ભગવદ્ ગીતાની યથાર્થ સમજ

હજારો વર્ષો પહેલા લખાયેલી ભગવદ્ ગીતાનો અભ્યાસ કરનાર, દરેક વિદ્વાન દ્વારા, જુદી જુદી રીતે તેનું અર્થઘટન કરાયું છે. અને આ કાળમાં જ્યારે ઉંમરમાં માત્ર પચ્ચીસ વરસનું જ અંતર હોવા છતાં, એક પુત્ર પોતાના પિતાના અંતરાઆશય ને સમજી શકતો નથી. તો પછી હજારો વર્ષો પહેલા બોલાયેલી ગીતાનો સાચો અર્થ કોણ સમજાવી શકવા સમર્થ છે? ખેર, જેવીરીતે આપણે રોજબરોજના જીવનમાં માહિતીની આપ-લે માટે જરૂરી વાતચીતનાં અભાવને લીધે, ઘણી બધી ગેરસમજણનો ભોગ (શિકાર) બનીએ છીએ, જેના કારણે આપણે વાતનો ખરો અર્થ જ ગુમાવી બેસીએ છીએ, તેવીજ રીતે સ્વાભાવિક રીતે જ સમયની સાથે આપણે ભગવદ્ ગીતા નો ખરો અર્થ ગુમાવી ચુક્યા છીએ.

જો કોઈ ભગવદ્ ગીતાનો સાર યથાર્થ રીતે સમજવા સમર્થ હોય, તો તે પરમ સત્ય નો અનુભવ કરી  સંસારી બંધનોની ભ્રાંતિમાથી અને સંસારી દુઃખોમાંથી મુક્ત થઈ શકે. અર્જુન પણ પોતાનાં સંસારી રાગ-દ્વેષથી મુક્તિ અનુભવી શક્યો હતો, જેમાં મહાભારતના યુદ્ધ સમયે ઉભા થયેલા ભોગવટાનો પણ સમાવેશ થાય છે, તે માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણે તેને આપેલા ‘દિવ્ય ચક્ષુ’ના કારણે જ શક્ય બન્યુ હતુ. આ દિવ્ય ચક્ષુના કારણે એક પણ કર્મ બાંધ્યા વગર અર્જુન યુધ્ધ લડવા શક્તિમાન બન્યા અને એજ ભવે મોક્ષ પણ પામ્યા.

ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને અપાયેલા જ્ઞાનને બેજ શબ્દોમાં વર્ણવવું હોય, તો ‘માલ’ અને ‘ખોખું’ સિવાય બીજુ કાંઈ જ ન હતુ. જેમનામાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે, એવા જ્ઞાની પુરુષનાં અસરકારક શબ્દોનાં પ્રતિબિંબ જેવા, નીચે આપેલા લખાણ દ્વારા, આપણે ભગવદ્ ગીતાની એ ખોવાયેલી સમજણ ફરીથી પ્રાપ્ત કરી, બધા કર્મોથી મુક્ત થવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ વેબ પેજીસ ફક્ત આ જ્ઞાન વિષે વધારે જાણવા માટે જ નથી, પણ આ પેજીસ આપણને ભગવાન કૃષ્ણના જીવનમાં બનેલી ઘટનાઓ સાથે સંકળાયેલી વાર્તાઓ તથા તેની પાછળ રહેલી વાસ્તવિક્તાનો પરિચય કરાવશે. સોળ હજાર રાણીઓ હોવા છતાં તેઓ શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?

સુદર્શન ચક્ર એ ખરેખર શું હતું? પરધર્મ અને સ્વધર્મ કોને કહેવાય? ગોવર્ધન પર્વત ઉંચકવા પાછળની હકીકત શું હતી? આ બધા ગૂઢ રહસ્યો અને બીજુ ઘણુ બધુ અહી અગોપિત કરવામાં આવ્યું છે.

 

ગીતાનો મર્મ જ્ઞાનીની દ્રષ્ટિએ

ગીતામાં 'આત્મા તત્ત્વ' માટે 'હું' શબ્દ વપરાયો છે. એ સિવાય બધો અનાત્મા વિભાગ. આત્મા પ્રાપ્ત થયો છે તેવા જ્ઞાની તમને ભેદ પાડી આપે ત્યારે આત્મા અને અનાત્માની ઓળખાણ થાય.

