ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં ભક્તિ અને મહારાષ્ટ્રમાં તુળજા ભવાનીમાના સ્વરૂપમાં આરાધના થાય છે. નેમિનાથ ભગવાન જે ગત ચોવીસીમાં બાવીસમા તીર્થંકર થઈ ગયા, તેમના શાસન દેવી તરીકે જૈન ધર્મના લોકો અંબામાને આરાધે છે. આમ, સર્વ ધર્મોએ અંબામાને પોતાના આરાધ્ય દેવી તરીકે સ્વીકાર્યા છે.
ગુજરાતમાં અને બંગાળમાં નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા લોકો નવરાત્રિના બધા દિવસો ઉપવાસ કરે છે, માળાઓ કરે છે અને ગરબા કરીને માતાજી પ્રત્યેની ભક્તિને વ્યક્ત કરે છે.
ભારત દેશમાં અધ્યાત્મ વિજ્ઞાન એટલું વિશાળ છે કે જુદી જુદી શક્તિને ઓળખવા લોકોએ માતાજીના જુદા જુદા નામ પાડ્યા હતા. ખૂબ શોધખોળ કરીને અંબામા, સરસ્વતીદેવી, લક્ષ્મીદેવી જેવા માતાજીની શોધ થઈ હતી! પણ અત્યારે એની પાછળનું વિજ્ઞાન વિસરાઈ રહ્યું છે! માતાજીની સાચા સ્વરૂપની ભક્તિ કરવાથી ચોક્કસ ફળ મળે છે.
અહીં આપણે અંબામાને ખરા સ્વરૂપે ઓળખવાની સમજણ મેળવીશું.
બધાં માતાજી દૈવી શક્તિ છે, તેઓ આદ્યશક્તિનું સ્વરૂપ છે. આદ્યશક્તિ એટલે પ્રાકૃતિક શક્તિ.
મનુષ્યની અંદર બે ભાગ પડે છે, એક છે પુરુષ અને બીજો ભાગ છે પ્રકૃતિ. આત્મા એ પુરુષ છે અને પ્રકૃતિ એ શક્તિ સ્વરૂપ છે.
શાસ્ત્રોમાં નારાયણ અને નારાયણી, શિવ અને પાર્વતી, અર્ધનારીશ્વર વગેરેનું વર્ણન આવે છે, તેમાં પણ આ બે ભાગ જોવા મળે છે. એક છે પ્રકૃતિ. આપણા મન-વચન-કાયા, અંદર મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર તેમજ ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાયો આ બધું પ્રકૃતિમાં જાય છે. જ્યારે બીજી બાજુ આત્મા એ જ પરમાત્મા છે, જેને પુરુષ કહેવાય છે.
પ્રકૃતિદશામાં ઊંચું સ્વરૂપ એ આદ્યશક્તિ સ્વરૂપ કહેવાય છે. એક બાજુ આત્મા શિવસ્વરૂપ થયો, તો પ્રકૃતિ આદ્યસ્વરૂપ થઈ. એટલે કે, મનુષ્ય પોતે જેટલું આત્માસ્વરૂપ થાય, બીજી બાજુ પ્રકૃતિ એટલી ઊંચી આવે, જેને આદ્યશક્તિ કહેવાય છે. લક્ષ્મીજી પણ પ્રકૃતિ સ્વરૂપ કહેવાય અને નારાયણ એ ભગવાન સ્વરૂપ કહેવાય.
પુરુષ અને પ્રકૃતિ સાથે ને સાથે જ છે. જડ અને ચેતન બેના મિશ્રણથી જે ઊભું થયેલું છે તે આદ્યશક્તિ, પ્રકૃતિ. પ્રકૃતિના સાત્ત્વિક, તામસી, રાજસી એમ ગુણો પ્રમાણે વિભાજન કર્યા છે. પ્રકૃતિ જ્યારે સંપૂર્ણ સત્ત્વગુણી થાય ત્યારે તે સહજ થાય છે.
આત્મા પોતે પરમાત્મા જ છે, સ્વભાવે સહજ છે, પણ પોતાને તેનું ભાન થયું નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી હું પુરુષ છું, પરમાત્મારૂપી છું અને બીજું બધું પ્રકૃતિ છે એ ભેદ ના પડે. જ્યારે આપણી પોતાની પ્રકૃતિ સંપૂર્ણ સહજ થશે, ત્યારે માતાજીના આદ્યશક્તિ સ્વરૂપ સાથે આપણી સાચા અર્થમાં એકતા સધાશે.
