જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને ભગવાન શું કરે છે?
આપણે એમ કહીએ કે ભગવાન ઉપર રહે છે. તો પ્રશ્ન થાય કે ઉપર ક્યાં રહેતા હશે ભગવાન? ભારતની ઉપર, અમેરિકાની ઉપર કે પછી બીજા કોઈ દેશની ઉપર? શું ભગવાન હિમાલય ઉપર જતા રહેતા હશે? જો એવું હોય તો આપણને શંકા પડે કે ઉપરથી ભગવાન આપણી સાથે ટેલિ-કોમ્યુનિકેશન કઈ રીતે કરતા હશે? કોઈ વ્યક્તિ મુંબઈમાં રહેતી હોય, તો ભગવાન એને શોધી કાઢીને દંડ આપવા આવે એવું કઈ રીતે બનતું હશે?
વાસ્તવિકતામાં, ભગવાન ઉપર છે જ નહીં. ઉપર કોઈ એવું નથી જે આપણને આપણા કર્મોનો દંડ આપવા આવે. વસિષ્ઠ મુનિએ રામચંદ્રજીને જ્ઞાન આપ્યું ને ત્યારે ચોખ્ખું કહ્યું હતું કે ભગવાન ઉપર નથી. પણ રામાયણની કથાવાર્તા અને જીવનચરિત્રો પ્રચલિત થયા, જેમાં મૂળ વાત વિસરાઈ ગઈ. કોઈ શાસ્ત્રમાં પણ નથી કહ્યું કે ભગવાન ઉપર બેઠા છે અને ભગવાને દુનિયા બનાવી.
લોકો કહે છે કે ભગવાન ઉપર સ્વર્ગમાં રહે છે. ઉપર સ્વર્ગ છે એ વાત સાચી છે. પણ સ્વર્ગમાં તો દેવ-દેવીઓ હોય અને એમનામાં અને ભગવાનમાં બહુ ફરક છે. જેમ કે, મહાવીર ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાનને જેઓ મનુષ્ય દેહે ભગવાન પદને પામ્યા છે, તેમને ભગવાન કહેવાય. જ્યારે અંબા માતાજીને દેવી કહેવાય. મનુષ્યભવમાં બહુ પુણ્ય બાંધ્યું હોય તેઓ સ્વર્ગમાં દેવ-દેવી તરીકે જન્મ લે અને દેવગતિ પૂરી થાય ત્યારે ફરી મનુષ્યમાં આવે.
કેટલાક લોકો એમ માને છે, કે કણ કણમાં ભગવાન છે. જો એવું હોય તો હાલતા-ચાલતા ભગવાનની કેટલી અશાતના કે અનાદર થાય!
તો ભગવાનનું સાચું સરનામું શું?
“ગોડ ઈઝ ઈન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ.”

એટલે કે, ભગવાન દરેક નાના-મોટા જીવની મહીં બેઠા છે. પણ મનુષ્યના ક્રિએશનમાં ભગવાન નથી. માનવસર્જિત વસ્તુઓ જેમ કે ટીવી, મોબાઈલ, પંખા, એ.સી., ખુરશી, ટેબલ વગેરેમાં ભગવાન નથી. પણ દરેક જીવમાત્રમાં આત્મા એ જ ભગવાન છે. ઝાડ-પાન, પશુ-પક્ષી, જીવજંતુઓ, મનુષ્ય વગેરે જીવોમાં ભગવાન છે. જ્યાં લાગણી અનુભવાય છે અને જેની વૃદ્ધિ થાય છે, તેમાં ભગવાન છે.
યોગવાસિષ્ઠ રામાયણમાં વસિષ્ઠ મુનિએ ચોખ્ખું કહ્યું છે, કે “હે રામ, તમે રાજા રામ નથી, દશરથના પુત્ર નથી, ભરતના ભાઈ નથી, સીતાના પતિ નથી, તમે આત્મા છો, પરમાત્મા છો, બ્રહ્મ, પરબ્રહ્મ છો. તમારાથી ઉપરી બીજો કોઈ નથી, જગતનો કોઈ બનાવનારો નથી. જે છો એ તમે પોતે જ છો.” જૈન શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર પણ આ વાતને સમર્થન આપે છે.
કબીરજીએ સુંદર કહ્યું છે કે,
સબ ઘટ મેરા સાંઈયા, ખાલી ઘટ ના કોઈ।
બલિહારી ઉસ ઘટ કી, જો ઘટ પ્રગટ હોઈ॥
ઘટ એટલે શરીર. સબ ઘટ એટલે શરીરમાં આત્મા છે અને જે આત્મા પ્રગટ થયો તેની બલિહારી છે.
દરેક જીવ પોતે જ આત્મા છે અને આત્મા એ જ પરમાત્મા છે. પણ આત્મા ઉપર કર્મના આવરણ હોવાથી તે જીવાત્મા કહેવાય છે. એ આવરણો તૂટે ત્યારે તે જ આત્માને પૂર્ણ પરમાત્મા કે ભગવાન તરીકે જગત નમસ્કાર કરે છે.
હવે દરેક જીવમાં ભગવાન છે તેની ખાતરી કઈ રીતે થાય? જેમ આપણને વાંચવું હોય તો લાઈટ વગર વંચાય? ન વંચાય. તેવી જ રીતે આપણા દેહમાં આત્મારૂપી તત્ત્વ, એટલે કે ભગવાન ન હોય તો આપણે જોઈ ન શકીએ, સાંભળી ન શકીએ, સૂંઘી ન શકીએ, ચાલી ન શકીએ, સમજી ન શકીએ. ટૂંકમાં મન-વાણી-દેહથી કે પાંચ ઇન્દ્રિયથી જે કાંઈ ક્રિયાઓ થાય છે તે ભગવાનની હાજરીથી જ થાય છે. દરેક જીવમાં ભગવાનની હાજરી છે. બીજમાંથી અંકુર ફૂટે છે એ પણ ભગવાનની હાજરી વગર ન થાય. જીવમાત્રમાં, પછી તે જોઈ શકાય કે ન જોઈ શકાય, એ દરેકમાં ભગવાન રહેલા છે.
ભગવાન ઉપર નથી, પણ લોકોને ધર્મમાં એવું કહેવાનો આશય એટલો જ છે, જેથી લોકો નીડર કે બેફામ થઈને ચોરી, લૂંટ જેવા ખોટા કામો ના કરે. નહીં તો દુનિયામાં કોઈ સજ્જન જોવા ના મળે. જેમ પોલીસ જોતી હોય તો લોકો ગુના કરતા અટકે, તેમ ઉપર ભગવાન બેઠા છે અને ખોટું કરવાથી પાપ લાગશે એવો ભય હોય, તો લોકો જીવનમાં ખોટા કામો કરવાથી અટકે.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત બદલાતા... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
