વ્યવ્હારમાં શબ્દોની અસર : કડવી વાણી ટાળો (દુઃખદાયી શબ્દો ટાળો)

વ્યવહારિક જીવનમાં ક્યારેય આધ્યાત્મએ પ્રવેશ કર્યો જ નથી. બંનેને જુદા જ રાખવામાં આવ્યા છે. અહીં અક્રમ વિજ્ઞાને આધ્યાત્મને સંસાર વ્યવહારનાં(વ્યવહારિક જીવનનાં) હાર્દમાં મુક્યુ છે.

પૂજ્ય દાદાશ્રીએ આપણાં મિત્રો અને પરિવાર સાથે જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ, કે જેથી તે કોઈને ના દુભાવે તેનાં પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન આપ્યું છે. એ સમાધાન હૃદય સોંસરવું ઊતરી ને મુક્ત કરાવે !

કોઈ જગ્યાએ સારી વાણી બોલતા હશો ને ? કે નહીં બોલતા હો ? ક્યાં આગળ બોલતા હશો ? જેમને બોસ માને છે, તે બોસ જોડે સારી વાણી બોલવાના ને અન્ડરહેન્ડ ને ઝાપટ ઝાપટ કરવાનાં. આખો દહાડો 'તેં આમ કર્યું, તેં તેમ કર્યું' કહ્યા કરે. તે એમાં આખી વાણી બધી બગડી જાય છે. કારણકે અહંકાર છે એની પાછળ.

આગળ વાંચો, વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવાં?

 

સ્યાદ્દવાદ વાણી

સ્યાદવાદ એટલે કોઈનું પણ પ્રમાણ ના દુભાય અને બધાના પ્રમાણને સાચવે, એનું વાણી વર્તન અને વિચારો પણ એવા જ હોય. સ્યાદવાદ વાણી, વર્તન અને મનન વિશે વધુ જાણો આ વીડિયો દ્વારા.

Spiritual Quotes

  1. શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં.
  2. તમારા બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને, કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું ? ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં.
  3. આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.
  4. બોલ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવાં જોઈએ.
  5. બોલવું હોય તો સારું બોલજો.
  6. સામાને ફીટ થઈ, એનું નામ કરેક્ટ વાણી ! સામાને ફીટ થાય એવી આપણી વાણી બોલવી જોઈએ.
  7. આ તો મા-બાપ બોલે ગાંડું પછી છોકરાં ય ગાંડું કાઢે.
  8. આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે !
  9. તેથી આપણે લોકોએ કહ્યુંને કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી છોકરાંઓને ફ્રેંડ તરીકે સ્વીકારજો.
  10. હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે.

Related Books

×
Share on
Copy