ધ્યાન અને યોગનો હેતુ અને ફાયદા

કોઈ પણ પ્રકારની મનને કેન્દ્રિત કરવાની (માનસિક એકાગ્રતાની) ક્રિયા એ મનોયોગ (ધ્યાન) કહેવાય છે; પરંતુ જો તે કોઈ પણ ધ્યેય વગર કરવામાં આવે તો તેનો કશો ફાયદો થતો નથી. જયારે તમે રેલ્વે સ્ટેશન પર જાવ છો, ત્યારે તમારે ક્યાં જવું છે તે ટીકીટ માસ્ટરને નથી કહેવું પડતું? શું તમારે ક્યા સ્ટેશન પર ઉતરવું છે તે નથી કહેવું પડતું? લોકો એક જ વાત કરે છે કે, “ધ્યાન કરો, ધ્યાન કરો.” પરંતુ અમને એટલું તો કહો, કે અમારે શેના પર ધ્યાન કરવાનું છે! આવા રીલેટીવ ધ્યાનનો શું હેતુ અને ફાયદો છે? સાસુ જ્યારે એમ કહે કે, “તું અક્ક્લ વગરની છે” અથવા તો કોઈ નુકશાન થાય છે ત્યારે જે કંઈ શાંતિ અને સુખનો અનુભવ રીલેટીવ ધ્યાનથી થયો હોય છે, તે જ ક્ષણે તે તૂટી જાય છે. પછી બધો અજંપો અને અંતરદાહ (કઢાપો) ચાલુ થઈ જાય છે. આ રીલેટીવ ધ્યાનથી તમારું કામ નહીં થાય, તે તમને શાશ્વત (કાયમી) શાંતિ નહીં આપી શકે.

આ રીલેટીવ ધ્યાન વિનાશી (ટેમ્પરરી) છે અને તે એકાગ્રતા વધારવામાં મદદ કરે છે પણ બીજુ રીયલ ધ્યાન છે, જે માત્ર જ્ઞાની પુરુષ પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. આ રીયલ ધ્યાન તમને કાયમી શાંતિ આપશે. રીયલ ધ્યાન પર વધુ જાણવા માટે વાંચો…

ધ્યાન કોને કહેવાય?

જે જ્ઞાન છે એના આધારે ધ્યાન ઉત્પન્ન થઇ જ જાય છે. ધ્યાન માટે ધ્યેય નક્કી કરો. પૂજ્ય દીપકભાઈ ધ્યાન વિશેની વધુ સમજણ આ વીડિયોમાં સમજાવે છે.

Spiritual Quotes

  1. યથાર્થ ‘ધર્મધ્યાન’ કોને કહેવાય ? પૂજા, જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન સાંભળે એને ? ના. એ તો સ્થૂળ ક્રિયાકાંડ છે, પણ એ સ્થૂળ ક્રિયા કરતી વખતે તમારું ધ્યાન ક્યાં વર્તે છે તે નોંધમાં લેવાય છે. ભગવાનનાં દર્શન કરતી વખતે ભગવાનના ફોટા જોડે દુકાનોના ને બહાર મૂકેલા જોડાનાય ફોટા લે તેને ધર્મધ્યાન શી રીતે કહેવાય ?
  2. ભગવાનની પાસે ક્રિયા જોવામાં આવતી નથી, ધ્યાન શેમાં વર્તે છે તે જોવામાં આવે છે. અત્યારે થઇ રહેલી ક્રિયા એ તો પાછલા અવતારમાં કરેલાં ધ્યાનનું રૂપક છે, પાછલા અવતારનો પુરુષાર્થ સૂચવે છે; જ્યારે અત્યારનું ધ્યાન એ આવતા ભવનો પુરુષાર્થ છે, 
  3. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય, તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મધ્યાન હોય છે.
  4. છોકરા જોડે ક્રોધ કરે પણ તમારો અંદર ભાવ શું છે કે આમ ન થવું જોઈએ. તમારો અંદર ભાવ શું છે ?
  5. મોક્ષ જોઇતો હોય તો 'શુકલધ્યાન' માં રહેજે અને સંસાર જોઇતો હોય તો 'ધર્મધ્યાન' રાખજે, કે કેમ કરીને બધાંનું ભલું કરું.
  6. ભગવાનનું ધ્યાન ખબર જ નથી ત્યાં શું કરશો ?! એનાં કરતાં ગુરુનું ધ્યાન કરવું. એમનું મોઢું દેખાય તો ખરું ! આમાં સદ્‍ગુરુનું ધ્યાન કરવું સારું. કારણ કે ભગવાન તો દેખાતા છે નહીં.
  7. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એમાં એને પોતાની ભૂલ ન દેખાય. ભૂલ તો પોતે આત્મસ્વરૂપ થાય, જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય.
  8. આનો ફાયદો શો છે કે બહારનો કચરો મહીં ના પેસે ને રીલીફ મળે અને મનોબળ મજબૂત થાય, બાકી છેલ્લા આત્મયોગમાં આવ્યા સિવાય મોક્ષ થાય તેમ નથી.
  9. આપણે અહીં 'શુદ્ધાત્મા'માં રહીએ એ આત્મયોગ છે. સ્વરૂપનું જ્ઞાન એ આત્મયોગ એટલે કે પોતાનું સ્થાન છે, બાકી બીજા બધા દેહયોગ છે. ઉપવાસ, તપ, ત્યાગ કરો એ બધા જ દેહયોગ છે. 

Related Books

×
Share on
Copy