અંબામા, દુર્ગામાતા, પાર્વતી માતા, ભદ્રકાળીમાતા, એ બધા માતાજી એ આદ્યશક્તિ છે. માતાજીની ભક્તિ કરવાથી પ્રકૃતિ સરળ થાય અને ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષ થાય.
માતાજીની ભક્તિ કરવાથી આપણી પ્રકૃતિ સહજ થાય. પ્રકૃતિના તામસી અને રાજસી ગુણ ઘટે અને સત્ત્વ ગુણ પ્રગટે. જેમ જેમ પ્રકૃતિ સહજ થતી જાય તેમ તેમ રાગ-દ્વેષ, કષાયો બધા ઘટતા જાય અને અંતરશાંતિ વધતી જાય. જેમની પ્રકૃતિ સહજ થાય તેમની આભા જુદી જ હોય. તેમની હાજરી જ બધાને મધુર લાગે. એવી દશા પ્રાપ્ત થાય ત્યારે ખરા અર્થમાં માતાજી પ્રસન્ન થયા કહેવાય.
માતાજી એ આદ્યશક્તિ છે! તેમની ભક્તિ કરવાથી પ્રાકૃત શક્તિ ઉત્પન્ન થાય. ચાર માતાઓ હાજરાહજૂર છે - અંબામા, બહુચરામા, કાળિકામા અને ભદ્રકાળીમા. માતાજી પાપ ધોઈ ના આપે, પણ પ્રાકૃત શક્તિ આપે.
અંબામા તો સંસારનાં વિઘ્નો દૂર કરી આપે, પણ સંસારથી મુક્તિ તો આત્મજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય. અંબામાની ભક્તિ કરવાથી અભ્યુદય અને આનુશંગિક ફળ મળે. એટલે કે, આત્માની પણ ઉન્નતિ થાય અને સંસારમાં પણ પ્રગતિ સધાય.
ઉપરાંત, દરેક દેવીઓના કાયદા હોય છે. તે કાયદા પાળીએ તો માતાજી ખુશ રહે. આપણે અંબામાતાની ભક્તિ કરીએ છીએ, પણ તેમના શું કાયદા છે એ આપણે જાણતા નથી.

અંબાજી દેવી એ પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો આપણી પ્રાકૃતિક સહજતા તૂટે તો અંબાજી આપણા ઉપર રાજી કઈ રીતે થાય? જેટલી પ્રકૃતિ ઈમોશનલ ના થાય, તેટલી તે સહજ રહે. ગમે તેવા સંજોગોમાં અંદર ઊંચું-નીચું ના થાય, ક્રોધ-માન-માયા-લોભના કષાયો આપણા પર સવાર ન થઈ જાય, તો સમજવું કે માતાજી આપણાથી પ્રસન્ન થયા છે.
મોટે ભાગે લોકો સંસારી લાભની અપેક્ષાએ માતાજીની ભક્તિ કરતા હોય છે. તેઓ બાધા-આખડી રાખે કે “મારે દીકરો થાય તો માતાનો નૈવેદ્ય કરીશ” અથવા “ધંધો સારો ચાલે તેની માનતા માનીશ” અને કેટલાક તે અર્થે ઉપવાસ પણ કરે. શ્રદ્ધાથી માનતા માને તેમાં ખોટું નથી. પણ વાસ્તવિકતામાં બધા માતાજી બહુ ઊંચા સ્ટેજમાં છે. આપણે સંસારના લાભ માટે નહીં, પણ પોતાની પ્રકૃતિ ખપાવીને મોક્ષના પુરુષાર્થમાં આગળ વધવા માટે, દિલથી અને ભાવથી માતાજીની ભક્તિ કરવી જોઈએ.
લોકોમાં એવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે નવરાત્રિ જેવા પ્રસંગોમાં માતાજી કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને પછી તે વ્યક્તિ ધૂણે છે. શું ખરેખર માતાજી કોઈના શરીરમાં આવે? અને આવે તો કયા સ્વરૂપે આવે?
આપણે જોઈએ કે એક બાજુ કોઈ સ્ત્રી માતાજી આવ્યા એમ કરીને ધૂણતી હોય અને પછી તપાસ કરીએ તો એ સ્ત્રી એના પતિ સાથે ઝઘડો કરતી હોય. તો શું આવા ઊંચા દરજ્જાના માતાજી આવી ઝઘડા કરતી સ્ત્રીના શરીરમાં આવે?