Top Questions & Answers

 1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
 2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરુપ એ શું છે?
 3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને, નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
 4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
 5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
 6. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા, શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
 7. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
 8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉંચકવાની વાત- સત્ય કે દંતકથા?
 9. ઠાકોરજીની પૂજા (ભકિત) કેવી રીતે કરવી?
 10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રી કૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
 11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
 12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
 13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
 14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
 15. ભગવાન કૃષ્ણ વિષેની હકીકત અને દંતકથાઓ.

Spiritual Quotes

 1. અમે તમને 'સ્વરૂપ જ્ઞાન' આપ્યું તે પછી તમને જે દશા ઉત્પન્ન થઇ છે તે કૃષ્ણ ભગવાને કહેલી 'સ્થિતપ્રજ્ઞ' દશા કરતાં ઘણી ઊંચી દશા છે. આ તો 'પ્રજ્ઞા' કહેવાય!! તેનાથી રાગદ્વેષને નીંદી નાખવાના.
 2. કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'સ્વરૂપનો ધર્મ પાળે તે સ્વધર્મ છે અને આ અગિયારસ કરે કે બીજું કાંઇ કરે તે તો પરાયો ધર્મ છે, એમાં સ્વરૂપ ન હોય.'
 3. 'પોતાનો આત્મા એ કૃષ્ણ છે' એમ સમજાય, એની ઓળખાણ થાય તો જ સ્વધર્મ પળાય. જેને મહીંવાળા કૃષ્ણની ઓળખાણ પડી એ જ સાચો વૈષ્ણવ કહેવાય.
 4. કૃષ્ણ તો કેટલું કેટલું કહી ગયા કે, 'પ્રાપ્તને ભોગવ, અપ્રાપ્તની ચિંતા ના કરીશ.' અત્યારે આ જમવાનો થાળ સામે આવ્યો છે, એ પ્રાપ્ત સંયોગ છે.
 5. મોક્ષ માટે યોગેશ્વરને ભજો ને સંસારમાં રહેવું હોય તો બાળકૃષ્ણને ભજો. કૃષ્ણ તો નરમાંથી નારાયણ થયેલા, જ્ઞાની હતા.
 6. બાળકૃષ્ણની ભક્તિથી વૈકુંઠ મળે. યોગેશ્વરકૃષ્ણની ભક્તિ અને સાચા જ્ઞાનની પ્રાપ્તિથી મોક્ષ મળે. કૃષ્ણ ભગવાને ‘હું’ શબ્દ ગીતામાં ‘આત્મા’ માટે જ વાપર્યો છે, દેહધારી શ્રીકૃષ્ણ માટે નહિ.
 7. અહીં તો જૈન, વૈષ્ણવ, મુસ્લિમ, ક્રાઇસ્ટ બધા ધર્મનો સંગમ છે. 'અમે' સંગમેશ્વર ભગવાન છીએ. કૃષ્ણવાળાને કૃષ્ણ મળે અને ખુદાવાળાને ખુદા મળે, કેટલાય અમારી પાસેથી કૃષ્ણ ભગવાનનાં દર્શન કરી ગયા છે. અહીં નિષ્પક્ષપાતી ધર્મ છે. 
 8. 'જ્ઞાની પુરુષ તમારાં અનંતકાળનાં પાપોનો ગોટો વાળીને ભસ્મીભૂત કરી આપે,' એમ કૃષ્ણ ભગવાને કહ્યું છે. એકલાં પાપો બાળી આપે એટલું નહીં, પણ જોડે જોડે તેમને દિવ્યચક્ષુ આપે અને સ્વરૂપનું લક્ષ બેસાડી આપે ! એ અક્રમ માર્ગના 'જ્ઞાની પુરુષ' 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા પ્રગટ છે, એ છે ત્યાં સુધી કામ કાઢી લો!

Related Books

×
Share on
Copy