More

કુદરતી પ્રગટેલું અક્રમ વિજ્ઞાન

તેમને એકમાત્ર 'સત્' ને જ પામવાની ઝંખના હતી, અને જૂન મહિનાની એક સમી સાંજે , તેમની અનંત જન્મોને ખોજ એક અદભૂત આશ્ચર્યમાં પરિણમી અને તેમની અંદર, કુદરતી રીતેજ અપૂર્વ એવા અક્રમવિજ્ઞાનનું પ્રાગટ્ય થયું. તે સાંજે બનેલી અસાધારણઘટનામાં એક સંશોધકનું, સંપૂર્ણ આત્મજ્ઞાની પુરુષમાં રૂપાંતર થયું.

એમનો આત્મા સંપૂર્ણ નિરાવરણ થયો કારણકે પરમ પૂજ્ય દાદા ભગવાન તેમનામાં સંપૂર્ણપણે વ્યક્ત થયા. એક કલાકમાં તેમને વિશ્વદર્શન લાધ્યું બ્રહ્માંડનાં તમામ રહસ્યો ખુલ્લા થયા અને  હું કોણ છું ? ભગવાન કોણ? જગત કેવી રીતે ચાલે છે ? કર્મ શું ? મુકિત શું ? એવા તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ફોડ પડ્યા.

તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે,એ જીવમાત્ર બધામાં રહે છે.તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહી’ સંપૂર્ણરૂપે વ્યક્ત થયેલા છે ! 

"અમને એકબાજુ સંપૂર્ણ નિરિચ્છક પદ ઊભું થયું અને આ બાજુ અંદર અસાધારણ સિધ્ધિ પ્રગટી. "

- પરમ પૂજ્ય દાદાશ્રી

જ્ઞાની પુરુષ દાદા ભગવાન

જૂન ૧૯૫૮ની સમી સાંજે રેલ્વે સ્ટેશનમાં બાકડા પર તેઓ બેઠા હતા, ત્યારે એક કલાકમાં તેમને વિશ્વદર્શન લાધ્યું, જગતની વાસ્તવિકતાઓ અનુભવમાં આવી, આત્માનો સંપૂર્ણ અનુભવ થયો, જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમની એક જ ભાવના હતી, કે જે સુખ હું પામ્યો તે આખું જગત પામો.

×
Share on
Copy