ પાપી થયો નથી. આત્મા સંપૂર્ણ શુદ્ધ જ છે.
  4. આત્માના ધર્મને પાળવો એ 'સ્વધર્મ' છે !
  5. જ્યાં કિંચિત્માત્ર દુઃખ થતું નથી, ત્યાં આત્મા છે.
  6. આત્મા એકલો જ જાણવા જેવો છે. બીજું જાણવાથી વિકલ્પ વધે.
  7. આત્માને અને મોક્ષને કેટલું દૂર છે ? માત્ર અંતરાય એટલું જ.
  8. આખી દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય 'આત્મા' છે ! એ પામી ગયા એટલે સર્વ પામી ગયા !!!
  9. કર્મસહિત હોય તે જીવ. કર્મરહિત હોય તે આત્મા.
  10. આત્મા જૈનેય નથી ને વૈષ્ણવેય નથી. આત્મા વીતરાગ છે. આ વીતરાગ ધર્મ છે.

Related Books

×
Share on
Copy