વાસ્તવિકતામાં, અંબામા કે બીજા કોઈ માતાજી કોઈના શરીરમાં આવતા નથી. અંબામા તો ઘણી ઊંચી દેવગતિમાં રહે છે. તેઓ આ કળિયુગમાં સ્થૂળરૂપે કોઈ શરીરમાં આવતા નથી. આ તો ખાલી સાયકોલોજિકલ ઈફેક્ટ (માનસિક અસર) થાય એટલે વ્યક્તિ ધૂણવા માંડે. ખાસ કરીને સ્ત્રીઓ વધારે ધૂણે. પછી એમને જોઈને આસપાસના લોકો તેમને પગે લાગવા માંડે, એટલે વધુ ધૂણે. આમ સમાજના લોકો જ આ અંધશ્રદ્ધાને વધુ દૃઢ કરે છે. જો વ્યક્તિ ધૂણતી હોય અને તેને લોકો કોઈ પ્રતિભાવ ન આપે તો એ થોડા વખતમાં ધૂણવાનું બંધ કરી દે અને કશું ના થાય.

દાદાશ્રી: દરેક દેવીઓના કાયદા હોય છે, તે કાયદા પાળે તો માતાજી ખુશ રહે. અમે અંબેના એકના એક લાલ છીએ. માતાજી પાસે તમે અમારી ચિઠ્ઠી લઈને જાવ તો તે સ્વીકારે. આ તમારો દીકરો હોય અને નોકર હોય. પણ જો નોકર તમારા કાયદામાં જ રહેતો હોય તો તમને નોકર વહાલો લાગે કે નહીં? લાગે જ. અમે ક્યારેય પણ અંબામાના, લક્ષ્મીજીના કે સરસ્વતી દેવીના કાયદા તોડ્યા નથી. નિરંતર તેમના કાયદામાં જ રહીએ છીએ. તેથી એ ત્રણેય દેવીઓ અમારા ઉપર નિરંતર પ્રસન્ન રહે છે. તમારે પણ જો તેમને પ્રસન્ન રાખવા હોય તો તેમના કાયદા પાળવા જોઈએ.
પ્રશ્નકર્તા: અંબામાતાના શા કાયદા છે? અમારે ઘેર અંબામાતાની ભક્તિ કરે છે બધા. પણ એના કાયદા શા છે તે અમે જાણતા નથી.
દાદાશ્રી: અંબાજી દેવી એટલે શું? એ પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો સહજતા તૂટી તો અંબાજી તારી ઉપર રાજી જ કેમ થાય? આ અંબાજી દેવી તો કહેવું પડે! તે તો માતાજી છે, મા છે.
પ્રશ્નકર્તા: સ્થાપના કરેલી દેવીઓ ખરી, તે શાનાં આધારે ફળ આપતી હશે?
દાદાશ્રી: દેવી તો કેન્દ્ર છે. તમારી જેટલી શ્રદ્ધા એટલું ફળ મળે. તમારી જેટલી શ્રદ્ધા એટલું ફળ મળે.
પ્રશ્નકર્તા: આપણા ઉદયકર્મમાં દુઃખ હોય અને આપણે અંબાજીને ભજતા હોઈએ, અંબાજીની ઉપાસના કરતા હોઈએ, તો શું એ દુઃખ દૂર કરી શકે ખરા?
દાદાશ્રી: ના. એનાથી, એમની કૃપાથી શાંતિ રહે, બધા માર્ગ સરળ થાય. કૃપાથી પ્રકૃતિનો માર્ગ સરળ થાય. આ દેહ છે, પ્રકૃતિ છે, શક્તિરૂપ છે અને માતાજી શક્તિરૂપ છે, શક્તિનો અવતાર છે એ. એટલે એકાગ્રતા થાય ને, તે શક્તિ તમારામાં જ છે પાછી. આ તો બહાર રૂપક એટલા માટે મૂકવા પડે કે લોકોને મહીં અંદર છે એનું ભાન નથી, એટલે બહાર મૂકવું પડે છે.
માતાજી, શક્તિ, દેવી, અંબિકા માતાજી, કાળિકા માતાજી, દુર્ગા માતાજી વગેરેની ભક્તિ કરવાથી પ્રકૃતિ સહજ અને સરળ બને છે. આ બધું પ્રકૃતિને ચોખ્ખી કરવા માટે છે.
આમ, દેવી અંબેમાની અત્યંત આદર અને ઉલ્લાસથી ભક્તિ કરવાથી આપણી પ્રકૃતિ સહજ, શક્તિવંત અને ઊર્જાવાન થાય છે.
અંબેમાની આરતી સાંભળવા અહીં ક્લિક કરો.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત બદલાતા... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
