ગુરુ - શિષ્ય: ગુરુ શિષ્યનો વ્યવહાર

લૌકિક જગતમાં પિતા-પુત્ર, મા-દીકરો કે દીકરી, પતિ-પત્ની વિ. સંબંધો હોય છે. તેમાં ગુરુ-શિષ્ય પણ એક નાજુક સંબંધ છે. જે ગુરુને સમર્પણ થયા બાદ આખી જિંદગી તેને જ વફાદાર રહી, પરમ વિનય સુધી પહોંચી, ગુરુ આજ્ઞા પ્રમાણે સાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરવાની રહે છે. ત્યાં સાચા ગુરુના લક્ષણો તેમજ સાચા શિષ્યના લક્ષણો કેવા હોય તેની સુંદર છણાવટ પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થાય છે.

જગતમાં વિવિધ વિવિધ માન્યતાઓ ગુરુ માટે પ્રવર્તે છે અને તેથી આવા કાળમાં યથાર્થ ગુરુ કરવા માટે લોકો મુંઝાઈ જાય છે. અત્રે એવી મુંઝવણોની પ્રશ્નકર્તા દ્વારા 'જ્ઞાની પુરુષ'ને પૃચ્છા થઈ છે અને તેમને સમાધાની ફોડ રૂપી ઉત્તરોની પ્રાપ્તિ થઈ છે.

સામાન્ય સમજમાં ગુરુ, સદ્‍ગુરુ અને જ્ઞાની પુરુષ ત્રણેવને એકમેકમાં ભેળવી દેવામાં આવે છે. જ્યારે પ્રસ્તુત પુસ્તકમાં દાદાશ્રી આ ત્રણે વચ્ચેનો 'એક્ઝેક્ટ' ફોડ પાડે છે.

ગુરુ અને શિષ્ય બંને કલ્યાણના માર્ગે પ્રયાણ કરી શકે તે અર્થે તમામ દ્રષ્ટિકોણોથી ગુરુ-શિષ્યના અન્યોન્ય સંબંધની સમજણ, લઘુતમ છતાં અભેદ એવા ગજબના પદમાં વર્તતા 'જ્ઞાની પ્રુરુષ' આપે છે.

 

ગુરુ-શિષ્ય

દાદા કહેતા હતા, કે અમે આખા જગતના જીવમાત્રના શિષ્ય થયા ત્યારે અમને આ જ્ઞાન પ્રગટ થયું છે. જ્ઞાન આપ્યા પછી બધા આત્મસ્વરૂપે થઈ જાવ છો તો એમાં કોણ ગુરુ અને કોણ શિષ્ય ? બધા સરખા જ છે.

Spiritual Quotes

  1. એ વ્યવહારના ગુરુ સંસારમાં આપણને સંસારિક ધર્મો શીખવાડે, શું સારું કરવું ને શું ખરાબ છોડી દેવું, એ બધી શુભાશુભની વાતો આપણને સમજણ પાડે. સંસાર તો ઊભો રહેવાનો, માટે એ ગુરુ તો રહેવા દેવાના અને આપણે મોક્ષે જવું છે, તો એને માટે જ્ઞાની પુરુષ જુદા ! જ્ઞાની પુરુષ એ ભગવાનપક્ષી કહેવાય.
  2. ગુરુ આસક્તિ વગરના જોઈએ. આસક્તિવાળા હોય, ધનની આસક્તિ હોય કે બીજી આસક્તિ હોય, એ શું કામના ? આપણને જે રોગ છે, એનેય એ રોગ છે, બેઉ રોગી. દવાખાનામાં જવું પડે ! એ મેન્ટલ હોસ્પીટલના દર્દી કહેવાય. કોઈ જાતની આસક્તિ ના હોય, તો એવા ગુરુ કરેલા કામના.
  3. સાચા ગુરુ કોણ છે જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં અને બોડીનાં ઓનરશિપ ના હોય. ઓનરશિપવાળા હોય તો. એ માલિકીવાળા ને આપણેય માલિકી- વાળા, બેઉ અથડાય ! તો કામ ના થાય..
  4. ગુરુનું ચારિત્ર સંપૂર્ણ શુદ્ધ હોવું જોઈએ. શિષ્યનું ચારિત્ર ના પણ હોય, પણ ગુરુનું ચારિત્ર તો એક્ઝેક્ટ હોવું જોઈએ. ગુરુ જો ચારિત્ર વગરના છે તો એ ગુરુ જ નથી, એનો અર્થ જ નથી.
  5. એવું છે ને, પ્રસન્ન કોનું નામ કહેવાય કે નારાજ જ ક્યારેય ન થાય. પેલા તો ભૂલ કર્યા જ કરે, એ નારાજ ના થાય.
  6. ગુરુકૃપાથી તો ઘણી મદદ થાય. પણ એવી આપણી ભાવના, પ્રેમ એવો જોઈએ.
  7. શ્રદ્ધા ચારિત્રના આધારે આવે. ચારિત્રબળ હોય ! જ્યાં વાણી, વર્તન અને વિનય મનોહર હોય ત્યાં શ્રદ્ધા બેસાડવાની જ ના હોય, શ્રદ્ધા બેસી જ જવી જોઈએ.
  8. સદગુરુ મળ્યા એટલે કોઈ લાયકાતની જરૂર નથી. સદગુરુ મળ્યા એ જ એની મોટી પુણ્યૈ કહેવાય.
  9. ગુરુનું કરેલું બધું, નવાણું વર્ષ સારૂ કર્યું હોય, તે ફક્ત છ મહિના અવળું કરે તો બધું શિષ્ય ઉડાડી મૂકે !
  10. આખા જગતના તમામ જીવોને ગુરુ કરે, જેની પાસેથી જે કંઈ જાણવાનું મળે તે સ્વીકાર કરે, તો મુક્તિ છે.

Related Books

×
Share on
Copy